ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / વડોદરાની હયાત હોટલમાં બ્રાહ્મણ ગ્રાહકને માંસાહારી ભોજન પીરસાયું, મચ્યો મોટો હોબાળો

વિવાદ / વડોદરાની હયાત હોટલમાં બ્રાહ્મણ ગ્રાહકને માંસાહારી ભોજન પીરસાયું, મચ્યો મોટો હોબાળો

Last Updated: 01:29 PM, 11 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં નિલાંબર સર્કલ પાસે આવેલી પ્રખ્યાત હોટેલ હયાત પેલેસની ઝિંગ રેસ્ટોરન્ટમાં બ્રાહ્મણ ગ્રાહક પિતા અને દીકરાને કડવો અનુભવ થયો છે

ADVERTISEMENT

વડોદરા શહેરની જાણીતી હોટલમાં દિલ્લીથી આવેલા એક બ્રાહ્મણ પરિવારમાં ધર્મને લઈને ગંભીર દુઃખદ ઘટના બની છે. પરિવારના જણાવ્યા મુજબ હોટલમાં ઓર્ડર આપતી વખતે તેમણે સ્પષ્ટપણે શાકાહારી ભોજનની માંગણી કરી હતી. તેમ છતાં, સ્ટાફે તેમને ભૂલથી માંસાહારી ભોજન પીરસ્યું.

ઘટના અંગે પીડિત ગ્રાહકે જણાવ્યું કે તેઓ જમવાનું શરૂ કર્યું હતું. ત્યારે અચાનક શંકા જતા ભોજન તપાસાવ્યું અને ત્યારબાદ જાણ થયું કે તે નોનવેજ ખોરાક છે. આ ઘટનાથી ગ્રાહકના ધર્મભાવનાઓને ભારે ઠેસ પહોંચી હતી. તેમના કહેવા મુજબ કુકે પોતાની ભૂલ હોવાનું માન્યું છે.

ઘટનાથી ભાવનાત્મક રીતે ઘવાયેલા બ્રાહ્મણ પિતા અને દીકરો હોટલના વ્યવહારથી વધુ દુઃખી બન્યા. પીડિત પરિવારના આક્ષેપ મુજબ હોટલ સંચાલકે વાતને ગંભીરતાથી નહીં લેતાં ઉદ્ધતાઈથી વર્તન કર્યું હતું.

આ પણ વાંચોઃ કચ્છના દરિયા કિનારે એવી વસ્તુ તણાઈને આવી કે કોસ્ટગાર્ડ-પોલીસ દોડતી થઈ, ભારે કૌતુક સર્જાયું

આ ઘટનાને લઇ પીડિત પરિવાર દ્વારા ગોત્રી પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી કરવામાં આવી છે. પોલીસ દ્વારા ફરિયાદનો અભ્યાસ કરીને આગળની કાર્યવાહી હાથ ધરાશે તેવી સંભાવના છે. શહેરના શાકાહારી અને ધર્મનિષ્ઠ વતનીઓમાં પણ આ ઘટના અંગે અસંતોષનો માહોલ જોવા મળ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Brahmin Customer Vadodara Hyatt Hotel vadodra news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ