ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / VIDEO: સૂર્યા સામે સલમાનનું સૂરસૂરિયું! મેચ પહેલા ભારત-પાકના કેપ્ટન આમનેસામને

જવાબ / VIDEO: સૂર્યા સામે સલમાનનું સૂરસૂરિયું! મેચ પહેલા ભારત-પાકના કેપ્ટન આમનેસામને

Last Updated: 08:46 PM, 9 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એશિયા કપની આજથી શરૂઆત થવાની છે. 14 સપ્ટેમ્બરે એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન ટકરાશે. આખી દુનિયા આ મેચની રાહ જોઈ રહી છે પરંતુ તે પહેલાં ભારત અને પાકિસ્તાનના કેપ્ટન આમને-સામને આવી ગયા હતા.ત્યારે બંનેને મેચ અંગે સવાલ પુછવામાં આવ્યો હતો. ત્યારે બંનેએ અનોખો જવાબ આપ્યો હતો.

ADVERTISEMENT

ભારત-પાકિસ્તાન મેચ વિશે પૂછવામાં આવેલા પ્રશ્નનો સૂર્યકુમાર યાદવ અને સલમાન અલી આગાએ ખૂબ જ રસપ્રદ જવાબ આપ્યો છે. જ્યારે સૂર્યકુમાર યાદવને પૂછવામાં આવ્યું કે શું તેમની ટીમ પાકિસ્તાન સામે વધુ આક્રમક રહેશે, ત્યારે સૂર્યાએ કહ્યું કે આક્રમકતા વિના રમત રમી શકાતી નથી.

ભારત-પાકિસ્તાન મેચ પર સૂર્યા અને સલમાને શું કહ્યું?

સૂર્યકુમાર યાદવે કહ્યું, 'જ્યારે આપણે મેદાન પર હોઈએ છીએ, ત્યારે આપણે હંમેશા આક્રમક વલણ રાખીએ છીએ. તમે આક્રમકતા વિના રમત રમી શકતા નથી. હું મેદાન પર ઉતરવા માટે ઉત્સુક છું. તમારે કોઈપણ ખેલાડીને કંઈ કહેવાની જરૂર નથી, દરેક ખેલાડી અલગ હોય છે.' આ મુદ્દે સલમાન અલી આગાએ એક મોટું નિવેદન આપ્યું અને કહ્યું કે તેના દરેક ખેલાડીને સ્વતંત્રતા છે. સલમાન આગાએ કહ્યું, 'જો કોઈ પણ ખેલાડી મેદાન પર આક્રમક બનવા માંગે છે, તો તેનું સ્વાગત છે. ઝડપી બોલરો ખાસ કરીને આક્રમક હોય છે, તમે તેમને રોકી શકતા નથી, અહીંથી જ તેમનો ઉત્સાહ આવે છે. જ્યાં સુધી બધું મર્યાદામાં થઈ રહ્યું છે, ત્યાં સુધી મારા તરફથી કોઈ પ્રતિબંધ રહેશે નહીં.'

સૂર્યકુમાર યાદવનો રસપ્રદ જવાબ

બાય ધ વે, સૂર્યકુમાર યાદવને બીજો એક પ્રશ્ન પૂછવામાં આવ્યો જેણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા. સૂર્યકુમાર યાદવને પૂછવામાં આવ્યું કે ટીમ ઈન્ડિયા એશિયા કપ જીતવાની સૌથી મોટી દાવેદાર લાગે છે, જેના જવાબમાં ભારતીય કેપ્ટને કહ્યું કે તેણે આ સાંભળ્યું નથી. સૂર્યકુમારે કહ્યું, 'આ કોણે કહ્યું, મેં સાંભળ્યું નથી. જુઓ, જો તમારી તૈયારી સારી હોય તો તમે આત્મવિશ્વાસ સાથે મેદાનમાં ઉતરો છો. અમે ઘણા સમય પછી T20 રમી રહ્યા છીએ પરંતુ અમે 3-4 દિવસ પહેલા અહીં આવ્યા હતા. અમે સાથે ખૂબ સારો સમય વિતાવ્યો. હું આ ટુર્નામેન્ટ માટે તૈયાર છું.'

વધુ વાંચો: એશિયા કપની ભારત પાકિસ્તાન મેચની ટીકિટો જ નથી વેચાતી, હેરાનીભર્યું કારણ સામે આવ્યું

સલમાન અલી આગાએ કહ્યું, 'ટી20 ક્રિકેટમાં કોઈ ફેવરિટ નથી હોતું. જો તમે મેચના દિવસે સારું રમો છો, તો મેચ ફક્ત થોડી ઓવરમાં જ બદલાઈ જાય છે.'

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

asia cup 2025 suryakumar yadav india vs pakistan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ