ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / આજે બેંકો ખુલ્લી રહેશે કે બંધ? બ્રાન્ચે જતા પહેલા લિસ્ટ પર નજર મારી લેજો

તમારા કામનું / આજે બેંકો ખુલ્લી રહેશે કે બંધ? બ્રાન્ચે જતા પહેલા લિસ્ટ પર નજર મારી લેજો

Published By: Vidhata Gothi

Last Updated: 08:25 AM, 8 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bank Holiday Today: જો આજે 8 નવેમ્બર શનિવારના રોજ બેંક જવાનો વિચારી કરી રહ્યા હોવ અને કોઈ જરૂરી કામ પતાવવાનું હોય તો બેંક જતા પહેલા જાણી લો કે આજે બેંક ખુલ્લી છે કે બંધ છે.

ADVERTISEMENT

Bank Holiday Today: આજે 8 નવેમ્બર શનિવારના રોજ કોઈ જરૂરી કામ માટે બેંક જવાનો વિચાર કરી રહ્યા હોવ તો પહેલા એ જાણવું જરૂરી છે કે આજે બેંકો ખુલ્લી છે કે નહીં. જણાવી દઈએ કે આજે દેશભરની બેંકો બંધ રહેશે કારણ કે આજે મહિનાનો બીજો શનિવાર છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ના નિયમો પ્રમાણે, મહિનાના દરેક બીજા અને ચોથા શનિવારે બેંકો બંધ રહે છે.

bank-new-logo

આજે કનકદાસ જયંતિ પણ

આજે કર્ણાટકમાં કનકદાસ જયંતિ ઉજવવામાં આવી રહી છે. જેના લીધે આજે ત્યાં જાહેર રજા છે. 16મી સદીના કવિ-સંત, સંગીતકાર અને દાર્શનિક કનકદાસની જન્મજયંતિ સમગ્ર રાજ્યમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વર્ષે કનકદાસની 525મી જન્મજયંતિ છે, તેથી બેંગલુરુમાં સરકારી કચેરીઓ, શાળાઓ અને બેંકો બંધ રહેશે. કનકદાસ ભક્તિ ચળવળના અગ્રણી કવિઓમાંના એક હતા, જેમણે સમાજમાં પ્રેમ, સમાનતા અને ભક્તિનો સંદેશ ફેલાવ્યો હતો. તેમની યાદમાં દર વર્ષે 8 નવેમ્બરે તેમની જન્મજયંતિ ઉજવવામાં આવે છે.

vtv app promotion

હવે આગામી રજા ક્યારે આવશે?

આજ પછી, આ મહિને બીજી કોઈ રજા નથી. આગામી રજા 1 ડિસેમ્બરે રહેશે, કારણ કે ઇટાનગર અને કોહિમા જેવા કેટલાક સ્થળોએ રાજ્ય સ્થાપના દિવસ અને સ્વદેશી શ્રદ્ધા દિવસની ઉજવણી કરવામાં આવશે. આ સિવાય RBIની હોલિડે લિસ્ટ પ્રમાણે, 5 થી 9 નવેમ્બર દરમિયાન ઘણા રાજ્યોમાં બેંકો બંધ રહેશે. જોકે, એક સાથે અખા દેશની બેંકોમાં રજા નહીં હોય. બેંકો બધા રવિવારે તેમજ 22 નવેમ્બર, મહિનાના ચોથા શનિવારે બંધ રહેશે.

આ પણ વાંચો: ટ્રેનની કન્ફર્મ સીટ નહીં મળે! ટિકિટ બુકિંગ કરતા પહેલા આ કામ કરવું જરૂરી

ડિજિટલ બેંકિંગ રહેશે ચાલુ

બેંક બંધ રહેવા દરમિયાન પણ લોકો બિલ પેમેન્ટ અને પૈસા ટ્રાન્સફર કરવા જેવા કામો કરવા માટે ઓનલાઇન અથવા મોબાઇલ બેંકિંગનો ઉપયોગ કરી શકે છે. ATM પણ 24 કલાક ખુલ્લા રહે છે, તેથી કેશની પણ કોઈ સમસ્યા નહીં આવે. NEFT/RTGS ટ્રાન્સફર ફોર્મ, ડિમાન્ડ ડ્રાફ્ટ રિક્વેસ્ટ ફોર્મ અને ચેકબુક ફોર્મ દ્વારા પણ ફંડ ટ્રાન્સફર કરી શકાય છે. રજાઓ દરમિયાન એકાઉન્ટ મેન્ટેનન્સ ફોર્મ અને લોકર એપ્લિકેશન જેવી સેવાઓ પણ ચાલુ રહે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bank Holiday List Bank Holiday Today RBI

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ