બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / અજબ ગજબ / VIDEO: ગાડીમાં આગળ પાછળ આજુ બાજુ..જ્યાં જુઓ ત્યાં ટીંગાયેલા લોકો, ગણતાં આખો દિવસ લાગે

TRENDING / VIDEO: ગાડીમાં આગળ પાછળ આજુ બાજુ..જ્યાં જુઓ ત્યાં ટીંગાયેલા લોકો, ગણતાં આખો દિવસ લાગે

Last Updated: 02:05 PM, 12 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડ્રાઈવરે 11 સીટર તુફાન વાહનમાં એટલા બધા લોકોને બેસાડીને બધાને વિચારતા કરી મુક્યા છે

Trending Video: સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં એક ડ્રાઈવરે 11 સીટર તુફાન વાહનમાં એટલા બધા લોકોને બેસાડીને બધાને વિચારતા કરી મુક્યા છે કેમ કે મુસાફરોને ગણવામાં સવારથી સાંજ સુધીનો સમય લાગશે.

સોશિયલ મીડિયા પર વાયરલ થતું દરેક કંટેંટ પોતાનામાં એક અજાયબી હોય છે. લાઈક્સ અને વ્યૂઝ મેળવવા માટે લોકો એવા કામ કરે છે કે દર્શકો તેને જોઈને ચકરે ચડી જાય છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં એક તુફાન ગાડી જેને ફટફટ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેના ચાલકે ખરેખર તોફાન મચાવ્યું છે. ડ્રાઇવરે આ 11 સીટર કારને 60 સીટર બનાવી દીધી છે. હા, આ વાહનમાં ૧૧ નહીં, ૨૦ નહીં પણ લગભગ ૬૦ મુસાફરો સવારી કરી રહ્યા છે, વીડિયો જોઈને તમારું પણ માથું ચકરાવે ચડી જશે.

ડ્રાઇવરે 11 સીટર ગાડીમાં 60 લોકોને બેસાડ્યા

સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં એક ડ્રાઈવરે 11 સીટર તુફાન વાહનમાં એટલા બધા લોકોને બેસાડીને ભારે ચકરાવે ચડાવી દીધા છે કે તમે સવારથી સાંજ સુધી ગણતરી કરી શકશો નહીં. નવાઈની વાત એ છે કે લોકો ગાડીની છતથી લઈને ડ્રાઈવરની વિન્ડસ્ક્રીન સુધી બેઠા છે. આ દ્રશ્ય એક એવા શહેરનું છે, જ્યાં આ ડ્રાઇવરે આટલા બધા મુસાફરોને મોતની મંજીલ સુધી લઇ જવાની તૈયારી કરી લીધી છે, કારણ કે જ્યારે લોકો વિન્ડસ્ક્રીન પર પણ બેઠા હશે, ત્યારે સામેનો નજારો ફક્ત અંદાજથી માપવામાં આવશે, અને ગાડી પણ અંદાજથી ચલાવવામાં આવી રહી હોય છે.

Website_Ad_3_1200_628_Oe30oNh.width-800

મુસાફર ડ્રાઇવર ભરોસે, ડ્રાઇવર ભગવાન ભરોસે

શહેરમાંથી વાહનને આ રીતે પસાર થતું જોઈને આસપાસના લોકો પણ ચોંકી ગયા અને આશ્ચર્યમાં તેઓ કંઈ વિચારી શક્યા નહીં અને વાહનનો વીડિયો બનાવવા લાગ્યા, પરંતુ કોઈને પણ ડ્રાઈવરને રોકવાની સમજ સુજી ન હતી. આ ખતરનાક સ્ટંટ કરી ને રોકવું જે ઘણા લોકોના જીવ પણ લઈ શકે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને યુઝર્સ તેના પર અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.

આ પણ વાંચોઃ બાળક ન સમજો! આઈસક્રીમ વાળાએ કરી મસ્તી તો ટેણિયાએ તાણી બંદૂક, વીડિયો વાયરલ

યુઝર્સે રમુજી પ્રતિક્રિયાઓ આપી

આ વીડિયો વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં ઘણા લોકોએ જોયો છે, જ્યારે હજારો લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે, આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયો અંગે અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું... ડ્રાઈવર ગુગલ મેપ્સ જોઈને ગાડી ચલાવી રહ્યો છે. બીજા એક યુઝરે લખ્યું... મુસાફરો કદાચ ડ્રાઇવરને રસ્તો બતાવી રહ્યા હશે. જ્યારે બીજા એક યુઝરે લખ્યું...ભાઈ, આ કારનામા ફક્ત ફટફટથી થઇ શકે, બાકી ગાડીઓ તો દમ તોડી દેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Trending Videos Travel viral videos Fatfat Seva
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ