બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / આધાર કાર્ડમાં સરનામું કેવી રીતે બદલી શકાય? એક ક્લિકમાં જાણો તમામ માહિતી

તમારા કામનું / આધાર કાર્ડમાં સરનામું કેવી રીતે બદલી શકાય? એક ક્લિકમાં જાણો તમામ માહિતી

Last Updated: 11:08 PM, 3 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Aadhaar Card Address Change Process: આધાર કાર્ડમાં ઘણી વાર જન્મ તારીખ કે એડ્રેસ પણ અપડેટ કરાવવું પડે છે અને ખાસ કરીને જ્યારે લોકો પોતાનું ઘર બદલે છે ત્યારે. એવામાં જો તમારે પણ આધાર કાર્ડમાં એડ્રેસ અપડેટ કરાવવું છે તો તમે નીચે જણાવેલા સ્ટેપ્સ ફોલો કરી શકો છો.

ઘણા પ્રકારના સરકારી અને નોન-સરકારી દસ્તાવેજ એવા છે કે જો તે પાસે ન હોય અથવા ખોવાઈ જાય તો પછી મોટી સમસ્યા થઈ શકે છે. એટલા માટે આમને સંભાળીને રાખવાની જરૂર હોય છે. જેમ કે, આધાર કાર્ડને જ જોઈ લો. આ ડોક્યુમેન્ટ ખૂબ જ જરૂરી દસ્તાવેજોના લિસ્ટમાં આવે છે. આમાં નામ, એડ્રેસ, જન્મ તારીખ જેવી માહિતી સિવાય બાયોમેટ્રિક માહિતી પણ હોય છે.

ત્યારે ઘણી વાર જન્મતારીખ કે એડ્રેસ પણ અપડેટ કરાવવું પડે છે અને ખાસ કરીને જ્યારે લોકો પોતાનું ઘર બદલે છે ત્યારે. જેમ કે, કોઈ ભાડાના મકાનથી પોતાના મકાનમાં શિફ્ટ થાય છે કે એક ઘર વેચીને બીજા મકાનમાં રહેવા જાય વગેરે. એવામાં જો તમારે પણ આધાર કાર્ડમાં એડ્રેસ અપડેટ કરાવવું છે તો તમે નીચે જણાવેલા સ્ટેપ્સ ફોલો કરી શકો છો.

aadhar-card

આધાર કાર્ડમાં એડ્રેસ અપડેટ કરવા નીચેના સ્ટેપ્સ ફોલો કરો..

પહેલુ સ્ટેપ

જો તમારે પણ પોતાના આધાર કાર્ડમાં એડ્રેસ અપડેટ કરાવવાનું છે તો તમે કરાવી શકો છો. તેની માટે આધાર કાર્ડધારકને સૌથી પહેલા નજીકના આધાર સેવા કેન્દ્ર પર જવાનું છે. ત્યાં આધાર કાર્ડ અને એડ્રેસ પ્રૂફ જરૂરથી લઈ જવું, સંબંધિત અધિકારી તમારી પાસે આ માંગી શકે છે.

બીજું સ્ટેપ

કેન્દ્ર પર જઈને તમારે અહીંથી એપોઇન્ટમેન્ટ લેવાની છે અને પછી વારો આવે તેની રાહ જોવાની રહેશે. આ દરમિયાન  તમે કરેકશન ફોર્મ લઈ લો કેમ કે આ ફોર્મથી જ તમારું એડ્રેસ અપડેટ થશે . આ ફોર્મમાં પોતાનું નામ, આધાર નંબર, મોબાઈલ નંબર સહી વગેરે ભરવાનું રહેશે.

Vtv App Promotion 1

ત્રીજું સ્ટેપ

ધ્યાન રાખો કે કરેક્શન ફોર્મમાં તમારે તમારું તે નવું એડ્રેસ પણ ભરવાનું રહેશે જે તમારે આધાર કાર્ડમાં અપડેટ કરાવવાનું છે. આ બાદ ફોર્મ સાથે સંબંધિત ડોક્યુમેન્ટ (એડ્રેસ પ્રૂફની ઝેરોક્ષ) લગાવવાની રહેશે. જેમાં તમે લાઈટ બિલ, પાણીનું બિલ વગેરે ડોક્યુમેન્ટ લગાવી શકો છો. આ ફોર્મ તમારો નંબર આવે ત્યારે અધિકારીને આપવાનું રહેશે.

વધુ વાંચો: કેન્દ્ર સરકાર કોઈનું પણ સોશિયલ મીડિયા એકાઉન્ટ બંધ કરી શકે? જાણો નિયમો

ચોથું સ્ટેપ

આ બાદ અધિકારી તમારું ફોર્મ લઈને ડિટેલ્સને સિસ્ટમથી મેચ કરશે અને પછી તમારા બાયોમેટ્રિક લેવામાં આવશે અને તેને વેરીફાઈ કરવામાં આવશે. સાથે જ અધિકારીઓ તમારા ડોક્યુમેન્ટ પણ ચેક કરશે. આટલું પૂર્ણ થયા બાદ તમારા આધાર કાર્ડમાં નવું એડ્રેસ અપડેટ કરવામાં આવે છે, જે અમુક દિવસોમાં જ અપડેટ થઈ જશે. છેલ્લે ફી લેવામાં આવે છે અને તમને એક સ્લીપ આપવામાં આવે છે જેને સાચવીને રાખવી. 

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Aadhaar Card Address Change Utility News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ