બ્રેકિંગ ન્યુઝ
VTV / Tech & Auto / used second-hand Maruti swift eeco wagonr selling cheaper price
Kavan
Last Updated: 04:30 PM, 13 November 2019
ADVERTISEMENT
પરંતુ દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતી સુઝુકી પોતાની યૂઝ્ડ કાર ફર્મ "Truevalue" ના માધ્યમથી જુની કારનું વેચાણ કરે છે. આ સમયે Truevalue વેબસાઇટ પર સૌથી ઓછી કિંમત ધરાવતી 7 સીટર MPV અને સ્વીફ્ટ જેવી કારનું વેચાણ કરી રહી છે.
Maruti wagon r : કંપનીની બેસ્ટ સેલિંગ હેચબેક કારમાં એક વેગનઆરના પેટ્રોલ સંસ્કરણનું એન્ટ્રી લેવલ વેરિયંન LXI આ વેબસાઇટ પર વેચાણ માટે ઉપલબ્ધ છે. વેબસાઇટ પર આપવામાં આવેલ વિગત મુજબ આ કાર 2010નું મોડેલ છે અને અત્યાર સુધીમાં આ કાર 1,71,302 કિલોમીટર ચાલેલી છે. જેમાં CNG કીટ ફીટ છે. જેની કિંમત 1.95 લાખ નક્કી કરવામાં આવી છે.
ADVERTISEMENT
Maruti Ritz : મારુતિએ પોતાની હેચબેક કારનું વેચાણ બંધ કરી દીધું છે. વેબસાઇટ પર આપવામાં આવેલ જાણકારી અનુસાર આ કાર 2016 નું મોડેલ છે અને અત્યાર સુધીમાં તે 1,67,102 કિલોમીટરનું અંતર કાપી ચૂકી છે. તે પ્રથમ ઓવનરશીપ ધરાવે છે. જેની કિંમત 1.90 રાખવામાં આવેલ છે.
Maruti Swift : કંપનીની જાણીતા હેચબેક કારમાં સ્વીફ્ટ એક અનોખું સ્થાન ધરાવે છે. આ કારના શોખીનો પણ ઘણા છે. આ કારનું ડીઝલ મોડેલનું એન્ટ્રી લેવલ વેરિયંટ LDI આ વેબસાઇટ પર વેચાણ અર્થે મુકવામાં આવેલ છે. આપવામાં આવેલ જાણકારી અનુસાર આ કાર 2010નું મોડેલ છે અને અત્યાર સુધીમાં તે 1,13,810 કિલોમીટર ચાલેલ છે. જેની કિંમત 1.75 લાખ કિંમત નક્કી કરવામાં આવી છે.
Maruti Eco : મારુતિ ઇકો નાના પરિવારો માટે ખુબ જ જાણીતી કાર છે. આ કારનું 7 સીટર વેરિયંટ આ વેબસાઇટ પર વેચાણ અર્થે ઉપલબ્ધ છે. આપવામાં આવેલ જાણકારી અનુસાર આ કાર 2014 નું મોડેલ છે અને તે અત્યાર સુધીમાં 1,35,499 કિલોમીટર ચાલેલ છે, જેની કિંમત 95000 નક્કી કરવામાં આવી છે.
નોંધ :
અહીં કાર વિશે આપવામાં આવેલ જે પણ વાત "Truevalue" વેબસાઇટ પર આપવામાં આવેલ જાણકારી અનુસાર છે. જુના વાહનો ખરીદતા પહેલા તેની કંડીશન અને દસ્તાવેજોની તપાસ કરી ખૂબ જ જરૂરી છે. આ તમામ કાર દિલ્હીમાં વેચાણ અર્થે રાખવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.