બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
વાસ્તુશાસ્ત્રમાં ઘરની લગભગ દરેક વસ્તુ માટે કોઇને કોઇ નિયમો બનાવવામાં આવ્યા છે, જેનું પાલન કરવાથી નકારાત્મક શક્તિઓથી છૂટકારો મેળવી શકાય છે અને ઘરના સભ્યોમાં સકારાત્મક શક્તિનો સંચાર થાય છે. સાથે-સાથે ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિમાં વધારો થાય છે.
ઘરનું બાથરૂમ ભલે સામાન્ય જ હોય, પરંતુ તેનાથી ઘણા વાસ્તુદોષ ઊભા થઈ શકે છે, જે વ્યક્તિન અજીવન પર શુભ-અશુભ પ્રભાવ પાડી શકે છે. માટે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઇએ.
ADVERTISEMENT

બાથરૂમ ઘરનો મહત્વનો ભાગ છે. તેનો સીધો સંબંધ આર્થિક પરિસ્થિતિ સાથે રહે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર બાથરૂમમાં વાદળી રંગની ડોલ રાખવાથી સુખ-શાંતિ અને સમૃદ્ધિમાં વધારો થાય છે. આમ કરવાથી ઘરમાં ધનનું આગમન થતું રહે છે.
ADVERTISEMENT
બાથરૂમના દરવાજાની બરાબર સામે દર્પણ ન લગાવવું જોઇએ, તેનાથી અશુભ પ્રભાવ પડે છે. જ્યારે પણ બાથરૂમનો દરવાજો ખોલો ત્યારે ઘરની નકારાત્મક ઉર્જા દર્પણ સાથે ટકરાઇને પાછી ઘરમાં ચાલી જાય છે. ઘણા લોકો બાથરૂમનો દરવાજો ખોલ્યા બાદ દરવાજો ખૂલ્લો જ છોડી દે છે. જે અશુભ ગણાય છે. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો વધારો થાય છે.
જો તમારા બેડરૂમમાં બાથરૂમ કે શૌચાલય હોય તો તેનો દરવાજો હંમેશાં બંધ રાખવો. વાસ્તુશાસ્ત્ર અનુસાર, બેડરૂમ અને બાથરૂમ બંને જગ્યાની ઉર્જા અલગ-અલગ હોય છે અને તેમની ઉર્જા એકબીજા સાથે ટકરાવી ન જોઇએ. તેનાથી ઘરના સભ્યોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.