ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / Viral / VIDEO : યુવકે જોરથી પકડીને શ્વાનને દારુની બોટલ પીવડાવી, જુઓ પછી શું બન્યું, વીડિયો વાયરલ

Viral / VIDEO : યુવકે જોરથી પકડીને શ્વાનને દારુની બોટલ પીવડાવી, જુઓ પછી શું બન્યું, વીડિયો વાયરલ

Published By: Ajitsinh Jadeja

Last Updated: 05:38 PM, 5 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Uttar Pradesh News: ઉત્તર પ્રદેશના બાગપતમાં એક યુવાને એવી હરકત કરી જે જાણી તમે પણ લાલઘૂમ થઇ જશો. આ યુવકે કૂતરાને બળજબરીથી દારૂ પીવડાવ્યો.

ADVERTISEMENT

Uttar Pradesh News: ઉત્તર પ્રદેશના બાગપતમાં એક યુવાને એવી હરકત કરી જે જાણી તમે પણ લાલઘૂમ થઇ જશો. આ યુવકે કૂતરાને બળજબરીથી દારૂ પીવડાવ્યો. આ હરકતને લઇ તેની ધરપકડ કરવામાં આવી હતી. કિરઠલ ગામની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસે કડક કાર્યવાહી કરી હતી.

કૂતરો દુનિયાના સૌથી વફાદાર પ્રાણીઓમાંનો એક છે. આ જ કારણ છે કે તમે માણસો અને કૂતરાઓ વચ્ચેની અદ્ભુત મિત્રતાની ઘણી કહાની સાંભળી હશે. જોકે કેટલાક લોકો પ્રાણીઓ સાથે અમાનવીય વર્તન કરે છે. આવી જ એક ઘટના હવે ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાં સામે આવી છે, જ્યાં એક યુવકે કૂતરાને બળજબરીથી દારૂ પીવડાવ્યો હતો. આ ઘટના રામલા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના કિરઠલ ગામમાં બની હતી.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને આરોપીની ધરપકડ કરી. વાયરલ થયેલા વીડિયોમાં આરોપી જીતેન્દ્ર હાથમાં બોટલ સાથે કૂતરાને બળજબરીથી દારૂ પીવડાવતો જોવા મળ્યો હતો.

આ પણ વાંચોઃ 'ફટાકડાંનો ઉપયોગ કરનાર દેશદ્રોહી', મેનકા ગાંધીએ દિવાળી પર ફોડ્યું પ્રદૂષણનું ઠીકરું

પોલીસ કાર્યવાહી

વિડીયો વાયરલ થતાં સામાજિક કાર્યકરોએ તેને પ્રાણી ક્રૂરતાનો કેસ ગણાવ્યો અને કડક પોલીસ કાર્યવાહીની માંગ કરી. પોલીસે તાત્કાલિક કેસ નોંધ્યો અને વીડિયોના આધારે આરોપીઓની ઓળખ કરી અને ધરપકડ કરી છે. રમાલા પોલીસ સ્ટેશનના સુત્રોએ જણાવ્યું કે આરોપીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને તેની વિગતવાર તપાસ ચાલી રહી છે. પોલીસે ચેતવણી આપી છે કે પ્રાણી ક્રૂરતાનું કૃત્ય કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Animal Cruelty Case Uttar Pradesh News UP Viral Video

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ