બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / PF ની કેટલી રકમ ઉપાડી શકો છો UPI-ATM થી? આવ્યું અપડેટ
Last Updated: 11:43 PM, 21 June 2026
સરકારે જાહેરાત કરી છે કે ટૂંક સમયમાં UPI અને ATM દ્વારા PF ઉપાડી શકાશે. જેના અમલનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. આ મહિનાના અંત સુધીમાં આ સેવા લોકો માટે ઉપલબ્ધ થવાની અપેક્ષા છે. જેમાં નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) સાથે પાર્ટનરશીપમાં વિકસાવવામાં આવેલ આ નવી સુવિધાનું પરીક્ષણ પૂરૂ થઈ ગયું છે, અને તેના લોન્ચ માટે તૈયારીઓ ચાલી રહી છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પણ જણાવ્યું છે કે ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે. પરંતુ હવે પ્રશ્ન એ છે કે ATM-UPI દ્વારા તમે કેટલી PF રકમ ઉપાડી શકશો?
ADVERTISEMENT
ATM-UPI દ્વારા કેટલા પૈસા ઉપાડી શકાય છે? આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કે માહિતી આપવામાં આવી નથી પરંતુ વર્તમાન નિયમોમાં કોઈ ફેરફારની શક્યતા નથી. વર્તમાન PF ઉપાડના નિયમો સમાન રહેવાની શક્યતા છે. મતલબ કે UPI-ATM દ્વારા 75% ફંડ ઉપાડવાની મંજૂરી આપવામાં આવી શકે છે.
ADVERTISEMENT
આ અંગે મીડિયા અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે UPI અને UPI-અનેબલ ATMનો ઉપયોગ કરીને EPF બેલેન્સના 75% સુધી તાત્કાલિક બેંક ખાતામાં ઉપાડી શકાય છે. એક્સપર્ટ અનુસાર આ સુવિધા કાગળકામ અને વિલંબ ઘટાડશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
અત્યારે EPFO સભ્યોએ સામાન્ય રીતે PF ઉપાડ માટે ક્લેમ દાખલ કરવો પડે છે અને પછી મંજૂરી માટે રાહ જોવી પડે છે.આ ક્લેમ દાખલ કર્યાના 15 થી 20 દિવસમાં ફંડ ખાતામાં આવવાની શક્યતા છે, પરંતુ આ ફેરફારથી હવે તાત્કાલિક પૈસા આવી જશે.
ADVERTISEMENT
આ ફેરફારો સિવાય સરકારે PF ક્લેમ માટેસેલ્ફ સેટલમેન્ટ મર્યાદા 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરી છે. અને સભ્યો મલ્ટીપલ ડોક્યુમેન્ટ પર આધાર રાખવાને બદલે તેમની ઓળખ વેરીફાઈ કરવા માટે UMANG એપ દ્વારા ફેસ ઓથેન્ટિકેશન ટેકનોલોજી (FAT) નો ઉપયોગ કરી શકે છે.
ADVERTISEMENT
EPFO 3.0 ની લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે. જેમાં EPFO 3.0 અપડેટ ઘણા સમયથી ચર્ચામાં છે, અને હવે તે લગભગ પૂર્ણ થવાની શક્યતા છે. એકવાર લોન્ચ થયા બાદ PF યુઝર્સ હવે કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં. તેમને તેમના ફંડની સરળ ઍક્સેસ મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.