ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 09:06 PM, 3 January 2026
ADVERTISEMENT
વેનેઝુએલા પર યુએસ હુમલો લાઈવ: શનિવારે વહેલી સવારે વેનેઝુએલાની રાજધાની કારાકાસમાં અનેક શક્તિશાળી વિસ્ફોટો થયા. શહેરના વિવિધ વિસ્તારોમાં વિસ્ફોટોના અવાજો સંભળાયા, જેના કારણે ગભરાયેલા લોકો શેરીઓમાં દોડી આવ્યા. બાદમાં, એવું જાણવા મળ્યું કે વિસ્ફોટો વેનેઝુએલાના એક સ્થાનિક ગામમાં થયા હતા.યુએસ હુમલોરાષ્ટ્રપતિ મહેલની આસપાસ સાયરન વાગ્યું અને ટેન્કો ગોઠવી દેવામાં આવ્યા. પહેલો વિસ્ફોટ સ્થાનિક સમય મુજબ સવારે 1:50 વાગ્યે થયો. ઘણા વિસ્તારોમાં વીજળી બંધ થઈ ગઈ હતી. અને આકાશમાં વિમાનો જેવા અવાજો સંભળાયા હતા. કેટલાક વીડિયોમાં રાત્રિના અંધકારમાં ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા હતા. એવી અટકળો છે કે અમેરિકાએ આ હુમલો કર્યો છે.
ADVERTISEMENT

માદુરોની ધરપકડ બાદ વેનેઝુએલાના સંરક્ષણ પ્રધાને જાહેરાત કરી છે કે 'અમે ન તો શરણાગતિ સ્વીકારીશું કે ન તો વાટાઘાટો કરીશું. યુએસ હુમલા પછી સરકારમાં બાકી રહેલા સૌથી વરિષ્ઠ અધિકારી તરીકે ઉપરાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝ સરકારના રોજિંદા કામકાજ માટે જવાબદાર રહ્યા છે.
ADVERTISEMENT

અહેવાલો અનુસાર કારાકાસ દરિયાકાંઠાના વિસ્તારો અને હિગુએરોટ એરપોર્ટ નજીક વિસ્ફોટો સંભળાયા હતા. જોકે વેનેઝુએલા સરકાર દ્વારા કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી. આ ઘટનાઓ વચ્ચેઅમેરિકાએ વેનેઝુએલાના તમામ હવાઈ ક્ષેત્રને તેના વિમાનો માટે બંધ કરી દીધા છે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ટ્રમ્પના દાવા વચ્ચે વેનેઝુએલાના રાષ્ટ્રપતિની તસવીર વાયરલ! અને નિકોલસ માદુરો ચર્ચામાં
જ્યારે અમેરિકાએ વેનેઝુએલામાં ડ્રગ હેરફેર સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ કહ્યું હતું કે વેનેઝુએલા સામે જમીની કાર્યવાહીને નકારી શકાય નહીં. પરિણામે, કારાકાસમાં થયેલા વિસ્ફોટો ઘણા પ્રશ્નો ઉભા કરી રહ્યા છે. જ્યારે વિસ્ફોટોનું કારણ હાલમાં અસ્પષ્ટ છે. ત્યારે રાજધાનીમાં સુરક્ષા અને લશ્કરી પ્રવૃત્તિમાં વધારો થવાને કારણે પરિસ્થિતિ અત્યંત તંગ બની રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT