બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / મુંબઈના આજે દરિયામાં 4.28 મીટર ઊંચા મોજા ઉછળશે, હાઈ ટાઈડની વૉર્નિંગ, BMCનું એલર્ટ!

એલર્ટ / મુંબઈના આજે દરિયામાં 4.28 મીટર ઊંચા મોજા ઉછળશે, હાઈ ટાઈડની વૉર્નિંગ, BMCનું એલર્ટ!

Nidhi Panchal

Last Updated: 12:34 PM, 30 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈમાં છેલ્લા અનેક દિવસોથી સતત વરસાદી માહોલ છવાયેલો છે. આવા સમયે BMC દ્વારા વરસાદ અને દરિયાઈ ભરતી અંગે નવી ચેતવણી આપવામાં આવી છે.

દેશની આર્થિક રાજધાની ગણાતી મુંબઈમાં છેલ્લા બે અઠવાડિયાથી સતત વરસાદ વરસી રહ્યો છે. આ પરિસ્થિતિને જોતા ભારતીય હવામાન વિભાગ (IMD) ઉપરાંત BMC પણ સતત ચેતવણી આપી રહી છે. આજે તારીખ 30 જૂન, 2025ના રોજ BMCએ ખાસ કરીને વરસાદ અને દરિયાઈ ભરતી (હાઈ ટાઈડ) અંગે નાગરિકોને આગાહી આપીને સતર્ક રહેવા માટે અપીલ કરી છે.

mumbai-rain

BMC દ્વારા આપી માહિતી

BMC દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આજે મુંબઈ શહેરમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. એ સાથે આજે બપોરે 3 વાગીને 48 મિનિટે દરિયામાં 4.28 મીટર ઊંચા મોજાં ઉછળવાની શક્યતા દર્શાવવામાં આવી છે. આને કારણે દરિયાકાંઠે રહેનારા નાગરિકોને ખાસ સાવચેત રહેવા માટે BMCએ અપીલ કરી છે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગ અનુસાર, આજે સિવાય આવતીકાલે એટલે કે 1 જુલાઈના રોજ પણ ભારે ભરતીની શક્યતા છે. મધ્યરાત્રિના 3:49 વાગ્યે દરિયામાં 3.50 મીટર ઊંચા મોજાં આવવાની સંભાવના છે, જ્યારે સવારે 9:25 વાગ્યે 1.68 મીટરની નીચી ભરતીનો અહેવાલ છે. આજે રાત્રે 10:01 વાગ્યે પણ દરિયામાં 1.56 મીટરની નીચી ભરતી જોવા મળશે.

BMCની અપીલ

મુંબઇ કોર્પોરેશન (BMC) તરફથી સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે, વરસાદી પરિસ્થિતિ અને દરિયામાં મોજાંની ઉંચાઈને ધ્યાનમાં રાખીને નાગરિકોએ દરિયાકાંઠે જવાનું ટાળવું જોઈએ. ખાસ કરીને મરીન ડ્રાઈવ, ચોપાટી અને બંદર વિસ્તારોમાં વધુ સાવચેતી રાખવા BMCએ વિનંતી કરી છે.

app promo5

આ પણ વાંચો : મુંબઈગરાઓ એલર્ટ! આજે આ વિસ્તારોમાં વરસશે ભારેથી અતિ 'ભારે' વરસાદ

આ સાથે BMCએ નાગરિકોને અનાવશ્યક સફર અને દરિયાકાંઠા વિસ્તારોમાં ફોટા લેવા કે ફરીવા ન જવા પણ સૂચના આપી છે. મોનસૂન સીઝનમાં ભીની જમીન અને ભરતીના કારણે અકસ્માતનો ભય વધી જાય છે. તેથી, દરેક મુંબઇવાસીએ આપણી અને અન્યની સલામતીને પ્રાથમિકતા આપવી જરૂરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mumbai rain alert BMC warning high tide June 30
Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ