ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 'પત્નીના કપડા ખેંચીને અભદ્ર વર્તન કર્યું..', અમદાવાદમાં લુખ્ખાઓએ પરિવાર પર કર્યો ઘાતકી હુમલો, વાત નહીં જેવી
Last Updated: 07:02 PM, 10 August 2025
ADVERTISEMENT
અમદાવાદ શહેરમાં ગુનાખોરી અને લુખ્ખાગીરીના બનાવો દિવસે દિવસે વધી રહ્યાં છે. તાજેતરમાં રક્ષાબંધનના તહેવારની આગલી રાત્રે નિકોલ વિસ્તારમાં એક ગંભીર ઘટના સામે આવી છે. જયાં ખરીદી માટે પરિવાર સાથે નીકળેલા એક વ્યક્તિ પર લુખ્ખા તત્વોએ હુમલો કર્યો અને આસપાસના લોકોમાં પણ ભય ફેલાવ્યો
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ, કલ્પેશ બ્રહ્મભટ્ટ પોતાનાં પરિવાર સાથે રક્ષાબંધનની ખરીદી કરવા માટે ગાડી લઈને બહાર નીકળ્યા હતા. દરમિયાન નિકોલ ચાર રસ્તા પાસે તેમની ગાડીથી એક એક્ટિવાને સામાન્ય ટક્કર વાગી ગઇ હતી.. ટક્કર બાદ કલ્પેશભાઈએ સ્થળ પર માફી પણ માંગી હતી.પરંતુ એ પછી એક્ટિવાની પાછળ આવી લુખ્ખાઓ ગાડીનો પીછો કરવા લાગ્યા અને થોડા સમયમાં તેમની સંખ્યા પણ વધી ગઈ. એ તમામે ગાડી રોકી દીધી અને તેના કાચ તોડવાનો પ્રયાસ કર્યો. વધુમાં, ગાડીમાં બેસેલી મહિલાની ઈજ્જત પર હાથ નાખવાની કોશિશ પણ કરાઈ, અને કપડા ફાડવાના પ્રયાસો થયા. સાથે જ ગાડીમાં બેસેલા બાળકો ભયભીત થઈ ગયા હતા.
આ પણ વાંચોઃ ચાલક ચા પીવા ગયો અને પાર્ક કરેલી પીકઅપે મુસાફરોને લીધા અડફેટે, આખરે બન્યું શું? થયો ખુલાસો
ADVERTISEMENT
હાલમાં નિકોલ પોલીસ મથકે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટનાને લઈ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકો આવા લુખ્ખા તત્વો સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યાં છે.
સંકળાયેલા મુદ્દાઓ