બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / લોન, વ્યાજ, સબસિડી અને ક્રેડીટ કાર્ડ... શાનદાર છે આ કેન્દ્ર સરકારની યોજના

તમારા કામનું / લોન, વ્યાજ, સબસિડી અને ક્રેડીટ કાર્ડ... શાનદાર છે આ કેન્દ્ર સરકારની યોજના

Nirav Kumar

Last Updated: 10:43 PM, 21 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકાર નાના વ્યક્તિઓને ધ્યાનમાં રાખીને પણ અમુક સ્કીમ ચલાવે છે. આવી જ એક યોજના છે પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ યોજના. જેમાં સ્ટ્રીટ વેન્ડર્સને સબસિડીવાળી લોન અપાય છે.

કેન્દ્ર સરકાર પાસે લોકોને આત્મનિર્ભર બનાવવા માટે અનેક યોજનાઓ છે. જેમાં સરકારે પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ (PM SVANIDHI) શરૂ કરી છે. આ યોજના માં 50,000 સુધીની લોન આપવામાં આવે છે. જેમાં સરકાર સમયસર લોન ચૂકવનારા લાભાર્થીઓને 7% વ્યાજ સબસિડી પણ આપે છે. ચાલો યોજના વિશે જાણીએ.

  • યોજનાની વિશેષતાઓ

આ યોજનામાં ₹15,000, 25,000 અને 50,000 રૂપિયાની લોન કોઈપણ ગેરંટી વગર આપવામાં આવે છે. આ લોન ત્રણ હપ્તામાં આપવામાં આવે છે. જે લાભાર્થીઓ પ્રથમ હપ્તામાં ચુકવણી કરે છે તેમને બીજા હપ્તામાં 25,000 અને ત્રીજા હપ્તામાં 50,000 રૂપિયા મળે છે. આ યોજનામાં સરકાર લાભાર્થીઓને UPI-લિંક્ડ RuPay ક્રેડિટ કાર્ડ પણ ઓફર કરી રહી છે. લોનના બીજા તબક્કાની સફળતાપૂર્વક ચુકવણી કરનારા વેન્ડર 30,000 સુધીની મર્યાદા સાથે UPI-લિંક્ડ RuPay ક્રેડિટ કાર્ડ માટે પાત્ર છે. આ સિવાય સ્ટ્રીટ વેન્ડરને છૂટક/જથ્થાબંધ ડિજિટલ વ્યવહારો માટે 1600 રૂપિયા સુધીના કેશબેક આપવામાં આવે છે.

સરકારે કોવીડ પેન્ડેમિકના પ્રથમ તબક્કા દરમિયાન PM SVANIDHI યોજના શરૂ કરી હતી. શરૂઆતમાં તેનો હેતુ COVID-19 પેન્ડેમિકથી પ્રભાવિત સ્ટ્રીટ વેન્ડરની આજીવિકાને પુનર્જીવિત કરવાનો હતો પરંતુ બાદમાં તેની લોકપ્રિયતાને જોતાં આ યોજનાનો વિસ્તાર કરવામાં આવ્યો. સરકારે તેને વધુ વિસ્તૃત કરવાનો અને લાખો વધારાના લાભાર્થીઓનો સમાવેશ કરવાનો નિર્ણય લીધો છે.

vtv hiring

મે 2026 માં જારી કરાયેલા સરકારી નિવેદન અનુસાર છેલ્લા અમુક વર્ષોમાં 75.5 લાથી વધુ લાભાર્થીઓએ 1.12 કરોડ થી વધુ લોન મેળવી છે, જે કુલ 17,800 કરોડ રૂપિયાથી વધુ છે. આ યોજનામાં 55 લાખથી વધુ લાભાર્થીઓ ડિજિટલ રીતે જોડાયેલા છે. તેઓએ આશરે 8.96 લાખ કરોડ રૂપિયાના 841 કરોડથી વધુ ડિજિટલ વ્યવહારો પૂરા કર્યા છે. પીએમ સ્વનિધિમાં લાભાર્થીઓને ડિજિટલ કેશબેક પ્રોત્સાહનો અને વ્યાજ સબસિડી દ્વારા આશરે 800 કરોડ રૂપિયા પણ મળ્યા છે.

વધુ વાંચો : મંથલી ઇન્કમ ગેરંટી... પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં માત્ર એક વાર લગાવો પૈસા

  • 6 વર્ષ પુરા

1 જૂનના રોજ પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ યોજનાએ 6 વર્ષ પૂરા કર્યા છે. આ પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, પીએમ સ્વનિધિએ કોલેટરલ-ફ્રી લોન, નાણાકીય સમાવેશ અને વિકાસ માટે નવા મોકા સુનિશ્ચિત કરીને અસંખ્ય શેરી વેન્ડર્સનું જીવન બદલી નાખ્યું છે. આ યોજના માર્ચ 2030 સુધી લંબાવવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Street Vendors Government Schemes PM SVANIDHI
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ