ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરેન્દ્રનગરમાં વ્યાજખોરોના ત્રાસે ખેડૂતે ઝેરી દવા ગટગટાવી, 5 વ્યાજખોરો 10% સુધી ઉંચું વ્યાજ વસૂલતા
Last Updated: 08:42 AM, 22 March 2026
ADVERTISEMENT
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના વધતા ત્રાસને કારણે એક વધુ હૃદયવિદારી ઘટના સામે આવી છે. મૂળી તાલુકાના ગઢડા ગામમાં 35 વર્ષીય ખેડૂત ગોપાલ બાવળીયાએ પોતાના ખેતરમાં ઝેરી દવા પી આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
ADVERTISEMENT

5 વ્યાજખોરો 10% સુધી ઉંચું વ્યાજ વસૂલતા હતા
ADVERTISEMENT
માહિતી અનુસાર, ગોપાલ બાવળીયાએ ખેતીના ખર્ચ માટે ગામના કેટલાક વ્યાજખોરો પાસેથી ઉધાર લીધા હતા. આરોપ છે કે પાંચ વ્યાજખોરો 10 ટકા સુધી ઊંચું વ્યાજ વસૂલતા હતા. ખેડૂતે મૂળ રકમ અને વ્યાજ ચૂકવી દીધું હોવા છતાં આરોપીઓએ તેની વાડીના દસ્તાવેજ કબજે રાખ્યા હતા અને સતત દબાણ કરતા રહ્યા હતા.

ADVERTISEMENT
વ્યાજખોરોનો ત્રાસ સહન ન થતા ખેડૂતે આત્મહત્યા કરી
આર્થિક અને માનસિક તણાવને કારણે ગોપાલ બાવળીયા ત્રાસમાં આવી ગયા હતા. વ્યાજખોરોના વધતા દબાણ અને હેરાનગતિ સહન ન થતા અંતે તેમણે આત્મહત્યા જેવું પગલું ભર્યું હોવાનું પરિવારજનોનું કહેવું છે.
ADVERTISEMENT

2 નાના બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી
ADVERTISEMENT
ખેડૂતના આપઘાતથી પરિવાર પર આફત આવી પડી છે. તેમના પાછળ બે નાના બાળકો અને પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે. પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકો માટે આ ઘટના ખૂબ જ દુખદ બની છે.

ADVERTISEMENT
વ્યાજ માફિયાઓ સામે કડક કાર્યવાહીની પરિવારજનોની માગ
પરિવારજનો અને ગામલોકોએ વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. તેઓએ આરોપીઓને ઝડપી સજા આપી અને આવા બનાવો ફરી ન બને તે માટે સખત પગલાં લેવા પ્રશાસનને અપીલ કરી છે.
આ પણ વાંચોઃ વડોદરામાં DyCM હર્ષ સંઘવીનો કડક સંદેશ: “ગુનેગારોને છોડવામાં નહીં આવે, પોલીસ તેમને ખૂણે-ખૂણેથી શોધશે”
આ ઘટનાએ ફરી એકવાર ગ્રામ્ય વિસ્તારોમાં વ્યાજખોરીના વધતા દૂષણ અને ખેડૂતોની વણસતી સ્થિતિ પર પ્રશ્નો ઉભા કર્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT