બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / વિરોધનો આવો કેવો ડર? ગુજરાતની જાણીતી યુનિવર્સિટીમાં શૈક્ષણિક કાર્ય બે દિવસ બંધ, કારણમાં કઇંક કાળું
Last Updated: 11:06 PM, 10 August 2025
ગુજરાત યુનિવર્સિટીએ 11 અને 12 ઓગસ્ટના રોજ શૈક્ષણિક કામગીરી બંધ રાખવાનો નિર્ણય લેતા વિવાદ શરૂ થયો છે. યુનિવર્સિટી દ્વારા જારી કરાયેલા પરિપત્રમાં વિદ્યાર્થીઓને રજા જાહેર કરવામાં આવી છે. આ રજાના પરિપત્રને લઈને અનેક તર્કવિતર્ક ઉભા થયા છે.
ADVERTISEMENT

વિશેષ વાત એ છે કે છેલ્લા કેટલાક દિવસોથી યુનિવર્સિટીના એક સિન્ડિકેટ સભ્યને લઈને વિવાદ ચાલે છે. આ સભ્ય વિરુદ્ધ NSUI દ્વારા આંદોલન પણ ચલાવવામાં આવી રહ્યું છે. આંદોલન દરમિયાન NSUIએ આક્ષેપ કર્યો છે કે સિન્ડિકેટ સભ્યએ નાણાકીય માંગણી કરી હતી, જેને લઈને ગંભીર વિરોધ પણ નોંધાયો છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ રાજકોટમાં યુવકને ભૂલથી મળ્યું મોત! ઉંદર મારવાની દવા કારણે ડરામણો બનાવ, તમે ચેતજો
યુનિવર્સિટી તરફથી જાહેર કરાયેલી આ રજાને લઈને એવી ચર્ચાઓ ઉઠી રહી છે કે પદવીદાન સમારંભ દરમિયાન કોઈ મોટા વિરોધ કે ધાંધિયા ન થાય તે માટે આ રજા અપાઈ હોય શકે છે. કેટલાક વલણોનું માનવું છે કે આ નિર્ણય વિવાદિત સિન્ડિકેટ સભ્યને બચાવવા માટે લેવાયો છે.
ADVERTISEMENT
વિદ્યાર્થીઓ અને શિક્ષકવર્ગમાં પણ આ મુદ્દે મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. ઘણા વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી તરફથી સ્પષ્ટતા ન મળતા અસંતોષ વ્યક્ત કર્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.