બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:35 AM, 16 June 2025
મુંબઈ અને આસપાસના વિસ્તારમાં ફરી ચોમાસું સક્રિય થયું છે જેના કારણે લોકોને ગરમીમાં રાહત મળી છે. આ વચ્ચે હવામાન વિભાગે આગામી થોડા દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે અને મુંબઈ, થાણે અને પાલઘર માટે ઓરેન્જ એલર્ટ જ્યારે રાયગઢ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ચોમાસું ફરી સક્રિય થતાં શનિવાર રાતથી મુંબઈમાં સંતોષકારક વરસાદ પડી રહ્યો છે.
ADVERTISEMENT
#WATCH | Morning rain showers drench Mumbai; IMD has sounded an alert for heavy rain in the city today
— ANI (@ANI) June 16, 2025
Visuals from BPT, Wadala East pic.twitter.com/1tNkSRiADI
રાતથી સતત પડી રહેલા વરસાદને કારણે મુંબઈનું તાપમાન ઘટ્યું છે અને લોકોને ગરમીથી થોડી રાહત મળી છે. મુંબઈ ઉપનગરોનું તાપમાન 30.9 ડિગ્રી અને શહેરનું તાપમાન 28 ડિગ્રી સુધી ઘટી ગયું છે. હવામાન નિષ્ણાતોના મતે આ અઠવાડિયે મુંબઈમાં સારો વરસાદ પડવાની શક્યતા છે.
ADVERTISEMENT
Rains in last 24 hours, Wadala 161 mm, Matunga 148 mm, Lower Parel 144 mm, Worli 141 mm,
— Mumbai Rains (@rushikesh_agre_) June 16, 2025
Bandra 135 mm, BKC 103 mm, Chembur 111 mm, Powai 82 mm. Good rains noticed for the last 24 hours than expected. #MumbaiRains https://t.co/213w1BuUuH
આ વખતે ચોમાસાએ 26 મેના રોજ મુંબઈમાં દસ્તક આપીને હવામાનના ઇતિહાસમાં એક નવો રેકોર્ડ બનાવ્યો છે. હવામાન વિભાગના મતે છેલ્લા 69 વર્ષમાં પહેલી વાર ચોમાસાએ આટલી વહેલી દસ્તક આપી છે. જો કે 26 મે ના રોજ વરસાદ બાદ માત્ર 2 જ દિવસમાં ચોમાસું ધીમું પડી ગયું.
ADVERTISEMENT
મુંબઈમાં ભારે વરસાદ
LBS Road, Kurla is waterlogged. Latest visuals, 9:20 AM #MumbaiRains pic.twitter.com/jDpyFvRvRg
— Mumbai Rains (@rushikesh_agre_) June 16, 2025
ADVERTISEMENT
કાળઝાળ તડકો અને ભેજવાળી ગરમીએ મુંબઈવાસીઓને ખૂબ જ પરેશાન કર્યા. દરમિયાન લગભગ વરસાદ ન પડ્યા પછી શનિવારથી ચોમાસું ફરી સક્રિય થયું છે. શનિવાર સાંજથી મુંબઈમાં સારો વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગ તરફથી મળેલા આંકડા મુજબ શનિવારે સવારે 8.30 વાગ્યાથી રવિવારે સવારે 8.30 વાગ્યા સુધી શહેરમાં 33 મીમી અને ઉપનગરોમાં 16 મીમી વરસાદ પડ્યો હતો. રવિવારે સવારે 8.30 વાગ્યાથી સાંજે 5.30 વાગ્યા સુધી શહેરમાં 6 મીમી અને ઉપનગરોમાં 5.4 મીમી વરસાદ પડ્યો હતો.
આજે અને કાલે ભારે વરસાદની શક્યતા
ADVERTISEMENT
Heavy rains in Goregaon. Western line has been getting a lot of rain since morning hours. #MumbaiRains @bizjsem pic.twitter.com/3GQKEY8ooe
— Mumbai Rains (@rushikesh_agre_) June 16, 2025
હવામાન વિભાગના વૈજ્ઞાનિક સુષ્મા નાયરે જણાવ્યું હતું કે સોમાલી જેટ સ્ટ્રીમ સક્રિય થઈ ગયો છે. તે ઝડપી ગતિવાળા પવનોનો પ્રવાહ છે. જે સોમાલિયાથી ઉગે છે અને અરબી સમુદ્રમાંથી ભારતીય ઉપખંડ તરફ વહે છે. આ પવનો દક્ષિણ પશ્ચિમ ચોમાસામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેના સક્રિય થવાને કારણે 17 જૂન સુધી ભારે વરસાદની શક્યતા છે. હવામાનશાસ્ત્રી રાજેશ કાપડિયાએ જણાવ્યું હતું કે 15 દિવસના વિરામ બાદ ચોમાસું ફરી એકવાર સક્રિય થયું છે. મુંબઈ સહિત MMRમાં સારો વરસાદ પડી રહ્યો છે અને આ અઠવાડિયામાં પણ વરસાદ ચાલુ રહેશે.
ADVERTISEMENT
પાલઘર, થાણે, મુંબઈમાં ઓરેન્જ અને રાયગઢ માટે રેડ એલર્ટ
Raining heavily now around Lalbaug, Parel, Dadar. #MumbaiRains pic.twitter.com/XYyqNvDuUc
— Dr. Rahul Baxi (@baxirahul) June 16, 2025
હવામાન વિભાગે સોમવારે મુંબઈ, થાણે અને પાલઘર માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. જ્યારે ઉપરોક્ત જિલ્લાઓના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. તે જ સમયે રાયગઢ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જેનો અર્થ એ છે કે ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની પ્રબળ સંભાવના છે.
વધુ વાંચો: વધુ એક ફ્લાઇટ...! ત્રણ કલાક સુધી હવામાં લટકી રહી, જઇ રહી હતી મુંબઇથી લંડન

જૂનના ક્વોટાનો માત્ર 30% વરસાદ
#MumbaiRains #PuneRains
— Weather Interpreter Tanny ⛈️🌤️ (@tan_5989) June 16, 2025
Finally a Sight to Behold!!❤😍
Pure Monsoon Magic🙌🌧
With the Northern Movement of Vortex, Westerlies have resumed over Mumbai and Konkan Coast finally putting an end to Hot, Humid and Stuffy weather and will also put a cap to Convective Rains✌… pic.twitter.com/B88TC4c8zg
હવામાન વિભાગના જણાવ્યા મુજબ જૂનમાં શહેરમાં સામાન્ય રીતે 542 MM વરસાદ અને ઉપનગરોમાં 537 MM વરસાદ પડવો જોઈએ. જૂન મહિનાના 15 દિવસ વીતી ગયા છે અને શહેરમાં સામાન્ય વરસાદના ક્વોટાના 161 MM (30%) અને ઉપનગરોમાં 118.6 MM (22%) વરસાદ પડી ચૂક્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.