બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / કેન્દ્ર સરકાર પછી હવે રેલવે સારા સમાચાર આપશે, લોકોને મફતમાં મળશે આ સુવિધા
Last Updated: 10:24 PM, 7 October 2025
Indian Railway: ભારતીય રેલવે પર ટિકિટ માટેનો ધસારો કંઈ નવો નથી. આ ઉતાવળમાં ખોટી તારીખ માટે ટિકિટ બુક થઇ જતી હોય છે. એક તો માંડ માંડ ટિકિટ મળવી અને ઉપરથી ખોટી તારીખની બુક કરી દીધી હોય છે. જો તમારી સાથે આવું બન્યું હોય તો ચિંતા કરવાની જરૂર નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભારતીય રેલવે ટૂંક સમયમાં તેના મુસાફરોને એક નવી સુવિધા આપવા જઇ રહી છે. આ સુવિધા મુસાફરોને કોઈપણ નાણાકીય નુકસાન વિના તેમની કન્ફર્મ ટિકિટ પર તારીખ બદલવાની મંજૂરી આપશે.
ADVERTISEMENT

રેલવે ટૂંક સમયમાં કેટલાક આપશે ખૂશખબરી
ADVERTISEMENT
કહેવાય છે કે ભારતીય રેલવે મુસાફરોની સુવિધા માટે ટૂંક સમયમાં એક મોટો ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે. આ ફેરફાર મુસાફરો માટે રાહતનો રહેશે, કારણ કે તેમને તેમની કન્ફર્મ ટિકિટ પર તારીખ બદલવાનો વિકલ્પ આપવામાં આવશે, અને મહત્વનું છે કે, આમ કરવા માટે કોઈ પૈસા કાપવામાં આવશે નહીં. સરળ શબ્દોમાં કહીએ તો જો તમારી પાસે 28 નવેમ્બરે દિલ્હીથી જયપુરની કન્ફર્મ ટિકિટ હોય, અને કોઈ કારણોસર તમારો પ્લાન પાંચ દિવસ પછી બદલાઈ જાય, તો તમારે 3 ડિસેમ્બરે નવી ટિકિટ ખરીદવાની જરૂર રહેશે નહીં.
તમે તમારી 28 નવેમ્બરની ટિકિટમાં ફેરફાર કરી શકો છો અને તે જ ટિકિટનો ઉપયોગ કરીને 3 ડિસેમ્બરે જયપુરની મુસાફરી કરી શકશો.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ તમારા કામનું / દિવાળી પહેલા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, કરોડો લોકોને થશે સીધો ફાયદો
ADVERTISEMENT
અત્યારે આટલો આપવો પડશે કૈસિલેશન ચાર્જ
એક મીડિયાના અહેવાલ મુજબ રેલવે મંત્રીએ પોતે આ બાબતે પોતાનો પક્ષ રાખ્યો છે, જેમાં જણાવ્યું છે કે આ સિસ્ટમ બદલવા માટે જરૂરી સૂચનાઓ જારી કરવામાં આવી છે અને કામ ચાલી રહ્યું છે. એવો દાવો કરવામાં આવે છે કે જાન્યુઆરી 2026 થી ઓનલાઇન ટિકિટ યાત્રામાં કન્ફર્મ ટિકિટની તારીખ બદલાવી શકાશે.
ADVERTISEMENT
હાલમાં ટિકિટ રદ કરવા માટે ફર્સ્ટ એસી માટે રૂપિયા 240 પ્લસ જીએસટી ચુકવવો પડે છે. વધુમાં એસી 2 ટિયર માટે આ ચાર્જ રૂપિયા 200 છે જેમાં દરેક વર્ગ માટે જીએસટી અલગ અલગ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.