ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પાટણમાં ભાવેશ રબારી વિરુદ્ધ વધુ એક ફરિયાદ, ધાક-ધમકીના આક્ષેપો

કાર્યવાહી ક્યારે / પાટણમાં ભાવેશ રબારી વિરુદ્ધ વધુ એક ફરિયાદ, ધાક-ધમકીના આક્ષેપો

Published By: Vishal Khamar

Last Updated: 11:20 AM, 22 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાટણ-ઊંઝા રોડ પર ગત રોજ પૈસાની લેતીદેતી મામલે અરટીકા કારને આંતરી હુમલો કરવામાં આવ્યો હતો. જે બાદ ફરિયાદીએ બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા ચક્રોગતિમાન કર્યા છે.

ADVERTISEMENT

પાટણ જિલ્લાના ઝીલીયા ગામે થોડા દિવસ પહેલા મસ્તાની ગેંગના ભાવેશ દેસાઈના ફાર્મ પર કેટલાક લોકો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. જેને લઈ પોલીસે આરોપીઓની તાત્કાલીક અટકાયત કરી તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ડીસા તાલુકાના મુડેઠા ગામે રહેતા જીતુભા રાઠોડની કારને આંતરી કેટલાક લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ બાબતે જીતુભા રાઠોડે પાટણ શહેર બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

7 માર્ચે ધમકી આપી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ

પાટણ જિલ્લામાં ફરી એકવાર ઉઘરાણી અને ધાક-ધમકીનો મામલો સામે આવ્યો છે. ડીસા તાલુકાના જીતુભા રાઠોડે પાટણના ભાવેશ રબારી અને તેના સાગરીતો સામે ગંભીર આરોપો સાથે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, જીતુભા રાઠોડે ભાવેશ રબારી પાસેથી આશરે 10 લાખ રૂપિયાની લેતીદેતી કરી હતી. આ રકમની ઉઘરાણી માટે ભાવેશ રબારીના માણસો સતત દબાણ કરતા હતા. 7 માર્ચના રોજ આરોપીઓએ જીતુભાને ધાક-ધમકી આપી હતી. જેનો ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.

પોલીસે કોની કોની સામે ગુનો નોંધ્યો

આગળ વધુ ગંભીર બનાવમાં પાટણ હાઈવે પર જીતુભાની કારમાં તોડફોડ કરવામાં આવી હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. આરોપ છે કે ઉઘરાણી કરવા આવેલા લોકો દ્વારા જ કારને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આ કેસમાં ભાવેશ રબારી ઉપરાંત ભાર્ગવ, અક્કી દેસાઈ, દેવુ દેસાઈ સહિત કુલ 7 લોકોના નામ સામે આવ્યા છે. તમામ સામે પોલીસ દ્વારા ગુનો નોંધાયો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અલ્પેશ ઠાકોરે પોલીસ અધિક્ષક સાથે બેઠક યોજી

મહત્વપૂર્ણ છે કે આ ફરિયાદ જિલ્લા પોલીસ વડા સાથે અલ્પેશ ઠાકોરની બેઠક બાદ નોંધાઈ હોવાનું જાણવા મળે છે, જેના કારણે મામલો વધુ ચર્ચામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ સુરેન્દ્રનગરમાં વ્યાજખોરોના ત્રાસે ખેડૂતે ઝેરી દવા ગટગટાવી, 5 વ્યાજખોરો 10% સુધી ઉંચું વ્યાજ વસૂલતા

15 દિવસ પહેલા ભાવેશના માણસોએ ધમકી આપીને કરી હતી તોડફોડ

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ 15 દિવસ પહેલા પણ આરોપીઓએ જીતુભાને ધમકી આપી તોડફોડ કરી હતી. હાલ પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે અને આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ બનાવે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ફરી સવાલો ઊભા કર્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mastani Gang Patan News Patan Police

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ