બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Video: દૂધ પીતું બાળક ન સમજો! આઈસક્રીમ વાળાએ કરી મસ્તી તો ટેણિયાએ તાણી બંદૂક, વીડિયો વાયરલ
Last Updated: 01:11 PM, 12 January 2025
આજકાલ આઈસ્ક્રીમ ટીઝ કરવાનો એક નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જેમાં આઈસ્ક્રીમ વેચનાર તમને સતત છેતરે છે અને તમારા હાથમાંથી આઈસ્ક્રીમ છીનવી લે છે. આવી પરિસ્થિતિમાં, ક્યારેક ગ્રાહકો આઈસ્ક્રીમ વેચનાર પર ગુસ્સે કેટલીક વાર ગુસ્સે થઈ જાય છે. જો કે, આમાં ગુસ્સે થવા જેવું કંઈ નથી. આઈસ્ક્રીમ વિક્રેતા લોકોનું મનોરંજન કરવા માટે તેમની પ્રતિભાનો ઉપયોગ કરે છે અને લોકોને મનોરંજન પૂરું પાડી આપે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
એક બાળક સાથે પણ કંઈક આવું જ બન્યું. જ્યારે એક આઈસ્ક્રીમ વિક્રેતા તેને ચીડવી રહ્યો હતો, ત્યારે તે વિક્રેતા પર ગુસ્સે થયો અને તેના પર બંદૂક તાકી. આ ઘટનાનો વીડિયો ત્યાં કોઈ વ્યક્તિએ રેકોર્ડ કર્યો અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો. વીડિયોમાં જોઈ શકાય છે કે, એક બાળક તેની માતા સાથે દુકાનમાં આઈસ્ક્રીમનો આનંદ માણવા ગયો હતો. તેના એક હાથમાં રમકડાની બંદૂક અને બીજા હાથમાં આઈસ્ક્રીમ હતી.
વધુ વાંચો: બ્રેક ફેલ થતાં પોલીસ બસ થઈ બેકાબૂ! એકનું મોત, લોકો જીવ બચાવીને ભાગ્યા, જુઓ CCTV
આ સમય દરમિયાન આઈસ્ક્રીમ વેચનાર ભાઈ તેને આઈસ્ક્રીમ આપીને ચીડવવાનું શરૂ કરે છે. જ્યારે બાળક તેના હાથમાંથી આઈસ્ક્રીમ ગાયબ થતી જુએ છે, ત્યારે તે એક ક્ષણ માટે ડરી જાય છે. જો કે, પછી તે ગુસ્સે થાય છે એનએ હાથમાં રહેલ રમકડાંની બંદૂક આઈસ્ક્રીમ વેચનારની સામે તાણી દે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
નિર્લજ્જતાની પરાકાષ્ઠા / પહેલા સૌરભ સાથે ખૂનની હોળી, પછી મર્ડર કરીને પ્રેમી સાથે રંગોની હોળી, મુસ્કાનનો જુઓ નવો વીડિયો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.