ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / નર્મદાની પરિક્રમા કરવાનું વિચારતા હોવ તો પહેલાં આટલું જાણી લેજો, નહીંતર હેરાન થઇ જશો!

અપીલ / નર્મદાની પરિક્રમા કરવાનું વિચારતા હોવ તો પહેલાં આટલું જાણી લેજો, નહીંતર હેરાન થઇ જશો!

Published By: Vishal Khamar

Last Updated: 11:08 AM, 24 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરિક્રમા અર્થે આવતા ભક્તોને અપીલ કરવામાં આવી છે. જેમાં શનિવાર કે જાહેર રજા તેમજ ધાર્મિક તહેવારની રજાના દિવસે આવતા ભક્તોને મંગળવાર-બુધવાર કે ગુરૂવારના દિવસે આવી સારી સુવિધાઓનો લાભ લેવા માટે અપીલ કરવામાં આવી છે.

ADVERTISEMENT

નર્મદા જિલ્લામાં ઉત્તરવાહિની પંચકોષી પરિક્રમા 19 માર્ચથી પ્રારંભ થઈ છે. જેમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિત દેશના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભાગ લે છે. પરિક્રમા દરમિયાન કોઈપણ પ્રકારની અવ્યવસ્થા સર્જાય નહીં તે માટે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં અધિકારીઓ, સંબંધિત એજન્સીઓના પ્રતિનિધિઓ અને બોટ સંચાલકો સાથે સમન્વય બેઠક યોજાઈ હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભક્તોને અપીલ કરવામાં આવી છે કે, શનિવાર, જાહેર રજાઓ અથવા ધાર્મિક તહેવારોની પૂર્વ સંધ્યાએ ભારે ભીડ ટાળવા માટે શક્ય હોય તો મંગળવાર, બુધવાર અથવા ગુરુવાર જેવા સામાન્ય દિવસોમાં પરિક્રમા માટે આવવું, જેથી તમામ શ્રદ્ધાળુઓને વધુ સુવ્યવસ્થિત અને સગવડભરી સેવાઓ ઉપલબ્ધ કરાવી શકાય.

જિલ્લા કલેક્ટર એસ.કે. મોદી દ્વારા માહિતી આપવામાં આવી છે કે શનિ-રવિવાર તથા રામનવમીની રજાઓ દરમિયાન વધતા શ્રદ્ધાળુઓને ધ્યાનમાં રાખીને ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ભીડ નિયંત્રણ માટે પોલીસ વિભાગ દ્વારા સ્ટેગરિંગ પદ્ધતિ અમલમાં મુકવામાં આવશે, જેના હેઠળ પરિક્રમાર્થીઓને ટુકડે-ટુકડે આગળ વધવા દેવામાં આવશે. આ વ્યવસ્થા તિલકવાડા ત્રણ રસ્તા નજીક તેમજ વાવડી રોડથી રામપુરા જતાં માર્ગ પર લાગુ કરવામાં આવશે. અધિકારીઓએ ભક્તોને અપીલ કરી છે કે જો સ્ટેગરિંગ પદ્ધતિના કારણે એક-બે કલાક રાહ જોવી પડે તો સહકાર આપીને શાંતિપૂર્ણ રીતે રાહ જુએ, જેથી તમામ શ્રદ્ધાળુઓની સલામતી અને સુવિધા જાળવી શકાય.

પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પરિક્રમા માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. બોર્ડની સત્તાવાર વેબસાઈટ yatradhamportal.gujarat.gov.in પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું હવે ફરજિયાત બનાવાયું છે. તાજેતરમાં બનેલી ઘટનાને ધ્યાનમાં રાખીને, 25 થી 30 માર્ચ દરમિયાન માત્ર તે જ શ્રદ્ધાળુઓને પરિક્રમા માટે જવા દેવામાં આવશે જેમણે અગાઉથી રજિસ્ટ્રેશન કરાવ્યું હશે. વધુમાં, આવનાર જાહેર રજાના દિવસો જેમ કે 2, 3, 4, 11 અને 13 એપ્રિલે પણ યાત્રાળુઓ માટે રજિસ્ટ્રેશન ફરજિયાત રહેશે. આ નિર્ણય યાત્રાધામમાં ભીડ નિયંત્રણ અને શ્રદ્ધાળુઓની સુવિધા તથા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યો છે.

નદી પાર કરતી વખતે ભક્તોની સલામતીને પ્રાથમિકતા આપતા તંત્ર દ્વારા મહત્વપૂર્ણ સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. બોટમાં બેસતી વખતે દરેક શ્રદ્ધાળુએ ફરજિયાત રીતે લાઈફ જેકેટ પહેરવું પડશે. જે શ્રદ્ધાળુઓ આ નિયમનું પાલન નહીં કરે તેમની પાસેથી દંડ વસૂલવાની પણ વિચારણા ચાલી રહી છે. પરિક્રમા દરમિયાન કોઈપણ અનિચ્છનીય ઘટના ટાળવા માટે આ પગલાં લેવામાં આવ્યા છે. તંત્રએ તમામ ભક્તોને આ નિયમોનું પાલન કરીને સહકાર આપવા અપીલ કરી છે જેથી પરિક્રમા સુરક્ષિત, સુચારુ અને ભક્તિમય માહોલમાં પૂર્ણ થઈ શકે.

આ પણ વાંચોઃ અમરેલી લવજેહાદ: પિતાએ કહ્યું “મારી દીકરીને 25 વર્ષ મોટી કરી, હવે લઈ ગયા”

પરિક્રમાના આરંભથી જ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. 18મી માર્ચે પ્રથમ દિવસે રાત્રે લગભગ 2,000 પરિક્રમાવાસીઓ નોંધાયા હતા, જે સંખ્યા 19મી માર્ચે વધીને 9,000 થઈ ગઈ હતી. 20મી માર્ચે આ આંકડો વધુ વધીને 14,000 પર પહોંચી ગયો હતો. ત્યારબાદ 21મી માર્ચ અને શનિવારે તો ભક્તોની સંખ્યામાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો, જ્યાં એક લાખથી વધુ ભક્તોએ પરિક્રમામાં ભાગ લીધો હતો. શનિવારે રાત્રિના સમયે ભીડને ધ્યાનમાં રાખીને તંત્રને ચાર નવી બોટોની વ્યવસ્થા કરવી પડી હતી, છતાં બોટમાં બેસવા માટે ભક્તોની લાંબી કતારો લાગી હતી. આ બધાની વચ્ચે તંત્ર ખડે પગે સેવા માટે તત્પર રહ્યું હતું અને લાખોની સંખ્યામાં ભક્તોએ શાંતિપૂર્ણ રીતે પરિક્રમા પૂર્ણ કરી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Narmada Narmada District Narmada News

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ