ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / વગર પોલીસ વેરિફિકેશન પાસપોર્ટ તમારા હાથમાં આવી જશે! જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
Last Updated: 09:50 AM, 7 September 2026
ADVERTISEMENT
Tatkal Passport Online Process: તમે પાસપોર્ટ કઢાવવા માંગો છો અને આ પાસપોર્ટ તમને એકથી ત્રણ દિવસની અંદર મળી જાય અને એ પણ પોલીસ વેરિફિકેશન વિના, અથવા કદાચ વેરિફિકેશન પછી, અને પાસપોર્ટ પહેલા આવી જાય? આ તત્કાલ પાસપોર્ટ સાથે શક્ય છે, જેમાં સામાન્ય પાસપોર્ટથી વિપરીત પોલીસ વેરિફિકેશન પછી થાય છે અને પાસપોર્ટ પહેલા આવે છે. ઓનલાઈન અરજી કરતી વખતે તમારે કેટલીક બાબત ધ્યાનમાં રાખવાની જરૂર પડશે.
ADVERTISEMENT
સામાન્ય રીતે જ્યારે તમે પાસપોર્ટ માટે અરજી કરો છો ત્યારે પહેલા પોલીસ વેરિફિકેશન થાય છે, ત્યારબાદ તમારો પાસપોર્ટ આવે છે. જો કે પોલીસ વેરિફિકેશન પહેલાં તમારો પાસપોર્ટ મેળવવાની એક રીત છે. આ કરવા માટે તમારે નોર્મલ પાસપોર્ટ નહીં, પણ તત્કાલ પાસપોર્ટ માટે અરજી કરવાની જરૂર પડશે. પોલીસ વેરિફિકેશન વગર ફક્ત 2 થી 3 કાર્યકારી દિવસોમાં તમારા સરનામે તત્કાલ પાસપોર્ટ પહોંચાડવામાં આવે છે.
એ ધ્યાન રાખવું જરૂરી છે કે ઇન્સ્ટન્ટ પાસપોર્ટ માટે અરજી કરતી વખતે તમારે ફક્ત થોડા અલગ પગલાં અનુસરવાની જરૂર છે.
ADVERTISEMENT
તત્કાલ પાસપોર્ટ માટે ફીમાં તફાવત
જો તમે પોલીસ વેરિફિકેશન પહેલાં પાસપોર્ટ મેળવવા માંગતા હો અને તત્કાલ પાસપોર્ટ માટે અરજી કરી રહ્યા છો, તો ધ્યાન રાખો કે તત્કાલ પાસપોર્ટ માટે વધુ ફી ચુકવવી પડશે. તમારે સ્ટાન્ડર્ડ ફી ઉપરાંત ₹2,000 ની ઇન્સ્ટન્ટ ફી ચૂકવવી પડશે.
ADVERTISEMENT
36 પાનાના તત્કાલ પાસપોર્ટ માટે તમારે 2500 રૂપિયા સાથે વધારાની 2500 રૂપિયાની ફી ચૂકવવી પડશે. આવામાં 36 પાનાના ઇન્સ્ટન્ટ પાસપોર્ટ માટે તમારે 5000 રૂપિયા ખર્ચ કરવો પડશે.
આ ડોક્યૂમેન્ટની જરૂર પડશે
ADVERTISEMENT
તત્કાલ પાસપોર્ટ બનાવડાવા માટે ડોક્યૂમેનન્ટની સંપૂર્ણ ચકાસણી કરવામાં આવે છે. તમારું નામ, પિતાનું નામ અને જન્મ તારીખ તમારા દરેક આઇડી પર બરાબર મેળ ખાતી હોવી જોઈએ. આ માટે આ ડોક્યૂમેન્ટ તૈયાર રાખો:
આધાર કાર્ડ
ADVERTISEMENT
પરિશિષ્ટ 'E' ઘોષણા ફોર્મ
બે વધારાના માન્ય આઇડી પુરાવા જેમ કે PAN કાર્ડ, મતદાર આઇડી, ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા બેંક પાસબુક.
ADVERTISEMENT
ઓનલાઇન કેવી રીતે અરજી કરવી
ઇન્સ્ટન્ટ પાસપોર્ટ માટે અરજી કરવા માટે સત્તાવાર પાસપોર્ટ સેવા પોર્ટલ, passportindia.gov.in ની મુલાકાત લો.
પોર્ટલ પર રજિસ્ટર કરી લોગ ઇન કરો અને Apply for Fresh Passport અથવા Re-issue પસંદ કરો.
સ્કીમ ટાઇપ ફીલ્ડમાં "Tatkaal" વિકલ્પ પસંદ કરવાનું ભૂલશો નહીં.
ફોર્મ ભરો અને બધી જરૂરી વ્યક્તિગત અને સરનામાની વિગતો સબમિટ કરો.
ઓનલાઇન પેમેંટ પૂર્ણ કરો અને તમારા નજીકના PSK અથવા POPSK પર સ્લોટ બુક કરો.
એ નોંધનીય છે કે તમે સવારે 8:00 થી 9:00 વાગ્યાની વચ્ચે વહેલા એપોઇન્ટમેન્ટ સ્લોટ પસંદ કરો છો તો ડોક્યૂમેન્ટ ચકાસણી દિવસના પહેલા ભાગમાં પૂર્ણ થાય છે. આ તમારી ફાઇલને તે જ કાર્યકારી દિવસે પ્રિન્ટિંગ અને ડિસ્પેચ કતારમાં મૂકે છે. આનાથી 48 થી 72 કલાકમાં તમારો પાસપોર્ટ મળવાની શક્યતા વધી જાય છે.

આ પણ વાંચોઃ કામની વાત / 8મા પગારપંચને લઈ મોટા સમાચાર, કર્મચારીઓને ₹14 લાખ સુધીનું એરિયર મળશે! સમજો આખું ગણિત
શું પોલીસ ચકાસણી જરૂરી નથી?
તાત્કાલિક પાસપોર્ટ બનાવવા માટે પોલીસ વેરિફિકેશન નથી થતુ એવું નથી. હકીકતમાં પોલીસ વેરિફિકેશન નોર્મલ પાસપોર્ટ બનાવડાવીએ ત્યારે પહેલા થાય છે. અને તાત્કાલિક પાસપોર્ટ બનાવડાવીએ ત્યારે બાદમાં થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો