ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ચાલક ચા પીવા ગયો અને પાર્ક કરેલી પીકઅપે મુસાફરોને લીધા અડફેટે, આખરે બન્યું શું? થયો ખુલાસો
Last Updated: 07:49 PM, 10 August 2025
ADVERTISEMENT
નાના બાળકોને એકલા વાહનમાં બેસાડવા કેટલી મોટી મુસિબત નોતરી શકે, તેનો વધુ એક દાખલો વલસાડમાં સામે આવ્યો છે. જ્યાં વલસાડના એસ.ટી. ડેપોમાં પાર્ક કરેલો ટેમ્પોમાં અંદર બેસેલા બાળકે હેન્ડ બ્રેક ઉતારી દેતા પાર્ક કરેલો ટેમ્પો ચાલવા લાગ્યો અને મુસાફરો વચ્ચે ધસી આવ્યો. પ્લેટફોર્મ નંબર 1 પર અથડાય છે.
ADVERTISEMENT
બાળકોને એકલા વાહનમાં બેસાડવાથી મોટી મુસીબત નોતરી શકે
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 10, 2025
(વલસાડના એસ.ટી. ડેપોમાં પાર્ક કરેલો ટેમ્પોમાં અંદર બેસેલા બાળકે હેન્ડ બ્રેક ઉતારી દેતા પાર્ક કરેલો ટેમ્પો ચાલવા લાગ્યો અને મુસાફરો વચ્ચે ધસી આવ્યો, પ્લેટફોર્મ નંબર 1 પર ઉભેલા મુસાફરો અડફેટે આવ્યા, એક મુસાફરને ઈજા થતાં સારવાર… pic.twitter.com/AGKAntsd9S
હકીકતમાં વલસાડના એસ.ટી. ડેપોમાં પાર્ક કરેલા ટેમ્પોની અંદર એક બાળક બેઠું હતું, તેને રમત-રમતમાં હેન્ડ બ્રેક ઉતારી દીધી જેના કારણે પાર્ક કરેલો ટેમ્પો રગાડવા રગાડવા લાગે છે અને પ્લેટફોર્મ નંબર 1 પર મુસાફરોની વચ્ચે અથડાઇ જાય છે. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ.
ADVERTISEMENT

વધુ વાંચો: 'પોલીસની રહેમ નજર હેઠળ જુગારની ક્લબો ચાલી રહી છે' માણાવદરના ધારાસભ્યનો ગંભીર આરોપ
ADVERTISEMENT
આ ઘટનામાં પ્લેટફોર્મ નંબર 1 પર ઉભેલા મુસાફરો અડફેટે આવ્યા એક મુસાફરને ઈજા થતાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર, ટેમ્પો ચાલક ટેમ્પોને પાર્ક કરીને ચા પીવા ગયો હતો ત્યારે અકસ્માતની આ ઘટના બની ગઈ. ચાલકે ઢાળ પર ટેમ્પો પાર્ક કર્યો હતો એટલે અચાનક ચાલવા લાગ્યો હતો અને મુસાફસો વચ્ચે ધસી આવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો