ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મુંબઈ / અનંત-રાધિકાની રોમેન્ટિક ડ્રાઇવ સોશિયલ મીડિયામાં વાયરલ, મધરાત્રે મુંબઈના રસ્તે દોડાવી રોલ્સ-રોયસ

VIDEO / અનંત-રાધિકાની રોમેન્ટિક ડ્રાઇવ સોશિયલ મીડિયામાં વાયરલ, મધરાત્રે મુંબઈના રસ્તે દોડાવી રોલ્સ-રોયસ

Published By: Priyankka Triveddi

Last Updated: 12:23 PM, 23 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈના બાંદ્રા-વર્લી સી લિન્ક પર એનઅંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનો એક લેટ નાઈટનો લોંગ ડ્રાઈવ એન્જોય કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહયો છે. આ વીડિયોમાં અનંત અંબાણી પોતે તેમની લકઝરી રોલ્સ-રૉય ડ્રાઈવ કરતાં નજર આવી રહ્યા છે જ્યારે રાધિકા તેની સાથે રાઈડની મજા લઈ રહી છે.

ADVERTISEMENT

Anant Ambani Radhika Merchant Viral Video: અંબાણી પરિવારની નાની વહુ રાધિકા મર્ચન્ટ તેની અનોખી ફેશન સ્ટાઇલ અને એલિગન્ટ લુક માટે વારંવાર ચર્ચામાં રહે છે. જ્યાં પણ તે દેખાય છે ત્યાં તેની સ્ટાઇલિશ હાજરી સોશિયલ મીડિયા પર તરત જ વાયરલ બની જાય છે. ખાસ કરીને જ્યારે તે તેના પતિ અનંત અંબાણી સાથે જાહેર સ્થળે જોવા મળે છે ત્યારે લોકોની નજરો આ કપલ પર જ અટકી જાય છે. તાજેતરમાં પણ એવું જ બન્યું જ્યારે અનંત અને રાધિકા કોઈ ભવ્ય ઇવેન્ટમાં નહીં પરંતુ એક સામાન્ય છતાં ખાસ લેટ-નાઈટ ડ્રાઇવ દરમિયાન જોવા મળ્યા અને આ ક્ષણ સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ.

બાંદ્રા-વર્લી સી-લિંક પર રોમેન્ટિક ક્ષણો

સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયેલા વીડિયોમાં આ કપલ મુંબઈના જાણીતા બાંદ્રા-વર્લી સી-લિંક પર રાત્રે ડ્રાઇવનો આનંદ માણતા જોવા મળે છે. ચમકતી સફેદ રોલ્સ-રોયસમાં બેઠેલા અનંત અને રાધિકા રાત્રિના શાંત માહોલમાં સમય પસાર કરતા જોવા મળે છે. ખાસ વાત એ છે કે કારનું રૂફ ખુલ્લુ હતું જે તેમની આ લેટ નાઈટ ડ્રાઈવને વધુ આકર્ષક અને સિનેમેટિક બનાવતું હતું. શહેરના લાઈટ્સ અને સમુદ્રની વચ્ચેનો આ દૃશ્ય લોકો માટે ખૂબ જ મોહક બની ગયો. જેના કારણે આ વીડિયો થોડી જ વારમાં લોકપ્રિય બન્યો.

અનંત અંબાણી પોતે સ્ટીયરિંગ પર

આ વીડિયોમાં એક મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે અનંત અંબાણી પોતે કાર ચલાવતા જોવા મળે છે. જે સામાન્ય રીતે અંબાણી પરિવાર સાથે ઓછું જોવા મળે છે. સામાન્ય રીતે આ ફેમિલીના મેમ્બર્સ સિક્યોરીટી ગાર્ડ્સ અને ડ્રાઇવરો સાથે જોવા મળે છે. પરંતુ આ વખતે અનંત પોતે ડ્રાઇવિંગ સીટ પર બેઠા હતા અને રાધિકા તેની બાજુમાં હતી. વીડિયોમાં બંને એક સમયે કેમેરા તરફ જોઈને સ્મિત કરતા પણ જોવા મળે છે. જે તેમની વચ્ચેની નિકટતા અને સ્વાભાવિકતા દર્શાવે છે. લોકો આ સાદગીભર્યા અને રોમેન્ટિક પળોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

આ પણ વાંચો: રેમન્ડ ગ્રુપના માલિક ગૌતમ સિંઘાનિયા અકસ્માતમાં ઘાયલ, મુંબઈની હોસ્પિટલમાં દાખલ

vtv app promotion

સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓ અને ગોપનીયતા અંગે ચર્ચા

જેમ જ આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર થયો તે ઝડપથી વાયરલ થઈ ગયો અને હજારો લોકો દ્વારા જોવામાં આવ્યો. યુઝર્સે આ કપલની કેમિસ્ટ્રીને ખૂબ વખાણી છે અને ઘણા લોકોએ તેને "પરફેક્ટ રોમેન્ટિક ડ્રાઇવ" તરીકે વર્ણવી છે. કેટલાક યુઝર્સે તેમના સાદા અને સ્વાભાવિક વર્તનની પ્રશંસા કરી. જ્યારે કેટલાકે એવો મત વ્યક્ત કર્યો કે આવા ખાનગી પળોને જાહેર કરવામાં આવવું યોગ્ય નથી અને કપલને તેમની ગોપનીયતા આપવી જોઈએ. આ રીતે, આ વીડિયો માત્ર રોમેન્ટિક ક્ષણો માટે જ નહીં પરંતુ સોશિયલ મીડિયા પર ગોપનીયતા અંગેની ચર્ચા માટે પણ કેન્દ્ર બન્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Anant Ambani Viral Video Radhika Merchant

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ