ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટમાં ભવ્ય લોકમેળાની તૈયારી, મંજૂરી વગર સંચાલકોએ રાઈડ્સ શરુઆત કરી

શૌર્યનું સિંદૂર / રાજકોટમાં ભવ્ય લોકમેળાની તૈયારી, મંજૂરી વગર સંચાલકોએ રાઈડ્સ શરુઆત કરી

Last Updated: 02:28 PM, 10 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ લોકમેળાની તડામાર તૈયારીઓ શરૂ થઈ જવા પામી છે. સંચાલકો વિવિધ રાઈડ્સ લગાવી રહ્યા છે. રાઈડ્સ સંચાલકોએ હજુ મંજૂરી મેળવી નથી.

ADVERTISEMENT

રાજકોટમાં SOPના કડક અમલ વચ્ચે લોકમેળાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રાઈડ્સ માટે મંજૂરી લીધા વગર સંચાલકોએ રાઈડ્સ લગાવવાની શરૂઆત કરી દીધી છે. લાઈસન્સની મૂંઝવણ વચ્ચે રાઈડ્સ સંચાલકોએ તૈયારીઓને શરૂ કરી દીધી છે. જેમાં મોતના કુવા, નાની-મોટી ચકડોળ, બ્રેક ડાન્સ સહિતની વિવિધ રાઇડ્સ ઉભી કરવાનું શરૂ કર્યું છે. જો કે, મેળાને શરૂ થવામાં ગણતરીના દિવસો બાકી છે, ત્યારે રાઈડ્સની મંજૂરી લેવા માટે સંચાલકોએ તંત્ર પાસે એસઓપી મુજબના દસ્તાવેજો જમા નથી કરાવ્યા. રાજ્ય બહારથી આવેલા રાઈડ્સ સંચાલકો હજું પણ મૂંઝવણમાં મુકાયા છે.

લોકમેળાનું ‘શૌર્યનું સિંદૂર’ નામ આપવામાં આવ્યું

વીટીવી ન્યૂઝે વાત કરતા સંચાલકોએ જણાવ્યું કે, છેલ્લા ત્રણ વર્ષથી SOPને લઈને અમે મુશ્કેલીમાં મુકાયા છીએ. તો સંચાલકે એમ પણ કહ્યું કે, રાજ્ય સરકારે જે પણ ડોક્યુમેન્ટ માંગ્યા છે. તે અમે જમા કરાવીશુ. 14 ઓગસ્ટથી 5 દિવસ સુધી ચાલનારા લોકમેળાનું ‘શૌર્યનું સિંદૂર’ નામ આપવામાં આવ્યું છે.

રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ પર 14 થી 18 ઓગસ્ટ એમ પાંચ દિવસ સુધી લોકમેળો યોજાશે. જિલ્લા કલેક્ટર ઓમપ્રકાશ દ્વારા આ અંગે માહિતી પુરી પાડવામાં આવી હતી. મેળાને લઇને તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. લોકમેળામાં અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમોનુ આયોજન કરાયું છે. જેમાં ક્લાસિકલ ડાન્સ અને ફોક ડાન્સ બન્ને જોવા મળશે.સૌરાષ્ટ્રના ઉભરતા કલાકારોને લોકમેળામાં આમંત્રણ આપવામાં આવ્યું છે.

લોકમેળા માટે કુલ 10 નામોને શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યા છે.. આજે સાંજ સુધીમાં લોકમેળાનું નામ જાહેર કરી દેવાશે.મેળામાં સુરક્ષાનો કડક બંદોબસ્ત રહેશે. મેળાના સ્થળે પાંચ મોટા પોલીસ ટાવરો ઉભા કરવામાં આવશે જ્યાંથી સમગ્ર મેળા પર નજર રાખી શકાશે. આ ઉપરાંત, સુરક્ષા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે.

આ પણ વાંચોઃ લાંબા વિરામ બાદ ગુજરાતમાં ધોધમાર વરસાદ, સાતમ-આઠમ પહેલાં ખેડૂતો ખુશખુશાલ

આ લોકમેળો માત્ર મનોરંજન અને ખરીદી માટેનું સ્થળ નથી પરંતુ તે સૌરાષ્ટ્રના લોકો માટે સામાજિક અને સાંસ્કૃતિક તહેવાર સમાન છે. આ મેળામાં ગ્રામીણ અને શહેરી સંસ્કૃતિનું અનોખું મિશ્રણ જોવા મળે છે. મેળાનું નામ જાહેર થયા બાદ લોકમેળાની તૈયારીઓ વધુ વેગ પકડશે અને રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓ લોકમેળાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rajkot Lok Mela Rajkot Lok Mela 2025 Rajkot News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ