બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / કેન્દ્ર સરકાર કોઈનું પણ સોશિયલ મીડિયા એકાઉન્ટ બંધ કરી શકે? જાણો નિયમો
Last Updated: 09:17 PM, 3 May 2025
22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતીય સરકારે પાકિસ્તાની કલાકારોના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અને એક્સ એકાઉન્ટ ભારતમાંથી બેન કરી દીધા છે. એટલું જ નહીં, ભારત સરકારે યુટ્યુબ પરથી ઘણી પાકિસ્તાની ચેનલોને પણ બેન કરી દીધી છે.
ADVERTISEMENT
હવે આ લોકોના મનમાં આવી રહ્યો છે કે, શું ભારત સરકાર પાસે એટલો અધિકાર છે કે તે કોઈનું પણ સોશિયલ મીડિયા એકાઉન્ટ બંધ કરી શકે છે. શું આને લઈને કોઈ નિયમો બનાવવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા એકાઉન્ટ સ બંધ કરવાની શું પ્રોસેસ હોય છે. ચાલો આ બધા વિશે જાણીએ.

ADVERTISEMENT
સરકાર કોઈનું પણ સોશિયલ મીડિયા એકાઉન્ટ બંધ કરી શકે છે?
ભારત સરકારે પાકિસ્તાનના લોકોના અને સેલિબ્રિટીના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ભારતમાં બંધ કરી દીધા છે. એવામાં ઘણા લોકોના મનમાં સવાલો ઉદ્ભવી રહ્યા છે કે શું ભારત સરકાર કોઈનું પણ સોશિયલ મીડિયા એકાઉન્ટ બંધ કરી શકે છે. તો આનો જવાબ છે ના. ભારત સરકાર કોઈનું સોશિયલ મીડિયા એકાઉન્ટ બંધ નથી કરી શકતી.
ADVERTISEMENT

તમને જણાવી દઈએ કે સરકાર મરજી મુજબ કે કોઈ ઠોસ કારણ વિના કોઈનું પણ સોશિયલ મીડિયા એકાઉન્ટ નથી બંધ કરી શકતી. આની માટે એક કાયદાકીય પ્રોસેસ નક્કી કરવામાં આવી છે. આના પણ નિયમ હોય છે અને તે નિયમોનું પાલન કર્યા બાદ જ કોઈનું એકાઉન્ટ બેન્ડ કરી શકાય છે કે સસ્પેન્ડ કરી શકાય છે.
ADVERTISEMENT
વધુ વાંચો: હાર્ટ એટેક સહિતની ગંભીર બીમારીઓનો ખતરો ટળશે! ડાયેટમાં સામેલ કરો આ વસ્તુઓ
ક્યારે કરી શકાય છે સોશિયલ મીડિયા એકાઉન્ટ બંધ?
ADVERTISEMENT
જણાવી દઈએ કે ભારત સરકારને જો લાગે કે કોઈના એકાઉન્ટથી કોઈ એવી માહિતી આપવામાં આવે છે, કે જેનાથી દેશની સુરક્ષા પર જોખમ પેદા થઈ શકે છે. કે કોઈ એકાઉન્ટથી ફેક ન્યૂઝ ફેલાવવામાં આવે છે, કે પછી કોઈના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મૂકવામાં આવતી પોસ્ટથી સાર્વજનિક વ્યવસ્થા ભંગ થતી હોય. અથવા કોઈ એકાઉન્ટ કોઈ સમાજને ભડકાવવાનો પ્રયત્ન કરે છે. કે પાંથી દંગા ભડકાઉ પોસ્ટ શેર કરે છે. અથવા તો કોઈ એકાઉન્ટથી અશ્લીલ, હિંસક કે પછી ગેરકાયકીય કન્ટેન્ટ શેર કરવામાં આવે છે તો સરકાર આવા સોશિયલ મીડિયા એકાઉન્ટ બંધ કરી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.