Vedic Peace Recitation At White House On National Prayer Day In America
કોરોના સામે જંગ /
સ્વામીનારાયણ મંદિરના પૂજારીએ વ્હાઇટ હાઉસમાં પવિત્ર વૈદિક શાંતિ પાઠ કર્યો
Team VTV05:47 PM, 08 May 20
| Updated: 06:32 PM, 08 May 20
અમેરિકામાં રાષ્ટ્રીય પ્રાર્થના દિવસના પ્રસંગે વ્હાઇટ હાઉસમાં એક હિંદૂ પૂજારીએ પવિત્ર વૈદિક શાંતિના પાઠ કરાવ્યા. આ શાંતિ પાઠ કોરોના વાયરસ વૈશ્વિક મહામારીથી પ્રભાવિત દરેક વ્યકિતના સ્વાસ્થ્ય, સુરક્ષા અને કુશળતા માટે કરવામાં આવ્યા હતા. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આમંત્રણ પર, ન્યૂ જર્સીના BAPS સ્વામીનારાયણ મંદિરના પૂજારીએ આ પ્રસંગે પ્રાર્થના કરી અને તેમની સાથે અન્ય ધર્મોના નેતાઓ પણ શામેલ થયા હતા.
હરીશ બ્રહ્મભટ્ટે કહ્યુ કે, કોરોના વાયરસના આ સંકટ કાળનાં સોશ્યલ ડિસ્ટન્સિંગ અને લોકડાઉનને કારણે લોકોનું શાંત ન હોવુ અને ચિતિંત હોવુ અસામાન્ય છે. શાંતિ પ્રાર્થના એવી પ્રાર્થના છે જે દુન્યવી સંપત્તિ, સફળતા અને ખ્યાતિ નથી શોધતી. તે સ્વર્ગની કોઈ ઇચ્છા માટેની પ્રાર્થના પણ નથી. તે શાંતિ માટેની એક સુંદર હિન્દુ પ્રાર્થના છે. તે યજુર્વેદમાંથી લેવામાં આવેલી વૈદિક પ્રાર્થના છે," તેમણે સંસ્કૃતમાં પ્રાર્થના કરતા પહેલા કહ્યું. ત્યારબાદ, તેમણે તેનું અંગ્રેજીમાં ભાષાંતર પણ કર્યું.
"પ્રાર્થના આકાશમાં પરિવર્તિત થાય છે તે શાંતિ છે. આકાશ અને પૃથ્વી પર શાંતિ રહે. પાણી પર શાંતિ રહે. વનસ્પતિઓ અને વૃક્ષો પર શાંતિ રહે. બધા પાકમાં શાંતિ રહે. બ્રહ્મા અને બધા પર શાંતિ રહે. અને કદાચ આપણે તે શાંતિનો અહેસાસ કરીએ. ઓમ શાંતિ, શાંતિ, શાંતિ, "
ઉલ્લેખનીય છે કે, આ પ્રાર્થના પૂરી થાય પછી અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ટ ટ્રમ્પે હરીશ બ્રહ્મભટ્ટનો આભાર માન્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પે આગળ કહ્યુ કે, અમેરિકા એક ખૂબ જ ભયંકર રોગ સામે યુદ્ધમાં વ્યસ્ત છે.પ્રાર્થનાની શક્તિ અને ભગવાનની અનંત મહિનામાં આસ્થા રાખુ છું. હું તમામ અમેરિકનને આગ્રહપૂર્વક વિનંતી કરુ છું. તેઓ દિલથી પ્રાર્થના કરે.''
ફર્સ્ટ લેડી મેલેનિયાએ મહામારીમાં જીવ ગુમાવનારના પરિવારજનો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર, આ પહેલી વખત છે જે ન્યૂજર્સીમાં સ્વામીનારાયણ મંદિરના કોઇ ધર્મગુરુ પ્રાર્થના દિવસ પર વ્હાઇટ હાઉસમાં આયોજિત કાર્યક્રમમાં શામેલ થયા હતા.