ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'પોલીસની રહેમ નજર હેઠળ જુગારની ક્લબો ચાલી રહી છે' માણાવદરના ધારાસભ્યનો ગંભીર આરોપ

જૂનાગઢ / 'પોલીસની રહેમ નજર હેઠળ જુગારની ક્લબો ચાલી રહી છે' માણાવદરના ધારાસભ્યનો ગંભીર આરોપ

Last Updated: 03:37 PM, 10 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જૂનાગઢ માણાવદરના ધારાસભ્યએ જુગારની ક્લબોને લઈ પોલીસ પર આક્ષેપ કર્યા છે. ધારાસભ્યના આક્ષેપ પર પોલીસ દ્વારા સ્પષ્ટતા કરી હતી.

ADVERTISEMENT

જૂનાગઢના માણાવદરના ધારાસભ્યએ પોલીસ પર ગંભીર આક્ષેપ લગાવ્યા હતા. તેમનો આક્ષેપ હતો કે પોલીસની રહેમ નજર હેઠળ નગરમાં હરતી ફરતી જુગારની ક્લબો ચાલી રહી છે. આ આક્ષેપ સાથે તેઓ પોલીસ સ્ટેશન સામે જ ધરણાં પર બેસી ગયા હતા. જો કે આ મામલે DySP દિનેશ કોડિયાતરે પોતાની પ્રતિક્રિયામાં સ્પષ્ટતા આપી હતી. તેમણે કહ્યું કે આરોપીઓએ ધારાસભ્યને ગેરમાર્ગે દોર્યા છે. પોલીસની છબી ખરડાઈ તે માટે ગેરમાર્ગે દોર્યા હતા. પોલીસના ખુલાસા બાદ ધારાસભ્યએ પણ ફરી સ્પષ્ટતા કરી હતી.

પોલીસની છબી ખરડાય તે માટે ગેરમાર્ગે દોર્યા : DySP

જૂનાગઢમાં ધારાસભ્ય અરવિંદ લાડાણીના પોલીસ પર આક્ષેપને લઈ પોલીસ દ્વારા પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, DySP એ જણાવ્યું હતું કે, ધારાસભ્યને આરોપીઓએ ગેરમાર્ગે દોર્યા છે. બાટવા પોલીસ ગઈકાલે જુગારના અડ્ડા પર રેડ કરી હતી. પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી હતી. 12 આરોપીઓ ફરાર થયા હતા.

આ પણ વાંચોઃ વલસાડના MLA અનંત પટેલે આ શું કર્યું! સાંસદ ધવલ પટેલના આરોપથી રાજનીતિનો પારો હાઈ

બાંટવા પોલીસ પર ગંભીર આક્ષેપ લગાવ્યા

જૂનાગઢના માણાવદરના ધારાસભ્યએ બાંટવા પોલીસ પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે. તેમનો આક્ષેપ છે કે પોલીસની રહેમ નજર હેઠળ નગરમાં હરતી ફરતી જુગારની ક્લબો ચાલી રહી છે. આ આક્ષેપ સાથે તેઓ પોલીસ સ્ટેશન સામે જ પોતાના સમર્થકો સાથે ધરણાં પર બેસી ગયા. ધારાસભ્ય અરવિંદ લાડાણીનો આક્ષેપ છે કે જે હરતી ફરતી જુગારની ક્લબો ચાલે છે તેના માટે પોલીસ હપ્તા લે છે. એક દિવસના 80 હજાર રૂપિયાનો હપ્તો પોલીસ લેતી હોવાનો તેમનો આક્ષેપ છે. હપ્તા મળતા હોવાથી પોલીસ કાર્યવાહી નથી કરતી. સામાન્ય નાગરિકો વિરુદ્ધ કેસ કરતી પોલીસ આ કલબ ચલાવનારાઓને કેમ નથી પકડતી? તેવો સવાલ ધારાસભ્ય અને અન્ય સ્થાનિકો કરી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Junagadh News Police Response MLA Arvind Ladani
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ