બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / સૂર્ય નમસ્કાર કરવાથી શરીરને શું લાભ મળે, કેટલી કેલેરી બર્ન થાય?
Last Updated: 08:32 PM, 21 June 2026
આજના ભાગદોડ ભર્યા જીવનમાં દરેક વ્યક્તિ ફિટ રહેવા માંગે છે. જેથી લોકોએ યોગને પોતાની દિનચર્યામાં સામેલ કર્યો છે. જેમાં યોગને સૌથી સરળ અને અસરકારક સ્વરૂપ માનવામાં આવે છે. ઘણા યોગ આસન છે જે શરીરને ફિટ અને એક્ટીવ રાખવામાં મદદરૂપ સાબિત થાય છે ખાસ કરીને સૂર્ય નમસ્કાર. સૂર્ય નમસ્કાર શરીરને ફિટ રાખે છે એટલું જ નહીં પરંતુ વજન કંટ્રોલ કરવા માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં ઘણા પગલાં હોય છે જેનો દરરોજ અભ્યાસ કરવામાં આવે તો મોટી માત્રામાં કેલરી બર્ન થઈ શકે છે. આજે અમે તમને સૂર્ય નમસ્કાર કરવાની સાચી રીત અને તેના ફાયદાઓ જણાવીશું.
ADVERTISEMENT
સૂર્ય નમસ્કારનો શાબ્દિક અર્થ સૂર્યને નમસ્કાર કરવો છે અને પરંપરાગત રીતે શરીરને દિવસભર એક્ટીવ, ફલેકસીબલ અને ઉર્જાવાન રાખવા માટે કરવામાં આવે છે. તેમાં શરીરને વાળવું, સ્નાયુઓને ખેંચવું, સંતુલન બનાવવું અને શ્વાસને કંટ્રોલ કરવાનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
આ યોગ આસન 12 પગલાંમાં કરવામાં આવે છે. જેમાં સૂર્ય નમસ્કાર કરવા માટે કુલ 12 પગલાં છે. જ્યારે તમે શરૂઆતની સ્થિતિમાં પાછા ફરો છો ત્યારે એક રાઉન્ડ પૂર્ણ માનવામાં આવે છે. જો તમે દિવસમાં બે વાર સૂર્ય નમસ્કાર કરો છો તો તમે સંપૂર્ણપણે સ્વસ્થ રહેશો. ચાલો તેના 12 સ્ટેપ વિષે જાણીએ.

ADVERTISEMENT
પ્રાણમ આસન - શરૂઆતની સ્થિતિમાં પાછા ફરો.
ADVERTISEMENT
શરીરમાં ઉર્જા — સૂર્ય નમસ્કાર કરવાથી આખા શરીરમાં ઉર્જા જળવાઈ રહેશે. તે આખા શરીરને એકસાથે કસરત આપે છે અને માત્ર એક જ ભાગ નહી પણ ખભા, પીઠ, પેટ, પગ અને કમરને કસરત આપે છે.
ADVERTISEMENT
ફલેકસીબીલીટીમાં વધારો — દરરોજ સૂર્ય નમસ્કાર કરવાથી તમારા શરીરની ફલેકસીબીલીટી વધશે જેનાથી તે હળવાશ અનુભવશે. જ્યારે શરીર ફલેકસીબલ બનશે ત્યારે તમે તેને સરળતાથી વાળી શકશો, જેનાથી મચકોડનું જોખમ ઘટશે.
ફેફસાં રહેશે સ્વસ્થ — શ્વાસ લેવાથી અને બહાર કાઢવાથી તમને તમારા શ્વાસ પર કંટ્રોલ મળશે. આ એકાગ્રતા વધશે અને તમારા ફેફસાં મજબૂત થશે. આ યોગ આસન કરવાથી ફેફસાના કેન્સરનું જોખમ ઘટી શકે છે.
ADVERTISEMENT
તમારું વજન કંટ્રોલમાં રહેશે — દરરોજ સૂર્ય નમસ્કાર કરવાથી તમારું વજન કંટ્રોલમાં રહેશે. જો તમે વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છો તો દરરોજ 1-2 રાઉન્ડ કરો. તેનાથી તમારા પેટ, કમર અને જાંઘમાં ચરબી ઓછી થશે.
કેટલી કેલરી બર્ન થાય છે ?
સૂર્ય નમસ્કાર કરવાથી કેલરી બર્ન થાય છે પરંતુ આ રાઉન્ડની સંખ્યા પર આધાર રાખે છે. 10 મિનિટ માટે મધ્યમ ગતિએ યોગ કરવાથી 40-80 કેલરી બર્ન થશે. 10-12 રાઉન્ડ કરવાથી આશરે 80-150 કેલરી બર્ન થઈ શકે છે. દૈનિક પ્રેક્ટિસ સાથે સૂર્ય નમસ્કારની ગતિ અને સમય વધશે.
સવારે સૂર્યોદય સમયે અને ખાલી પેટે સૂર્ય નમસ્કાર કરવું બેસ્ટ મનાય છે. જો તમે સવારે ન કરી શકો, તો તમે રાત્રિભોજનના થોડા કલાકો પછી સાંજે કરી શકો છો.
પીઠ, ઘૂંટણ, કે ખભામાં ઈજા થઈ છે કે ગંભીર દુખાવો થયો છે તેમને ન સૂર્ય નમસ્કાર ન કરવું જોઈએ. તાજેતરમાં સર્જરી થઈ હોય અને ગર્ભાવસ્થા દરમિયાન પણ સૂર્ય નમસ્કાર ન કરો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.