બ્રેકિંગ ન્યુઝ
Priykant Shrimali
Last Updated: 11:15 AM, 13 June 2025
Mumbai-London Flight : અમદાવાદથી લંડન જતું એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થયા બાદ હવે અન્ય એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં મુંબઈથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ ટેકઓફ પછી ત્રણ કલાક હવામાં રહ્યા બાદ મુંબઈ પાછી ફરી હતી. Flightradar24ના ડેટા અનુસાર મુંબઈથી લંડન જતી ફ્લાઈટ સવારે 5:39 વાગ્યે એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી અને ત્રણ કલાક હવામાં રહ્યા બાદ પાછી ફરી હતી.
ADVERTISEMENT
શું કહ્યું AIR INDIAએ ?
એર ઇન્ડિયાએ એક નિવેદનમાં કહ્યું છે કે, ઈરાનમાં હાલમાં પરિસ્થિતિ તણાવપૂર્ણ છે. ઈરાનનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દેવામાં આવ્યું છે, જેના કારણે તેની ઘણી ફ્લાઇટ્સ કાં તો ડાયવર્ટ કરવામાં આવી રહી છે અથવા તેમના મૂળ ગંતવ્ય સ્થાને પરત ફરી રહી છે.
ADVERTISEMENT
#TravelAdvisory
— Air India (@airindia) June 13, 2025
Due to the emerging situation in Iran, the subsequent closure of its airspace and in view of the safety of our passengers, the following Air India flights are either being diverted or returning to their origin:
AI130 – London Heathrow-Mumbai – Diverted to Vienna…
આ ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ હતી
ADVERTISEMENT
Air India flight AIC129, which took off early morning today from Mumbai for London, is returning to Mumbai, according to Flightradar24. More details are awaited. pic.twitter.com/BmRtlkmaut
— Press Trust of India (@PTI_News) June 13, 2025
ADVERTISEMENT
એર ઇન્ડિયાએ આ વિક્ષેપ બદલ દિલગીરી વ્યક્ત કરી
એર ઇન્ડિયાએ એક નિવેદન બહાર પાડીને અણધાર્યા વિક્ષેપને કારણે મુસાફરોને થયેલી અસુવિધા બદલ દિલગીરી વ્યક્ત કરી. એર ઇન્ડિયાએ કહ્યું છે કે, તે મુસાફરો માટે રહેવાની સુવિધા પૂરી પાડવાની વ્યવસ્થા કરી રહી છે. એર ઇન્ડિયાએ એમ પણ કહ્યું કે, જો કોઈ મુસાફર ફ્લાઇટ રદ કરવા અથવા સમય બદલવા માંગે છે, તો તેને રિફંડ અથવા નવી બુકિંગની સુવિધા આપવામાં આવી રહી છે. કંપનીએ કહ્યું કે, મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન પર લઈ જવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ઈઝરાયલના હુમલા બાદ ઈરાને એરસ્પેસ બંધ કરી દીધું
નોંધનીય છે કે, ઈઝરાયલે ઈરાન પર હુમલો કરવા માટે ઓપરેશન રાઈઝિંગ લાયન શરૂ કર્યું છે. આ અભિયાન હેઠળ ઈઝરાયલે ઈરાનના પરમાણુ અને લશ્કરી થાણાઓને નિશાન બનાવ્યા છે. ઈઝરાયલના હુમલાના થોડા કલાકો પછી ઈરાની નાગરિક ઉડ્ડયન સત્તામંડળે દેશના એરસ્પેસ બંધ કરવાની જાહેરાત કરી. તે જ સમયે ઈઝરાયલે તેનું એરસ્પેસ પણ બંધ કરી દીધું છે. આ સાથે તેણે તેની ઉત્તરી અને દક્ષિણ સરહદો પર કટોકટીની તૈયારીઓ વધારી દીધી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.