ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટમાં યુવકને ભૂલથી મળ્યું મોત! ઉંદર મારવાની દવા કારણે ડરામણો બનાવ, તમે ચેતજો

જીવલેણ ભૂલ / રાજકોટમાં યુવકને ભૂલથી મળ્યું મોત! ઉંદર મારવાની દવા કારણે ડરામણો બનાવ, તમે ચેતજો

Last Updated: 08:13 PM, 10 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમની સ્થિતિ ગંભીર જણાઈ આવતા તેમને સરકારી હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી. પરંતુ દુર્ભાગ્યવશ, હોસ્પિટલ પહોંચતાં પહેલા જ પ્રકાશ સોલંકીનું અવસાન થયું હતું

ADVERTISEMENT

રાજકોટ જિલ્લાના ધોરાજી નજીક આવેલા મોટી મારડ ગામે એક દુખદ ઘટના સર્જાઈ છે, જેમાં એક યુવક ભુલથી ઉંદર મારવાની દવા પી જતાં તેનું મોત નીપજ્યું. મૃતક યુવકની ઓળખ પ્રકાશ સોલંકી તરીકે થઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર,ઘરમાં પડેલી ઉંદર મારવા માટે ઝેરી દવા યુવક ભૂલથી પી ગયો હતો.પરિવારજનોના કહેવા મુજબ, પ્રકાશે દવા કોઈ બીજું પદાર્થ સમજીને ભૂલથી સેવન કરી લીધી હતી. દવા પીધા બાદ તુરંત જ તેમના સ્વાસ્થ્યમાં બગાડ જોવા મળ્યો અને પરિવારજનોએ વિલંબ કર્યા વગર તેમને ધોરાજીની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમની સ્થિતિ ગંભીર જણાઈ આવતા તેમને સરકારી હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી. પરંતુ દુર્ભાગ્યવશ, હોસ્પિટલ પહોંચતાં પહેલા જ પ્રકાશ સોલંકીનું અવસાન થયું હતું.

આ પણ વાંચોઃ 'પત્નીના કપડા ખેંચીને અભદ્ર વર્તન કર્યું..', અમદાવાદમાં લુખ્ખાઓએ પરિવાર પર કર્યો ઘાતકી હુમલો, વાત નહીં જેવી

આ ઘટનાને લઈ સ્થાનિક પરિવારમાં શોકની લાગણી છવાઈ છે. યુવાનના અચાનક અવસાનથી ગામમાં પણ શોકનો માહોલ જોવા મળ્યો છે. પોલીસ વિભાગે ઘટનાની જાણકારી મેળવી વધુ તપાસ શરૂ કરી છે અને દવા ક્યાંથી લવાઈ, તેનો ઉપયોગ કેવી રીતે થયો, તેની વિગતો મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે.

આ ઘટના લોકોને ઝેરી દવાઓની હાનિકારકતાની વધુ એક વાર ચેતવણી આપે છે અને આવી વસ્તુઓનું સાચવણ કઈ હદે મહત્વપૂર્ણ છે તે સ્પષ્ટ કરે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rat Poison Consumption Youth Death Accidental Poisoning
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ