ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / uses-of-silica-gel-in-daily-life

NULL / બુટના બોક્સમાં શા માટે આપવામાં આવે છે આ નાનું પાઉચ? કારણ જાણી તમે ફેંકવાનું ટાળી કરશો એકઠા

Published By: vtvAdmin

Last Updated: 07:12 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

સામાન્ય રીતે નાની-મોટી વસ્તુઓને અનાવશ્યક સમજીને ક્યાં તો તેના પર ધ્યાન નથી આપતા ક્યાં તો પછી તેને ફેંકી દેતા હોઇએ છીએ. ઘણી વખત આ વસ્તુઓ એટલી કામની સાબિત થાય છે જેના વિશે આપણે વિચારી પણ નથી શકતા. 

જૂતાના બોક્સમાં અથવા તો ઘણી એવી વસ્તુ જેવી કોઇ-કોઇ દવાઓના ડબ્બામાં એક નાનું કાગળનું પાઉચ જોવા મળે છે જેનો સ્પર્શ કરવા પર લાગે છે કે અંદર મીઠા જેવી કોઇ વસ્તુ છે. 

આપણે જ્યારે પણ જૂતા બોટલ કે દવાઓ જેવી વસ્તુઓ ખરીદ્યે છીએ તો ડબ્બામાંથી કાગળની બે નાની-નાની પોટલી બહાર નીકાળીને ફેંકી દેતા હોઇએ છીએ અને નવી ખરીદીના સામાનને જોવામાં કે વાપરવામાં વ્યસ્ત થઇ જઇએ છીએ. આ સાથે જ ભૂલી જઇએ છીએ આ રાખવા પાછળને કોઇને કોઇ કારણ ચોક્કસથી હશે. તમને જણાવી દઇએ આ વસ્તુને સિલિકા જેલ કહેવામાં આવે છે. જે ભેજને સૂકવવાનું કામ કરે છે. 

જોકે સામાન્ય રીતે આપણે તેનો જોયા કે ઉપયોગ કરતા પહેલા જ ફેંકી દઇએ છીએ પરંતુ જ્યારે આગામી વખતે તમને આ સિલિકા જેલની પોટલી મળે તો તેનો આ રીતે ચોક્કસથી ઉપયોગ કરો. 

- ઘણી વખત આપણો ફોન પાણીમાં પડી જાય છે  અથવા તો વરસાદમાં ભીનો થઇ જાય છે. ત્યારે સૌથી પહેલા મોબાઇલની બેટરીની સૂકા કપડાથી લૂછી લો અને તે પછી એક પૉલિથિનમાં આ મોબાઇલને રાખીને તેને સિલિકા જેલના બે-ચાર પાઉટ મૂકી દો અને પ્લાસ્ટિકને બંધ કરી દો અને બે દિવસ મૂકી દો. આ સિલિકા મોબાઇલનો તમામ ભેજને સૂકવી દેશે અને પહેલાની જેમ જ કરી દેશે.

- આ સિવાય તમે ફ્રૂટસ મસાલા-દાળ કઢોળ જેવી વસ્તુઓને સૂકી રાખવા માટે અથવા તો વધારે દિવસ સુધી ફ્રેશ રાખવા માટે તેનો ઉપયોગ કરી શકાય છે. જો તમે કોઇ ડબ્બામાં તેની નાની-નાની પોટલી રાખી દો અને આ ખાદ્ય પદાર્થને ભેજથી બચાવશે. 

- આ સાથે જ તમારા ઘરમાં પડ્યા પડ્યા જૂના ફોટોગ્રાફ્સ ખરાબ થઇ જાય છે અને એકબીજાની સાથે ચિપકી જાય છે જેને ઠીક કરવા માટે આલ્બમમાં બે-ચાર સિલિકા પાઉચ રાખી દો. એટલે કે ઘરમાં પડ્યા પડ્યા કોઇ પણ વસ્તુઓને ભેજથી બચાવવા અથવા તો વધારે દિવસ સુધી ઠીક રાખવા માટે સિલિકા જેલ ખૂબ જ મદદરૂપ છે. 

આ તમામ વાતોને જાણ્યા પછી તમને પસ્તાવો થતો હશે તો અમે તમને જણાવી દઇએ કે ઑનલાઇન ઓર્ડર કરી શકો છો અને ડેલી લાઇફનો ભાગ બનાવી શકો છો.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ