બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / 7 પાસ માટે નોકરીની સુવર્ણ તક, આવી ગઈ હોમગાર્ડની બમ્પર ભરતી, જાણી લો તમામ ડિટેઈલ
Last Updated: 02:45 PM, 6 November 2025
Home Guard Recruitment 2025: સમાજ અને દેશની સેવા કરવા ઇચ્છુક યુવાનો માટે પોલીસ તંત્ર સાથે કામ કરવાની તક આવી ગઈ છે. ઝારખંડમાં હોમગાર્ડ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે તેમાં વધારે શિક્ષણની જરૂર નથી. 7મા અને 10મા ધોરણ સુધી અભ્યાસ કરેલા યુવાનો આ ભરતી માટે અરજી કરી શકે છે. ઓફિશિયલ વેબસાઇટ recruitment.jharkhand.gov.in પર જાહેર કરાયેલ નોટિફિકેશન પ્રમાણે, આ ભરતી માટે ફોર્મ ભરવાનું 18 નવેમ્બરથી શરૂ થશે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 21 ઓક્ટોબર 2025 રહેશે.
ADVERTISEMENT
ઝારખંડ હોમગાર્ડની આ ભરતી દુમકા જિલ્લા માટે જાહેર કરવામાં આવી છે. ગ્રામીણ મહિલાઓ અને પુરુષો માટે 667 અને શહેરી હોમગાર્ડ માટે 70 વેકેન્સી છે. આમ કુલ 737 પર પર ભરતી કરવાની છે. આ માટે ઉમેદવારની ઉંમર 19થી 40 વર્ષ સુધીની હોવી જોઈએ. આ માટે ઉમેદવારોની પસંદગી ફિઝિકલ ટેસ્ટ, હિન્દી લેખન, ટેકનિકલ સ્કીલ કસોટી દ્વારા કરવામાં આવશે. પુરુષ ઉમેદવારોની ઊંચાઈ 162 સેમી અને મહિલા ઉમેદવારોની ઊંચાઈ 148 સેમી હોવી જોઈએ.
ADVERTISEMENT

ADVERTISEMENT
ઝારખંડ ગ્રામીણ હોમગાર્ડ પદ માટે અરજી કરવા માટે, ઉમેદવારોએ ઓછામાં ઓછું 7મું ધોરણ પાસ કરેલું હોવું જરૂરી છે. જયારે શહેરી હોમગાર્ડ પદ માટે, મેટ્રિક એટલે કે દસમા ધોરણ સુધીનું શિક્ષણ જરૂરી છે. ઉમેદવારોએ દુમકા જિલ્લામાંથી મેટ્રિક (10મું ધોરણ) પૂર્ણ કર્યું હોવું જોઈએ જ્યાં ભરતી પ્રક્રિયા શરૂ થશે. રાજ્ય સરકાર દ્વારા અધિકૃત સક્ષમ અધિકારી દ્વારા જારી કરાયેલ રહેણાંક પ્રમાણપત્રની સ્વ-પ્રમાણિત ફોટોકોપી અરજી સાથે અપલોડ કરવી જરૂરી છે.
આ પણ વાંચો: કેન્દ્ર સરકાર તરફથી મળે છે 10 લાખ રૂપિયા સુધીની શિક્ષણ લોન, જાણો કેવી રીતે લેવો લાભ
ADVERTISEMENT
ઝારખંડ હોમગાર્ડ ભરતી માટેની અરજીની લિંક ઓફિશિયલ વેબસાઇટ https://recruitment.jharkhand.gov.in પર ખુલશે. સૌથી પહેલા બેઝિક માહિતી ભરીને રજિસ્ટર કરો, પછી આપવામાં આવેલા રજિસ્ટ્રેશાન નંબર દ્વારા લોગ ઇન કરો. બધી વિગતો કાળજીપૂર્વક ભરો. હવે, જન્મ તારીખ, 7મા અને 10મા ધોરણની માર્કશીટ, ટેકનિકલ લાયકાત અને રમતગમત લાયકાત જેવા સ્કેન કરેલા દસ્તાવેજો અપલોડ કરો. સાથે જ ફોટો અને સહી સ્કેન કરીને અપલોડ કરો. અરજી ફોર્મમાં બધી વિગતો કાળજીપૂર્વક ભરો અને ફોર્મ સબમિટ કરી દો. આ ભરતી સંબંધિત અન્ય કોઈપણ માહિતી માટે, ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ પર જઈ શકે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.