ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / કચ્છના દરિયા કિનારે એવી વસ્તુ તણાઈને આવી કે કોસ્ટગાર્ડ-પોલીસ દોડતી થઈ, ભારે કૌતુક સર્જાયું

ગુજરાત / કચ્છના દરિયા કિનારે એવી વસ્તુ તણાઈને આવી કે કોસ્ટગાર્ડ-પોલીસ દોડતી થઈ, ભારે કૌતુક સર્જાયું

Published By: Jay Bhatt

Last Updated: 08:21 AM, 11 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કચ્છમાં ડ્રગ્સની હેરફેર એક ગંભીર સમસ્યા બની ગઈ છે, અને તેને રોકવા માટે જાણે એક પડકાર બની ગયો છે, ત્યારે હવે કચ્છના દરિયાકાંઠે એક એવી વસ્તું તણાઈને આવી છે કે જેને લઈને તંત્ર અને પોલીસની ઊંઘ હરામ કરી દીધી છે.

ADVERTISEMENT

Gujarat: ગુજરાતના પશ્ચિમ વિસ્તારમાં આવેલા કચ્છનો દરિયાકાંઠો છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સ અને ગાંજાની હેરાફેરી માટે ચર્ચાના કેન્દ્રમાં છે તેમજ થોડા મહિનાઓ પહેલા જ ખાવડા નજીક શંકાસ્પદ ડ્રોન પણ જોવા મળ્યું હતું. ત્યારે હવે ફરી એક વખત દરિયાકિનારે એવી વસ્તું તણાઈને આવી કે કોસ્ટગાર્ડ, પોલીસ સહિતની ટીમે દોડતી થઈ હતી.

કચ્છના દરિયાકિનારે કન્ટેનર તણાઈને આવ્યા

કચ્છના અબડાસા નજીકના સૈયદ સુલેમાનપીર અને સુથરીના દરિયાકિનારે કુલ ત્રણ કન્ટેનર તણાઈને આવ્યાં છે. આ કન્ટેનરમાં ગેસ અથવા કેમિકલ હોવાનું અનુમાન છે. કોસ્ટગાર્ડ અને પોલીસ સહિતની એજન્સીઓએ આ કન્ટેનર અંગે વધુ તપાસ હાથ ધરી છે.

vtv app add

કોઠારા પોલીસ ઇન્ચાર્જ શું કહ્યું ?

કચ્છના દરિયાકાંઠે બિન વારસી સિલિન્ડર કન્ટેનર તરતા મળી આવ્યા છે. VTV DIGITAL સાથે વાતચીત કરતા કોઠારા પોલીસ ઇન્ચાર્જ PI વી એમ ઝાલાએ જણાવ્યું કે, 'કચ્છના સુથરી દરિયાકાંઠે એક અને જખૌ નજીક અન્ય 2 એમ કુલ 3 કન્ટેનર મળી આવ્યા છે હાલ દરિયો રફ હોવાને પગલે કન્ટેનર સુધી પહોંચી નથી શકાયું.પશ્વિમ કચ્છ પોલીસ દ્વારા કોસ્ટગાર્ડ ને જાણ કરવામાં આવી છે દરિયામાં પાણી વધારે હોવાથી કન્ટેનરને બહાર કાઢવામાં મુશ્કેલી પડી રહી છે'.

આ પણ વાંચોઃ વિરોધનો આવો કેવો ડર? ગુજરાતની જાણીતી યુનિવર્સિટીમાં શૈક્ષણિક કાર્ય બે દિવસ બંધ, કારણમાં કઇંક કાળું

થોડા સમય પહેલા ભરુચમાં કન્ટેનર તણાઈને આવ્યું હતું

નોંધનીય છે કે, ગુજરાતના દરિયા કિનારે થોડા સમયથી કન્ટેનર તણાઈને આવ્યા હોવાની અનેક ઘટનાઓ સામે આવી છે. જેમાં થોડા સમય પહેલા જ ભરૂચ જિલ્લાના કતપોર ગામના દરિયા કિનારે એક મોટું કન્ટેનર તણાઈને આવતું દેખાતા લોકોએ પોલીસને જાણ કરી હતી. ત્યારે હવે કચ્છના દરિયા કિનારે 3 કન્ટેનર તણાઇને આવ્યા હોવાથી દરિયા વિસ્તારની સુરક્ષાને લઈને પણ એક મોટો સવાલ ઉભો થયો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Kutch Containers Found on the Coast

Published by

Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ