બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / જે-તે વ્યક્તિના નિધન બાદ કોણ ચૂકવશે બાકી રહેલી લોન? ખરેખર જાણવું જરૂરી

કામની વાત / જે-તે વ્યક્તિના નિધન બાદ કોણ ચૂકવશે બાકી રહેલી લોન? ખરેખર જાણવું જરૂરી

Last Updated: 02:00 PM, 23 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અભ્યાસ, લગ્ન કે વાહન અને ઘર ખરીદવા જેવા કામ માટે લોકો લોન લેતા હોય છે. પણ શું તમે ક્યારેક વિચાર્યું છે કે, જ્યારે લોન ભરાવવાની બાકી હોય અને તે વ્યક્તિનું અવસાન થઈ જાય તો બાકી રકમનું શું થાય છે?

લાઈફના દરેક પડાવમાં આપણને પૈસાની જરૂર પડતી હોય છે. જેમાં રોજિંદો ઘર ખર્ચ હોય કે બાળકો માટે કંઈક ખરીદવું હોય કે પછી ભવિષ્યની કોઈ યોજના, પૈસાની જરૂર તો પડે જ છે. અમુક વખત લોકોને કોઈ એવું કામ આવે છે જેના માટે તેમને એકસાથે ખૂબ પૈસાની જરૂર પડે છે. આ સ્થિતિમાં લોકો બેંકો અથવા NBFC પાસેથી લોન લે છે.

ત્યાર બાદ તમારે આ લોન વ્યાજ સાથે EMI ના રૂપમાં ચૂકવવી પડે છે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો લોન લેનાર વ્યક્તિ મૃત્યુ પામે તો બાકી લોનનું શું થાય છે? શું કોઈએ બાકીની લોનની રકમ ચૂકવવાની હોય છે? જો હા તો કોને? તો ચાલો આ બધા પ્રશ્નોના જવાબ જાણવાનો પ્રયાસ કરીએ.

  • પહેલા  ક્રેડિટ કાર્ડ વિશે જાણીએ
    જો તમારી પાસે કોઈપણ બેંકનું ક્રેડિટ કાર્ડ હોય અને તમે તેનો ઉપયોગ કરો છો તો જાણી લો કે ક્રેડિટ કાર્ડ અસુરક્ષિત લોનની કેટેગરીમાં આવે છે. આથી જો ક્રેડિટ કાર્ડની બાકી રકમ બાકી રહે અને લોન લેનારનું મૃત્યુ થાય તો બેંક કોઈની પાસેથી બાકી રકમ વસૂલતું નથી.
app promo5
  • પર્સનલ લોન માટેના નિયમો શું?
    જો આપણે પર્સનલ લોન વિશે વાત કરીએ તો ક્રેડિટ કાર્ડની જેમ તે પણ અસુરક્ષિત લોનની કેટેગરીમાં આવે છે. આથી જો લોન લેનાર વ્યક્તિનું કોઈ કારણસર મૃત્યુ થાય તો બેંક કોઈપણ વારસદાર અથવા કાનૂની વારસદાર પાસેથી બાકીની લોનની રકમ પરત લઈ શકતી નથી અને ન તો કોઈને આવું કરવા દબાણ કરી શકે છે.
  • હોમ લોનનું શું થાય ?
    જો તમે ઘર ખરીદવા અથવા બનાવવા માટે હોમ લોન લઈ રહ્યા હોવ તો જાણી લો કે આ લોન સુરક્ષિત લોનની કેટેગરીમાં આવે છે. આથી આ લોન લેનારના મૃત્યુ બાદ પણ લોન ચૂકવવી પડે છે કારણ કે તેમા કો એપ્લિકેંટની જોગવાઈ હોય છે. આવા કિસ્સામાં કો-એપ્લિકેંટે બાકી રકમ બેંકને ચૂકવવી પડે છે.


વધુ વાંચો : પોસ્ટ ઓફિસની આ સ્કીમ કરશે માલામાલ, આપશે 44,664નું ગેરેન્ટેડ રિટર્ન, કરવું પડશે આટલું રોકાણ

ઉલ્લેખનીય છે કે બેંક, લોન લેનાર વ્યક્તિની મિલકત વેચીને તેના બાકીની રકમ વસૂલ કરી શકે છે. આ સિવાય સરફેસી એક્ટ હેઠળ, બેંક ગ્રાહકની મિલકતની હરાજી કરીને તેના પૈસા વસૂલ કરી શકે છે. પણ અમુક બેંકો લોનનો વીમો કરાવે છે જેથી જો લોન લેનારનું મૃત્યુ થાય તો બેંકને વીમામાંથી તેની બાકી રકમ મળે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Financial UnSecure Loan Loan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ