ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / તમારા કામનું / Vastu Tips : આવી ભૂલ ક્યારેય ન કરતા, નહીંતર થઈ જશો કંગાળ!

તમારા કામનું / Vastu Tips : આવી ભૂલ ક્યારેય ન કરતા, નહીંતર થઈ જશો કંગાળ!

Published By: Jinal Chauhan

Last Updated: 01:32 PM, 9 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાસ્તુ શાસ્ત્રમાં ઘણા એવા નિયમો છેને જેને ધ્યાનમાં રાખવા જરૂરી છે. વાસ્તુ સિદ્ધાંતોનું પાલન ન કરવાથી વાસ્તુ દોષો થઈ શકે છે. વાસ્તુ દોષ ઘરમાં આર્થિક તંગી અને ગરીબી તરફ દોરી શકે છે. તો ચાલો વાસ્તુના નિયમો વિશે વધુ જાણીએ.

ADVERTISEMENT

વ્યક્તિના જીવનમાં વાસ્તુશાસ્ત્ર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં અનેક ઉપાયો સૂચવવામાં આવ્યા છે, જેનું પાલન કરવાથી જીવનમાં ખુશીઓ આવે છે.વાસ્તુશાસ્ત્રના અમુક નિયમો છે જેનું પાલન કરવું જોઈએ. તેમ ન કરવાથી વાસ્તુ દોષો થઈ શકે છે. વાસ્તુ દોષોને કારણે ઘરમાં પૈસાની તંગી અને ગરીબી આવી શકે છે. તો ચાલો જાણીએ તે વાસ્તુ નિયમો વિશે જેનું હંમેશા પાલન કરવું જોઈએ.

ઘરને ચોખ્ખુ રાખો

હંમેશા તમારા ઘરને સ્વચ્છ રાખો કારણ કે દેવી લક્ષ્મી ક્યારેય ગંદી જગ્યાએ નિવાસ કરતા નથી.ગંદા ઘરો આર્થિક નુકસાનનો ભોગ બને છે. જેથી તમારા ઘરને સ્વચ્છ રાખવું મહત્વપૂર્ણ છે. ઘરમાં કચરો ન રાખશો.

પૈસા રાખવાની જગ્યા સ્વચ્છ રાખો

વાસ્તુ શાસ્ત્રમાં જણાવાયું છે કે જ્યાં પૈસા રાખો છે તે જગ્યા હંમેશા સાફ રાખવી જોઈએ. નકામા બિલ અને નકામા કાગળો ત્યાં ન રાખવા જોઈએ.

money-simple

નળમાં ટપકતું પાણી

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, તમારા ઘરમાં નળમાં ટપકતું પાણી આર્થિક નુકસાનનું મોટું કારણ બની શકે છે. ટપકતા નળનું તાત્કાલિક સમારકામ કરાવવું જોઈએ. કારણ કે વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે નળમાંથી પાણી ટપકવું તે ગરીબી તરફ દોરી જાય છે.

tap-water-droping

સાવરણી પર પગ ન મુકો

ધાર્મિક માન્યતાઓ અનુસાર સાવરણીને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. સાવરણીને એવી જગ્યાએ ન મૂકવી જોઈએ જ્યાં તેના પર પગ મુકી શકાય. સાંજ પડ્યા પછી ક્યારેય ઝાડુ ન લગાવો. સાવરણી હંમેશા પશ્ચિમ તરફ મુખ રાખીને રાખવી જોઈએ.

vtv app promotion

આ પણ વાંચોઃ વાસ્તુશાસ્ત્ર મૂજબ આ દિશામાં રાખો તિજોરી, તમારા ઘરમાં ક્યારેય નહીં ખૂટે રૂપિયા!

ઘરનો મુખ્ય દરવાજો

ઘરનો મુખ્ય દરવાજો હંમેશા સ્વચ્છ હોવો જોઈએ.તે ક્યારેય તૂટેલો ન રાખશો.કારણ કે દેવી લક્ષ્મી મુખ્ય દરવાજા દ્વારા ઘરમાં પ્રવેશ કરે છે. તેથી, ઘરનો મુખ્ય દરવાજો હંમેશા સારી સ્થિતિમાં હોવો જોઈએ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vastu tips Vastu mistakes home Vastu tips

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ