બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / Vadodara boat accident: What happened that made the crime branch team run out of Gujarat?
Last Updated: 10:15 PM, 20 January 2024
ADVERTISEMENT
Vadodara Harani Lake Boat Tragedy : વડોદરા હરણી બોટ દુર્ઘટનાના આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયાનું સામે આવ્યું છે. આ તરફ હવે આ ફરાર ઇસમોએ રાજ્યબહાર આશરો લીધાની ચર્ચા છે. જેને લઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમો અન્ય રાજ્યોમાં જવા રવાના થઈ છે. આ સાથે તો જરૂર પડશે તો હવે અન્ય રાજ્યોની પોલીસની પણ મદદ લેવામાં આવશે. મહત્વનું છે કે, ગઈકાલે જ વડોદરામાં હરણી તળાવની દુર્ઘટના મામલે પોલીસે કમિશ્રનર અનુપમસિંહ ગેહલોત દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.
વડોદરા હરણી બોટ દુર્ઘટના મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ પોલીસની ભીંસ વધતા આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. કંપનીના કેટલાક ભાગીદારો ગુજરાત બહાર ભાગ્યા હોવાની ચર્ચા છે. જેને લઈ હવે ક્રાઇમ બ્રાન્ચની ટીમોને ગુજરાત બહાર રવાના કરાઈ છે. આ ઇમસો ધરપકડથી બચવા અન્ય રાજ્યોમાં આશરો લેવા ભાગ્યા હોવાથી હવે અન્ય રાજ્યોની પોલીસની પણ મદદ લેવાશે.
ADVERTISEMENT
નોંધનિય છે કે, હરણી દુર્ઘટના કેસમાં તમામ લોકો વિરૂદ્ધ આઈપીસી કલમ 304, 308, 114 તેમજ 337 તેમજ 338 જે ખૂબ જ ગંભીર ગુનાની કલમો છે. જે એમના ઉપર દાખલ કરવામાં આવેલ છે. ગત રોજ લેક ઝોનનાં મેનેજર, બોટ ચલાવનાર તેમજ બોટ સેફ્ટી માટે જે હોય છે તે તમામ લોકોની ધરપકડ કરવામાં આવી છે. કંપનીન 15 લોકો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ત્યારે સમગ્ર તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે. આ તમામ આરોપીઓને કડકમાં કડક સજા થાય તે માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે. જેમાં એડીશનલ સીપી મનોજ નિનામા, બે ડીસીપી, ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ તેમજ લોકલ પીઆઈ સાથે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.