ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વલસાડના MLA અનંત પટેલે આ શું કર્યું! સાંસદ ધવલ પટેલના આરોપથી રાજનીતિનો પારો હાઈ

રાજકારણ / વલસાડના MLA અનંત પટેલે આ શું કર્યું! સાંસદ ધવલ પટેલના આરોપથી રાજનીતિનો પારો હાઈ

Last Updated: 03:16 PM, 10 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટને લઈનો રાજકારણ ગરમાયું છે. ભાજપનાં સાંસદે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા.

ADVERTISEMENT

તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ અંગે રાજકારણ ગરમાયું છે. વલસાડના સાંસદ ધવલ પટેલે કોંગ્રે પર પ્રહાર કર્યા હતા. તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટને લઈને ધારાસભ્ય અનંત પટેલ પર નિશાન સાધ્યું હતું. સાંસદ ધવલ પટેલે જણાવ્યું હતું કે, આદિવાસી સમાજના તથા કથિત નેતાઓ સમાજને ઉશ્કેરી રહ્યા છે. કોંગ્રેસ જૂનો DPR બતાવી લોકોને ભરમાવે છે. આ પ્રોજેક્ટ માટે કેન્દ્ર કે રાજ્ય સરકામાંથી ફંડિંગ થયું નથી. આગામી ચૂંટણીને લઈને કોંગ્રેસી નેતાઓ ગતકડા કરી રહ્યા છે.

કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે ફરીએકવાર મુદ્દો ઉઠાવ્યો

ડાંગમાં આદિવાસી દિવસના દિવસે તાપી નર્મદા લિંકનો મુદ્દો ઉઠ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે ફરી એકવાર મુદ્દો ઉઠાવ્યો છે. તેમજ તા. 14 ઓગસ્ટના રોજ ધરમપુર ખાતે આંદોલનની જાહેરાત કરી છે. પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ મામલે અનંત પટેલે આંદોલન કરી જાહેરાત કરી હતી. આંદોલનની જાહેરાત કરતા ડાંગના ધારાસભ્ય વિજય પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ડેમનો મુદ્દો ચગાવવામાં આવે છે. 2022 માં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલે કહ્યું છે.

આ પણ વાંચોઃ રાજકોટમાં ભવ્ય લોકમેળાની તૈયારી, મંજૂરી વગર સંચાલકોએ રાઈડ્સ શરુઆત કરી

સી.આર.પાટીલના કોંગ્રેસ પર આકરા પ્રહાર

પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ અંગે રાજકારણ ગરમાયું છે. કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલના કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા ન હોવાથી લોકોને ગુમરાહ કરે છે. આદિવાસીઓના હિતને નુકસાન થાય એવું અમે ક્યારેય કરવાના નથી. બીજી તરફ કોંગ્રેસે શ્વેત પત્ર જાહેર કરવાની માંગ કરી છે. અનંત પટેલે પ્રોજેક્ટ સ્થગિત કરાયો હોય તો શ્વેત પત્ર જાહેર કરો. શ્વેત પત્ર જાહેર ન થાય તો 14 ઓગસ્ટથી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Tapi Narmada River Link Project Anant Patel MLA Dhaval Patel MP
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ