બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / Video : જો થોડું પણ મોડું થયું હોત તો.., મેટ્રોના એટેન્ડન્ટની નજર પડી અને બાળકનો જીવ બચી ગયો

વાયરલ / Video : જો થોડું પણ મોડું થયું હોત તો.., મેટ્રોના એટેન્ડન્ટની નજર પડી અને બાળકનો જીવ બચી ગયો

Published By: Priyankka Triveddi

Last Updated: 11:50 AM, 1 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈમાં મેટ્રો અને લોકલ ટ્રેનએ મુંબઈ વાસીઓ માટે વરદાન સમાન છે. તેવામાં વધુ એક મેટ્રો કર્મચારીની સતર્કતાનો કિસ્સો સામે આવ્યો છે. ચાલો જાણીએ શું છે સમગ્ર વિગત.

મુંબઈમાં ગઇકાલે ગોરેગાંવ વિસ્તારના બાંગુર નગર મેટ્રો સ્ટેશન પર એક ઘટના બની હતી, આ ઘટનામાં પ્રાપ્ત થતી વિગત અનુસાર જ્યારે મેટ્રોના દરવાજા બંધ થઈ રહ્યા હતા ત્યારે બે વર્ષનો બાળક એકલો દરવાજા તરફ દોડી ગયો હતો અને બહાર નીકળવા જતો હતો. પરંતુ સ્ટેશન એટેન્ડન્ટની ઝડપી કાર્યવાહીથી દુર્ઘટના ટળી ગઈ હતી.

બાંગુર સ્ટેશનની ઘટના

મુંબઈના મેટ્રો યલો લાઇન 2 સ્ટેશન પર મેટ્રોના દરવાજા માંથી એક 2 વષનું બલકજ બહાર આવી ગયો હતો અને સ્ટેશન એટેન્ડન્ટનું ધ્યાન તેની તરફ જતાં તેણે મેટ્રોના પાયલોટને ટ્રેન રોકવા અને દરવાજો ફરી ખોલવા માટે કહ્યું અને આ રીતે સેકન્ડોમાં જ બાળકનો જીવ બચાવી શકાયો હતો. આ ઘટના રવિવારે સાંજે લગભગ 4.24 વાગ્યા આસપાસ બની હતી.

આ ઘટનાના પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે

" ગોરેગાંવના બાંગુર નગર મેટ્રો સ્ટેશન પર , કોઈએ અપેક્ષા રાખી ન હતી કે બે વર્ષનો બાળક ટ્રેનમાંથી એકલો બહાર નીકળશે, જ્યારે દરવાજા બંધ થઈ રહ્યા હતા. પરંતુ અમારા સ્ટેશન એટેન્ડન્ટ સંકેત ચોડણકરની તીક્ષ્ણ નજરને કારણે સંભવિત દુર્ઘટના ટળી ગઈ. સંકેતે ઝડપથી ટ્રેન ઓપરેટરને દરવાજા ખોલવા માટે ચેતવણી આપી અને થોડી જ સેકન્ડોમાં બાળકની સલામતી સુનિશ્ચિત કરવા દોડી ગયો"

સ્ટેશન પર ટ્રેનના દરવાજા ઉપરાંત પ્લેટફોર્મ સ્ક્રીન દરવાજા પણ છે અને સ્ટાફ દ્વારા સમયસર ધ્યાન જવાથી અને મેટ્રોના દરવાજા ફરી ખોલવાથી બાળકને તેના પરિવાર સાથે સુરક્ષિત રીતે ફરીથી મિલન કરાવવા માટે બંને દરવાજા ફરીથી ખોલવામાં આવ્યા.

"મુસાફરોની સલામતી પ્રત્યે આટલી હાજરી અને સમર્પણ આપણી મહા મુંબઈ મેટ્રોની મુસાફરીને દરરોજ સુરક્ષિત બનાવે છે. અમારી મુંબઈ મેટ્રો સ્ટાફ મુસાફરોની બધી જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે સારી રીતે તાલીમ પામેલો છે જેથી અમારી સાથે દરરોજ તમારી મુસાફરી સુરક્ષિત અને આરામદાયક રહે"

વધુ વાંચો: મુંબઈના આજે દરિયામાં 4.28 મીટર ઊંચા મોજા ઉછળશે, હાઈ ટાઈડની વૉર્નિંગ, BMCનું એલર્ટ!

Vtv App Promotion 2

જો કે આ ઘટના કઈં પહેલીવારની નથી. આ પહેલા પણ મેટ્રો કે લોકલ ટ્રેનના સ્ટાફની સતર્કતાએ ઘણા જીવ બચાવ્યા છે. ત્યારે તાજેતરમાં 2 વર્ષના બાળકનો જીવ બચાવીને તે અધિકારી અને મેટ્રો ટ્રેનનો સ્ટાફ પ્રશંસાને લાયક બન્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mumbai News Child Accident Metro Mumbai Metro Video

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ