બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભારત / અમદાવાદના સમાચાર / લંડન ફરવા જતાં દંપતીનું મોત, ભાઈને ફોન કરી કહ્યું હતું, હું એરપોર્ટ જવા નીકળી ગયો છું...
Last Updated: 08:30 AM, 13 June 2025
Ahmedabad Plane Crash : અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લાના અકોલા વિસ્તારના એક દંપતીનું મોત થયું હતું. અકસ્માતમાં જીવ ગુમાવનાર નીરજ લાવણિયા અને તેમની પત્ની લંડન ફરવા ગયા હતા. નીરજ વડોદરાના ફેધર સ્કાય વિલાસ કોલોનીમાં તેના પરિવાર સાથે રહેતા હતા અને એક કંપનીમાં મેનેજર તરીકે કામ કરતાં હતા.
ADVERTISEMENT
છેલ્લો ફોન ભાઈને કરવામાં આવ્યો
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ ગુરુવારે સવારે લગભગ 9 વાગ્યે નીરજે તેમના ભાઈ સતીશને ફોન કરીને કહ્યું કે, તે ટેક્સી દ્વારા એરપોર્ટ જવા રવાના થઈ ગયા છે. આ પછી પરિવાર તેમનો સંપર્ક કરી શક્યો નહીં. અકસ્માતના સમાચાર મળતાં પરિવાર અને ગામમાં શોકનો માહોલ છે.
Couple from Agra was present in plane crash in Ahmedabad.couple Neeraj Lavania and Aparna Lavania, residents of Akola, Agra were present in plane.
— Amir Qadri (@AmirqadriAgra) June 12, 2025
Neeraj Lavania was going to London on tour with his wife MP Rajkumar Chahar reached residence #planecrash #Agra pic.twitter.com/DTWk9xlqg4
ADVERTISEMENT
પરિવારના સભ્યોમાં સહિત પરિજનોમાં રોકકળ
પરિવારના સભ્યો સતત હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી મળી નથી. એરપોર્ટ પર પોતાના પ્રિયજનોને શોધી રહેલા પરિવારના સભ્યો રડી રહ્યા છે. અકસ્માત બાદ ત્યાં અરાજકતાનો માહોલ છે. અકસ્માતના ભયાનક ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ અકસ્માતમાં 265 લોકોના મોત
ગુજરાતના અમદાવાદથી લંડનના ગેટવિક જઈ રહેલ એર ઈન્ડિયાનું બોઈંગ 787 ડ્રીમલાઈનર વિમાન AI-171 ગુરુવારે ટેકઓફ કર્યા પછી તરત જ ક્રેશ થઈ ગયું. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 265 લોકોના મોત થયા છે. ડેપ્યુટી કમિશનરે આ વાતની પુષ્ટિ કરી છે. આ ફ્લાઇટમાં કુલ 242 લોકો સવાર હતા, જેમાં 230 મુસાફરો અને 12 ક્રૂ સભ્યોનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.