બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / મંથલી ઇન્કમ ગેરંટી... પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં માત્ર એક વાર લગાવો પૈસા

કામની વાત / મંથલી ઇન્કમ ગેરંટી... પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં માત્ર એક વાર લગાવો પૈસા

Nirav Kumar

Last Updated: 08:53 PM, 21 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોસ્ટ ઓફિસમાં એક શાનદાર યોજના ચાલે છે. જેમાં એક વાર રોકાણ કરીને તમે માસિક આવક સુરક્ષિત કરી શકો છો. ચાલો આ યોજના વિષે વિગતવાર જાણીએ.

પોસ્ટ ઓફિસ અનેક સરકારી યોજનાઓ ચલાવે છે. જેમાં અમુક યોજનાઓ નિયમિત આવકની પણ ખાતરી આપે છે. આ યોજનાઓમાં એક જ રોકાણ માસિક આવકની ગેરંટી આપી શકે છે. આવી જ એક પોસ્ટ ઓફિસ યોજના MIS (Monthly Income Scheme) છે. સરકાર રોકાણ પર શાનદાર વ્યાજ દર આપે છે. જેમાં એકવાર રોકાણ કરીને, તમે 10,000 રૂપિયાની માસિક આવક સુરક્ષિત કરી શકો છો.

  • સરકાર આપે છે સુરક્ષાની ગેરંટી

પોસ્ટ ઓફિસ યોજનાઓને રિસ્ક ફ્રી સેવિંગ યોજનાઓ માનવામાં આવે છે કેમ કે સરકાર પોતે તમારા રોકાણોની સુરક્ષાની ખાતરી આપે છે. જો તમે જોખમ વગર સરકારી યોજનામાં રોકાણ કરવાનું આયોજન કરી રહ્યા હોવ તો આ ઓપ્શન બેસ્ટ સાબિત થઈ શકે છે. જેમાં પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના (POMIS) નિયમિત આવક પેદા કરવા માટે ખૂબ ફેમસ છે.

hiring vtv 1
  • તમે MIS માં આ એકાઉન્ટ ખોલી શકો છો

તમે પોસ્ટ ઓફિસ MIS યોજના હેઠળ સિંગલ કે જોઈન્ટ એકાઉન્ટ ખોલી શકો છો. આ સરકારી યોજનામાં એક વ્યક્તિના એકાઉન્ટમાં 9 લાખ રૂપિયાનું મેક્સીમમ એકમ રોકાણ કરી શકાય છે, જ્યારે જોઈન્ટ એકાઉન્ટ માટે મેક્સીમમ રોકાણ મર્યાદા 15 લાખ રૂપિયા છે.

  • 7.4% નો ઊંચો વ્યાજ દર

પોસ્ટ ઓફિસ MIS યોજનામાં સરકાર શાનદાર વ્યાજ દર આપી રહી છે, જે હાલમાં વાર્ષિક 7.4% છે. જેમાં વ્યાજની ચુકવણી માસિક કરવામાં આવે છે. આ યોજનામાં રોકાણ કરતી વખતે એ જાણવું જરૂરી છે કે સંપૂર્ણ લાભ મેળવવા માટે ખાતું મેચ્યોરીટી પીરીયડ સુધી સક્રિય રાખવું જરૂરી છે. એકાઉન્ટખોલવાની તારીખથી એક વર્ષ પહેલાં પોસ્ટ ઓફિસ MIS ખાતું બંધ કરવાની મંજૂરી નથી. જો ખાતું ત્રણ વર્ષ પૂરા થયા બાદ કે તે પહેલાં બંધ કરવામાં આવે તો ડિપોઝિટ રકમના 2% કાપવામાં આવશે.

વધુ વાંચો : Post Officeની આ હિટ સ્કીમ, એક વાર રોકાણ..પછી માત્ર વ્યાજથી ₹500000 ની કમાણી

  • માસિક આવક 10,000

માસિક આવક 10,000 રૂપિયાની ગણતરી કરવા માટે રોકાણકારોએ આ પોસ્ટ ઓફિસ યોજનામાં જોઈન્ટ એકાઉન્ટ ખોલવાની અને 15 લાખની એકસાથે જમા કરાવવાની જરૂર પડશે. તેનાથી વર્તમાન વ્યાજ દર 7.4% પર વ્યાજ મળશે. આ રોકાણ મેચ્યોરીટી પીરીયડ સુધી 5,55,000 રૂપિયાની વ્યાજ કમાણી પેદા કરશે, જે વાર્ષિક 1,11,000 થાય છે, જ્યારે માસિક ધોરણે ગણતરી કરવામાં આવે તો તે 9250 રૂપિયા થશે.


બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Guarantee Income Monthly Income Scheme Post Office
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ