ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અમરેલી લવજેહાદ: પિતાએ કહ્યું “મારી દીકરીને 25 વર્ષ મોટી કરી, હવે લઈ ગયા”

ખુલાસો / અમરેલી લવજેહાદ: પિતાએ કહ્યું “મારી દીકરીને 25 વર્ષ મોટી કરી, હવે લઈ ગયા”

Published By: Vishal Khamar

Last Updated: 09:18 AM, 24 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમરેલીના રાજુલા શહેરમાં યુવતીની ગુમ થયાની ફરિયાદમાં નવો વળાંક આવ્યો છે. જેમાં યુવતીના પિતાએ કહ્યું કે વિધર્મી શખ્સ હિંદુ દીકરીને લઈ ગયો તેને જેહાદ નહી તો શું કહેવાય?

ADVERTISEMENT

અમરેલીના રાજુલા શહેરમાં યુવતીની ગુમ થયાની ફરિયાદમાં નવા વળાંક આવ્યો છે. જેમાં યુવતીના પિતાએ પ્રેસ કોન્ફરન્સ કરીને મોટો ખુલાસો કર્યો છે. યુવતીના પિતાએ જણાવ્યું હતું કે, મેં મારી દીકરીને 25 વર્ષની મોટી કરી અને 25 દિવસમાં મારી વિરૂદ્ધ થઈ ગઈ છે. મુસ્લિમ શખ્સ હિંદુ દીકરીને લઈ ગયો તેને જેહાદ નહીં તો શું કહેવાય?

યુવતીએ ધર્મપરિવર્તન અંગે સ્પષ્ટતા કરી

કેરલા સ્ટોરી-1 અને કેરલા સ્ટોરી-2 બની છે. મારે કેટલા સ્ટોરી-3 નથી થવા દેવી. આજે મારી દીકરી ગઈ છે. કાલે ઘણા બધાની જશે એટલે વિનંતી કરૂ છું કે મારી દીકરીને પાછી લાવો. મહત્વનું છે કે રાજુલા શહેરની યુવતીએ વીડિયો વાયરલ કરીને પોતાના ધર્મ પરિવર્તન અંગે સ્પષ્ટતા કરી હતી. આ પહેલા તેણે રાજીખુશીથી લગ્ન કર્યા છે અને પોતાને કે પતિને કંઈ પણ થશે તો તેના માટે પોતાનો પરિવાર જવાબદાર રહેશે તેવો આરોપ લગાવ્યો હતો.

અમરેલી જિલ્લામાં એક હિન્દુ યુવતીએ વિધર્મી યુવક સાથે લગ્ન કરતાં સામાજિક તણાવ સર્જાયો છે. સમગ્ર ઘટનાએ સ્થાનિક સ્તરે ચર્ચા જગાવી છે અને કેટલાક હિન્દુ સંગઠનોમાં રોષ જોવા મળ્યો છે.

દીકરી 10 દિવસ પહેલા ઘરેથી નીકળી હોવાની ફરિયાદ

માહિતી મુજબ યુવતી છેલ્લા 10 દિવસથી ઘરેથી ગાયબ હતી. તેણીએ પરિવારજનોને જણાવ્યું હતું કે તે બ્યુટી પાર્લરનો કોર્ષ કરવા જઈ રહી છે. ત્યારબાદ યુવતીના માતા-પિતાએ રાજુલા પોલીસ સ્ટેશનમાં ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી.

યુવતીએ પોતાના માતા-પિતાને ચેતવણી આપી

ફરિયાદ નોંધાયા બાદ યુવતીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો. જેમાં તેણે વિધર્મી યુવક મુહિસ ફિરાણી સાથે લગ્ન કર્યા હોવાનો દાવો કર્યો. વીડિયોમાં યુવતીએ પોતાના માતા-પિતાને ચેતવણી આપતા કહ્યું કે તેના પતિને કાંઈ પણ થાય તો તેની જવાબદારી તેના માતા-પિતા પર રહેશે.

આ પણ વાંચોઃ પાટણમાં ભાવેશ રબારી વિરુદ્ધ વધુ એક ફરિયાદ, ધાક-ધમકીના આક્ષેપો

હિન્દુ સંગઠનોમાં આક્રોશ ફાટી નીકળ્યો

લગ્નનો વીડિયો વાયરલ થતાં જ કેટલાક હિન્દુ સંગઠનોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે અને મામલો વધુ ગરમાયો છે. હાલમાં પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. પોલીસ દ્વારા બંને પક્ષોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rajula city Amreli Amreli news

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ