બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / uttarakhand cm tirath singh rawat resigned now mamata banerjee in constitutional crisis

રાજનીતિ / ભાજપના તીરથની ખુરશી ગઈ હવે મમતા બેનર્જી સામે ઊભું થયું મોટું સંકટ, જાણો કઈ રીતે

Published By: Arohi

Last Updated: 01:24 PM, 3 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરાખંડમાં બંધારણીય સંકટનો હવાલો આપતા તીરથ સિંહ રાવતે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે.

  • ઉત્તરાખંડમાં તીરથ સિંહ રાવતને 4 મહિનાની અંદર છોડવી પડી ખુરશી 
  • વિધાનસભાના સદસ્ય ન હતા, કોરોનાના કારણે હાલ ચૂંટણી મુશ્કેલ 
  • બંગાળમાં મમતા બેનર્જીની ખુરશી પર પણ બંધારણીય સંકટ 

ઉત્તરાખંડમાં તીરથ સિંહ રાવતને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવું પડ્યું છે. બંધારણીય સંકટના કારણે તેમણે રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપ્યું છે. હકીકતે તીરથ સિંહ રાવત વિધાનસભાના સદસ્ય ન હતી અને હાલના સમયમાં પેટાચૂંટણી કરવી મુશ્કેલ છે. એવામાં તેમણે રાજીનામું સોંપી દીધું છે. આ વચ્ચે તીરથ સિંહ રાવત બાદ હવે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને પણ મુશ્કેલી આવી શકે છે. 

મમતાને સીટ તો ખીલ કરાવી લીધી પણ હવે ચૂંટણી ક્યારે? 
મમતા બેનર્જીએ 4 મેના રોજ મુખ્યમંત્રી પદની શપથ લીધી હતી. એવામાં તેમણે શપથ લીધાના દિવસથી છ મહિનાની અંદર એટલે કે 4 નવેમ્બર સુધી વિધાનસભાના સદસ્ય બનવું જરૂરી છે અને આ બંધારણીય કાયદો છે. તેમણે પોતાના માટે એક સીટ ખાલી પણ કરી લીધી છે પરંતુ તે વિધાનસભાના સદસ્ય ત્યારે જ બની શકશે જ્યારે છ મહિનાના સમય ગાળાની અંદર ચૂંટણી જીતી શકે. કોરોનાના કારણે ચૂંટણીપંચે દરેક ચૂંટણીઓ સ્થગિત કરી દીધી છે. ચૂંટણી પ્રક્રિયા ક્યારથી શરૂ થશે. તેના વિશે હજુ કંઈ કહી ન શકાય. એવામાં જો નવેમ્બર સુધી ભવાનીપુર પેટાચૂંટણી વિશે ચૂંટણી આયોગ નિર્ણય નહીં લે તો મમતાની ગાદી પર ખતરો છે. 

મમતાનો વિધાન પરિષદ વાળો દાવ ફેલ 
બંગાળમાં જ્યારે ચૂંટણીપંચ ચૂંટણી કરી રહ્યું હતું ત્યારે ઘણા રાજનૈતિક પક્ષોએ ચૂંટણીપંચ પર લોકોના જીવ સાથે રમત કરવાનો આરોપ લગાવ્યો હતો. એવામાં અત્યાર સુધી એ સુનિશ્ચત નથી કે ચૂંટણી કરવાથી કોઈના જીવને ખતરો નથી. માટે ચૂંટણી કરવામાં આવે તેવું નથી દેખાઈ રહ્યું. મમતાએ સ્થિતિને સમજતા વિધાન પરિષદ વાળો રસ્તો કાઠવાનો પ્રયત્ન કર્યો. તેમણે વિધાનસભા દ્વારા પ્રસ્તાવ પાસ કરાવ્યો કે રાજ્યમાં વિધાન પરિષદનું ગઠન થાય પરંતુ લગર લોકસભાની મંજૂરીએ આ સંભવ નથી. કેન્દ્ર સરકારની સાથે તેમના સંબંધો જગ જાહેર છે. એવામાં વિધાન પરિષદ વાળો રસ્તો શક્ય નથી. 

સંકળાયેલા મુદ્દાઓ

Mamata Banerjee cm tirath singh rawat constitutional crisis uttarakhand તીરથ સિંહ રાવત ભાજપ મમતા બેનર્જી Mamata Banerjee

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ