બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / કાનમાં જીવડું ઘુસી જાય તો ગભરાશો નહીં, તરત આ કામ કરવાથી નીકળી જશે બહાર

હેલ્થ / કાનમાં જીવડું ઘુસી જાય તો ગભરાશો નહીં, તરત આ કામ કરવાથી નીકળી જશે બહાર

Nirav Kumar

Last Updated: 01:55 AM, 22 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમુકવાર કાનમાં મચ્છર કે જીવડું ઘુસી જતું હોય છે. આથી લોકો ગભરાઈને તરત દિવાસળી કે ટ્વીઝર દ્વારા તેને બહાર કાઢવાનો પ્રયાસ કરે છે. પણ આવું ન કરવું જોઈએ.

ઉનાળા અને વરસાદની ઋતુમાં જંતુઓનો ફેલાવો વધી જાય છે. ઘણીવાર આ જંતુઓ, મચ્છર, માખીઓ, કે વંદોના બચ્ચા કાનમાં ઘૂસી જાય છે, જેના કારણે લોકો ગભરાઈ જાય છે અને તેમને કેવી રીતે દૂર કરવા તે અંગે કન્ફ્યુઝ થઇ જાય છે. આ ગભરાટમાં ઘણા લોકો તેમના કાનમાં દિવાસળી, ટ્વીઝર અને પ્લકર જેવી વસ્તુઓ નાખવાનું શરૂ કરે છે. જે કાનના પડદાને નુકસાન પહોંચાડી શકે છે આથી તેને ટાળવું જોઈએ.

જો ક્યારેય કોઈ જીવ જંતુ તમારા કાનમાં પ્રવેશી ગયુ હોય તો ગભરાશો નહીં. તેના બદલે એક સરળ યુક્તિ તરત જ કરો. આ જંતુ અથવા મચ્છર દૂર કરશે. એક્સપર્ટ દ્વારા એક સરળ ઉપાય જણાવામાં આવ્યો છે. જેને પ્રાથમિક સારવાર તરીકે અપનાવવો જોઈએ.

  • કાનમાં કપૂર પાણી નાખો

જો કોઈ જંતુ, માખી કે મચ્છર જેવું કંઈક તમારા કાનમાં ઘુસી જાય તો તેને દૂર કરવા માટે કપૂર પાણી બેસ્ટ છે. એક કે બે કપૂર ગોળીઓ થોડા પાણીમાં ઓગાળીને તેને સ્ટોર કરો. હવે ચમચીનો ઉપયોગ કરીને જ્યાં જીવડું ઘુસી ગયું હોય ત્યાં કાનમાં પાણીના ટીપાં નાખો. મોટાભાગના પ્રાણીઓ કપૂરની ગંધને પસંદ નથી કરતા. કપૂરનું પાણી કાનમાં પ્રવેશતાની સાથે જ તેની ગંધ જંતુને ડરાવી દેશે અને તે બહાર નીકળવાનો રસ્તો શોધવાનો પ્રયાસ કરશે. ઘુસી ગયું હોય તે સાઈડ તરત જ તમારી ગરદન કાન તરફ વાળો આનાથી જીવડું બહાર નીકળી જશે.

vtv hiring 2
  • સિરીંજનો ઉપાય

એક્સપર્ટ દ્વારા શેર કરાયેલ બીજો ઉપાય એ છે કે સિરીંજમાં પાણી ભરો અને તેને કાનમાં સ્ક્વિર્ટની જેમ દાખલ કરો, બાદમાં કાન નીચે કરો. આનાથી જીવડું પણ પાણી સાથે બહાર નીકળી જશે.

  • સોલ્ટ વોટર

જો તમારી પાસે ઘરે કપૂર ન હોય તો તમે મીઠા પાણીનો પણ ઉપયોગ કરી શકો છો. સેન્ટીપીડ્સ જેવા જીવડાઓને મીઠું પસંદ નથી. પાણીમાં ઉદાર માત્રામાં મીઠું ઉમેરો જેથી તે સંપૂર્ણ રીતે ખારું બને. બાદમાં આ પાણી ટીપાં ટીપાં કાનમાં નાખો અને કાન નીચે કરો. આમ કરવાથી કાનમાં અટવાયેલા જીવડું પણ દૂર થઈ જશે.

વધુ વાંચો : શું તમે મચ્છરોના ફેવરેટ છો, કેમ તમને જ વધારે કરડે છે? જાણો કારણ

  • આ બાબતની રાખો સાવધાની

કાનમાં ક્યારેય કોઈ પણ પ્રકારની વસ્તુ નાખશો નહીં. જો આ ઉપાય છતાં પણ જીવડું દૂર ન થાય તો તાત્કાલિક ડૉક્ટરની સલાહ લો અને વધુ ઘરેલું ઉપાય અજમાવશો નહીં.

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mosquito Ear Insect
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ