ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / BPL પરિવારને પેન્શન તેમજ 20,000ની સહાય, ફટાફટ સરકારી યોજનાનો ઉઠાવો લાભ

તમારા કામનું / BPL પરિવારને પેન્શન તેમજ 20,000ની સહાય, ફટાફટ સરકારી યોજનાનો ઉઠાવો લાભ

Published By: Vidhata Gothi

Last Updated: 09:34 AM, 9 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BPL Pension Yojana NSAP: આ યોજનાઓ માટે ઓનલાઈન (ઉમંગ એપ/વેબસાઈટ દ્વારા) અથવા ઓફલાઈન બંને રીતે સરળતાથી અરજી કરી શકાય છે. જાણો આ યોજનાઓ વિશે.

ADVERTISEMENT

BPL Pension Yojana NSAP: ભારત સરકારે ગરીબી રેખા નીચે જીવતા પરિવારોને મદદ કરવા માટે પાંચ ખાસ પેન્શન યોજનાઓ શરૂ કરી છે. આ યોજનાઓ રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ (NSAP) નો ભાગ છે, જેનો હેતુ વૃદ્ધાવસ્થા, બીમારી અથવા પરિવારના વડાના મૃત્યુ પછી ગરીબ પરિવારોને સહાય પૂરી પાડવાનો છે. આ યોજનાઓ માટે અરજીઓ ઓનલાઈન (UMANG એપ/વેબસાઈટ દ્વારા) અને ઓફલાઈન બંને રીતે સરળતાથી કરી શકાય છે. ચાલો જાણીએ આ યોજનાઓ વિશે.

5 સરકારી પેન્શન યોજનાઓ

ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધાશ્રમ પેન્શન યોજના - 60 વર્ષ અને તેથી વધુ ઉંમરના ગરીબ વૃદ્ધો માટે છે. આ યોજના હેઠળ 6.-79 વર્ષની વયના લોકો માટે દર મહિને 200 રૂપિયા અને 80 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકો માટે દર મહિને 500 રૂપિયા આપવાની જોગવાઈ છે.

ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિધવા પેન્શન યોજના - આ યોજનામાં 40 થી 79 વર્ષની ગરીબ વિધવા મહિલાઓને મહિને 300 રૂપિયા અને 80 વર્ષ અને તેથી વધુ ઉંમરની વિધવા મહિલાઓને દરમહિને 500 રૂપિયાની સહાયની જોગવાઈ છે.

ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિકલાંગતા પેન્શન યોજના - આ યોજના અંતર્ગત 18 થી 79 વર્ષની વયના ગંભીર અથવા બહુવિધ વિકલાંગતા ધરાવતા ગરીબ લોકો માટે દર મહિને 300 રૂપિયા અને 80 અને તેથી વધુ ઉંમરના લોકો માટે દર મહિને 500 રૂપિયાની સહાયની જોગવાઈ છે.

રાષ્ટ્રીય કુટુંબ લાભ યોજના - આ યોજના અંતર્ગત BPL પરિવારના કમાનાર વડા (18થી 59 વર્ષની ઉંમર)ના મૃત્યુ પર પરિવારને એક વારમાં 20000 રૂપિયાની સહાય આપવામાં આવે છે.

અન્નપૂર્ણા યોજના - એવા વૃધ્ધો (65 વર્ષ કે તેનાથી વધુ) જે IGNOAPS માટે યોગ્ય છે, તેમણે કોઈ કારણોસર પેન્શન નથી મળી રહ્યું, તેમને દર મહિને 10 કિલો મફત અનાજ મળે છે.

vtv app promotion

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

  • UMANG (યુનિફાઇડ મોબાઇલ એપ્લિકેશન ફોર ન્યૂ-એજ ગવર્નન્સ) એપ્લિકેશન અથવા વેબસાઇટ https://web.umang.gov.in/ પર જાઓ.
  • ત્યાં લોગઇન કરો અથવા એકાઉન્ટ બનાવો.
  • સર્ચ બારમાં NSAP શોધો.
  • Apply Online પર ક્લિક કરો અને જરૂરી માહિતી ભર્યા પછી અરજી સબમિટ કરો.

આ પણ વાંચો: હવે બેંક ખાતા વગર પણ કરી શકાશે UPIથી ઓનલાઈન પેમેન્ટ, જાણો કેવી રીતે

ઓફલાઇન અરજી કેવી રીતે કરવી?

  • આ યોજનાઓ માટે ગ્રામ પંચાયત અથવા નગરપાલિકા/નિગમ કચેરીઓની મુલાકાત લઈને પણ અરજી ફોર્મ ભરી શકાય છે.
  • રાજ્ય સરકારના નોડલ વિભાગ અથવા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીની કચેરીમાં પણ આ યોજનાઓ માટે અરજી કરી શકાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

BPL Pension Yojana how to apply NSAP NSAP pension

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ