બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / વડોદરા / Vadodara District Education Committee Alleged Corruption in Expenditure of Answer Book, Question Paper for Primary School

આરોપ / ભ્રષ્ટાચાર...ભ્રષ્ટાચાર..ભ્રષ્ટાચાર..દર વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી પણ ખર્ચ બમણો, ગુજરાતના શિક્ષણ સમિતિમાં હડકંપ

Dinesh

Last Updated: 08:46 PM, 8 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

vadodara news: વડોદરામાં જિલ્લા પંચાયતના સભ્ય અને કોંગ્રેસ નેતા અર્જુનસિંહ પઢિયારે પ્રાથમિક શાળામાં લેવાયેલી પરીક્ષાની ઉત્તરવહી, પ્રશ્નપત્ર કે અન્ય ખર્ચમાં ભ્રષ્ટાચાર થયાનો આરોપ લાગાવ્યો છે

  • વડોદરામાં જિલ્લા શિક્ષણ સમિતિમાં ભ્રષ્ટાચારના આરોપ
  • જિલ્લા પંચાયતના સભ્યએ ઉઠાવ્યા સવાલ
  • પ્રાથમિક શાળાની પરીક્ષા પાછળના ખર્ચમાં ગોલમાલ


vadodara news: વડોદરા જિલ્લા શિક્ષણ સમિતિમાં ભ્રષ્ટાચાર થયાની બૂમ ઉઠી છે. પ્રાથમિક શાળામાં લેવાયેલી પરીક્ષાની ઉત્તરવહી, પ્રશ્નપત્ર કે અન્ય ખર્ચમાં ભ્રષ્ટાચાર થયાનો આરોપ લાગ્યો છે. જિલ્લા પંચાયતના સભ્ય અને કોંગ્રેસ નેતા અર્જુનસિંહ પઢિયારે ખર્ચને લઈ સવાલો ઉઠાવ્યા છે. જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગની માહિતીમાં સમગ્ર મામલે ખુલાસો થયો છે. 

વિદ્યાર્થીઓની સંખ્યા ઘટવા છતાં ખર્ચમાં કોઈ ઘટાડો નહીં
જેમાં દર વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યા ઘટવા છતાં ખર્ચમાં કોઈ ઘટાડો તો નહીં પરંતું ધરખમ વધારો થયો છે. વર્ષ 2019-20માં 7 લાખના ખર્ચ સામે વર્ષ 2023-24માં ખર્ચની રકમ 69 લાખ સુધી પહોંચતા સવાલો ઉઠ્યા છે. તેમણે કહ્યું કે, મેં શિક્ષણ વિભાગને પ્રશ્ન પૂછ્યો હતો કે, છેલ્લા પાંચ વર્ષમાં ઉત્તરવહીની કામગીરી પાછળ કેટલા રૂપિયા ખર્ચવામાં આવ્યા તેમજ કેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી છે. 

વાંચવા જેવું:  બે અક્ષર ચિતર્યા અને ખાતામાંથી 5.71 કરોડ કર્યા છૂમંતર! UKમાં રહેતા ફઈ સાથે જામનગરના બે ભત્રીજાએ કરી ફિલ્મી ઠગાઈ, પણ કેવી રીતે?

ચાર વર્ષમાં ખર્ચની રકમમાં ધરખમ વધારો
તેમણે કહ્યું કે, જે સવાલના જવાબમાં જણાવ્યું છે કે, વર્ષ 2021-22માં આ કામગીરીમાં ખર્ચ 25 લાખ અને 30 હજાર રૂપિયા થયો છે. જ્યારે ગઈકાલમાં એજ કામનો ખર્ચ થાય છે 68 લાખ જ્યારે ચાલુ વર્ષ એજ કામનો ખર્ચો 69 લાખ રૂપિયા થાય છે.  વધુમાં કહ્યું કે, જે કામગીરી પાછળ 25 લાખ ખર્ચો થતો હતો તે જ કામ પાછળ 68 લાખનો ખર્ચો દર્શાવ્યો છે, એટલે કે, 43 લાખ જેટલી માતબર રકમનો ખર્ચ વધારાનો થયો છે. આક્ષેપો સાથે કહ્યું કે, જિલ્લા પંચાયતના ઈતિહાસમાં સૌ પ્રથમવાર આવો બનાવ બન્યો છે, 25 લાખની કામગીરી 68 લાખ રૂપિયામાં પહોંચાડી દીધી હોય.     

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ