બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / Uzbekistan cough syrup case: pharma based companys 3 officials are arrested in noida

દેશ / ઉઝ્બેકિસ્તાનમાં કફ સિરપ પિતા 18 બાળકોના મોત મામલે કાર્યવાહી, ભારતની દવા કંપનીના 3 અધિકારીની ધરપકડ, કેસ ચિંતાજનક

Vaidehi

Last Updated: 06:55 PM, 3 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉઝબેકિસ્તાનમાં કફ સિરપથી 18 લોકોનું મોત થયું છે. માહિતી અનુસાર આ કફ સિરપ નોઈડાની એક દવા કંપની દ્વારા બનાવવામાં આવી હતી. કંપનીનાં 3 અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે.

  • નોઈડાની એક દવા કંપની પર આરોપ
  • સિરપ પીવાથી ઉઝબેકિસ્તાનનાં બાળકોનું મોતનો આરોપ
  • કંપનીનાં 3 અધિકારીઓની કરવામાં આવી ધરપકડ

ઉઝબેકિસ્તાનમાં કફ સિરપથી થયેલી મોતનાં કથિત મામલામાં નોઈડા સ્થિત દવા કંપનીનાં 3 અધિકારીઓની પોલીસે ધરપકડ કરી છે. ડિસેમ્બરનાં મહિનામાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારતીય કફ સિરપથી તે દેશનાં 18 બાળકોનું મોત થયું છે. 

3 લોકોની ધરપકડ
આ ત્રણની ધરપકડ 2 માર્ચનાં રોજ થયેલી  FIR બાદ થઈ હતી. ભારતનાં સેન્ટ્રલ ડ્રગ સેન્ટ્રલ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશનનાં ડ્રગ ઈન્સ્પેક્ટરે આ ફરિયાદ કરી હતી. તેમાં ભારતીય કંપની મેરિયન બાયોટેકનાં 2 ડાયરેક્ટર સહિત 5 લોકોનાં નામ શામેલ હતાં. 

કંપનીનું દવા ઉત્પાદન લાયસેંસ સસ્પેન્ડ 
ઉઝબેકિસ્તાનમાં કથિત ધોરણે 18 બાળકોનું મોત થયા બાદ ઉત્તરપ્રદેશ ખાદ્ય સુરક્ષા તેમજ ઔષધિ પ્રશાસન વિભાગે સેક્ટર 67 સ્થિત દવા ફર્મ મેરિયન બાયોટેક પ્રાઈવેટ લિમિટેડનું દવા ઉત્પાદન કરવાનું લાયસેન્સ સસ્પેન્ડ કરી દીધું છે. દવા રેકોર્ડ મેંટેનેંસ સિવાય રૉ મેટેરિયલ ખરીદીની જાણકારી સમયસર ન આપવાને લીધે કંપનીનું દવા ઉત્પાદન લાયસેંસ સસ્પેન્ડ કરી દીધું છે. 

પોલીસે શું કહ્યું ?
પોલીસ આયુક્ત કાર્યાલયે જણાવ્યું કે ગાઝિયાબાદનાં ડ્રગ ઈંસ્પેક્ટર આશીષે પોલીસ સ્ટેશન ફેસ-3માં ગઈકાલે રિપોર્ટ લખવામાં આવી. તેમણે આરોપ લગાવ્યો હતો કે સેક્ટર 67 સ્થિત દવા બનાવવાની કંપનીમાં બનેલી સિરપ માનકો દ્વારા રિજેક્ટ કરવામાં આવી હતી. કાર્યાલયે જણાવ્યું કે આ મામલામાં કંપનીની ડાયરેક્ટર જયા જૈન, સચિન જૈન, ઑપરેશન હેડ તુહીન ભટ્ટાચાર્ય, મેન્યુફેક્ચરિંગ કેમિસ્ટ અતુલ રાવલ અને મૂલસિંહ વગેરે સામે કલમ 274, 275, 276, ઔષધિ પ્રસાધન સામગ્રી અધિનિયમ 17,17A,17B  ની અંતર્ગત કેસ નોંધાયો છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ