બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / કર્મચારીઓએ 8માં પગાર પંચ માટે કેટલી રાહ જોવી પડશે?, જાણી લો અપડેટ એક ક્લિકમાં

તમારા કામનું / કર્મચારીઓએ 8માં પગાર પંચ માટે કેટલી રાહ જોવી પડશે?, જાણી લો અપડેટ એક ક્લિકમાં

Priyankka Triveddi

Last Updated: 11:06 AM, 28 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોદી સરકારે 2025 ની શરૂઆતમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને એક સારા સમાચાર આપ્યા હતા. જેમાં સરકારે 16 જાન્યુઆરી 2025 ના રોજ 8મા પગાર પંચની જાહેરાત કરી હતી પરંતુ સપ્ટેમ્બર મહિનો પૂરો થવા આવ્યો છે અને કમિશનની સત્તાવાર સૂચનાની હજુ પણ રાહ જોવાઈ રહી છે. આનાથી કર્મચારીઓ અને યુનિયનમાં ચિંતા વધી છે. જેનાથી પ્રશ્ન ઉભો થયો છે કે શું 8મા પગાર પંચના અમલીકરણ માટે 2028 સુધી રાહ જોવી પડશે?

8th Pay Commission: દેશભરના 1.2 કરોડથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો 8મા પગાર પંચ (8th Pay Commission)ની અમલવારી માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. મોદી સરકારે 16 જાન્યુઆરી 2025ના રોજ આ પગાર પંચની જાહેરાત કરી હતી જેનાથી કર્મચારીઓમાં આશાનું કિરણ જાગ્યું હતું. જોકે સપ્ટેમ્બર 2025 પૂરો થવા આવ્યો છે છતાં હજુ સુધી આ કમિશન માટે કોઈ સત્તાવાર જાહેરાત, Terms of Reference (ToR) કે સભ્યોની નિમણૂક જાહેર કરવામાં આવી નથી. આ વિલંબના પગલે કર્મચારીઓ અને યુનિયનોમાં નિરાશા અને અનિશ્ચિતતા ફેલાઈ છે.

8મા પગાર પંચ અંગે હાલ સુધી કોઈ આગળની કાર્યવાહી થઈ નથી અને તેના અમલ માટે 2028 સુધી રાહ જોવી પડી શકે છે

8th Pay Commission: વિલંબ ચિંતાજનક છે?

ભૂતકાળના અનુભવને આધારે જોઈ શકાય છે કે પગાર પંચની રચના થાય અને ત્યારપછી તેનો અમલ થવા સુધી સામાન્ય રીતે 2-3 વર્ષનો સમય લાગતો હોય છે. તેથી હાલમાં ઉઠી રહેલો પ્રશ્ન કે "શું 8મું પગાર પંચ 2028 પહેલાં લાગુ થશે?"

8th-pay-commission

છઠ્ઠા અને સાતમા પગાર પંચની સમયરેખા શું કહી છે?

છઠ્ઠા પગાર પંચની રચના ઓક્ટોબર 2006માં કરવામાં આવી હતી. પંચે માર્ચ 2008માં ભલામણ કરી હતો અને સરકારે ઓગસ્ટ 2008માં તેને મંજૂરી આપી હતી. આ ભલામણ પાછળથી 1 જાન્યુઆરી 2006થી અમલમાં આવી હતી. આ પ્રક્રિયાને લગભગ 22-24 મહિના લાગ્યા હતા.

સાતમા પગાર પંચની રચના ફેબ્રુઆરી 2014માં કરવામાં આવી હતી અને તેના ToR માર્ચ 2014માં અંતિમ સ્વરૂપે જાહેર કરાયા હતા. પંચે નવેમ્બર 2015માં અહેવાલ રજૂ કર્યો હતો અને સરકાર દ્વારા તેનો અમલ જૂન 2016માં મંજૂર થયો હતો. જોકે તેનો અમલ પણ પાછલી તારીખથી – 1 જાન્યુઆરી 2016થી લાગુ થયો હતો. આ પ્રક્રિયામાં લગભગ 33 મહિના (2 વર્ષ અને 9 મહિના) લાગ્યા.

8મા પગાર પંચની હાલની સ્થિતિ શું છે?

મોદી સરકારે 16 જાન્યુઆરી 2025ના રોજ 8મા પગાર પંચની જાહેરાત તો કરી હતી પરંતુ અત્યાર સુધી તેની ToR તથા સભ્યોના નામ જાહેર કરાયા નથી. તેનાથી સ્પષ્ટ છે કે વાસ્તવિક પ્રક્રિયા હજી શરૂ પણ થઈ નથી. જો આગામી કેટલાક મહિનાઓમાં પંચ રચાય અને તેના અહેવાલ તૈયાર કરવામાં 2 વર્ષ જેટલો સમય લાગે તો તે 2027 સુધી પૂર્ણ થઈ શકે છે. ત્યારપછી સરકાર અહેવાલના મૂલ્યાંકન અને અમલ માટે વધુ સમય લઈ શકે છે. એટલે કરીને 8મા પગાર પંચની ભલામણોનું અમલીકરણ 2028 પહેલાં થવાનું બહુ મુશ્કેલ લાગે છે. તેમ છતાં એવું માનવામાં આવી રહ્યું છે કે આ ભલામણો 1 જાન્યુઆરી 2026થી અસરકારક ધારીને બાકી રકમ ચૂકવવામાં આવશે.

8th Pay Commission:પગાર પંચ કેમ જરૂરી છે?

પગાર પંચ ફક્ત પગાર વધારો જ નહીં પણ ભથ્થાં, પેન્શન અને ભવિષ્યની નાણાકીય સુરક્ષાને પણ આવરી લે છે. ખાસ કરીને હાલના ફુગાવા અને જીવનવ્યય વધારાના સમયમાં સરકારી કર્મચારીઓ માટે આ પ્રકારની સમીક્ષા અત્યંત જરૂરી છે. પેન્શનરો માટે પણ આ ભલામણો મોંઘવારી ભથ્થા (DA) અને પેન્શનને સીધી અસર કરે છે.

વધુ વાંચો: સવારે ઉઠવામાં તમને પણ આવે છે આળસ? ફોલો કરો આ ટિપ્સ, ફટાફટ ઉઠી જશો

Vtv App Promotion 2

એક્સપર્ટ શું કહે છે?

ફાયનાન્સ એક્સપર્ટ માને છે કે જો 7મા પગાર પંચની રીતે જ કામ થાય તો 8મા પંચના અમલમાં પણ ઉંચા વિલંબની સંભાવના છે. અત્યાર સુધીમાં ભલામણોની અમલવારી 2028 સુધી લંબાઈ શકે છે. ત્યારે હાલના 1.2 કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરો કમિશનની સ્થાપના અને ToR જાહેર થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

જ્યાં એક બાજુ સરકાર દ્વારા જાહેરાત થઈ ગઈ છે. ત્યાં બીજી બાજુ ToR ને પંચના સભ્યો હજુ સુધી નિમણૂક પામ્યા નથી. 6ઠ્ઠા અને 7મા કમિશનને લાગુ કરવામાં લાંબો સમય લાગ્યો હતો. તેથી એવું લાગે છે કે 8 મુ પગારપંચ પણ 2028 પહેલાં લાગુ નહિ જ થાય.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Salary Increase in 8th Pay Commission Government Employee 8th Pay Commission
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ