બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / USB કોન્ડોમ, એ વળી શું? ક્યાં થાય છે તેનો ઉપયોગ, જાણીને વિચારતા રહી જશો
Last Updated: 09:49 PM, 11 December 2025
લોકો જ્યારે બહાર જાય છે ત્યારે હોટલ કે એરપોર્ટ કે બસ સ્ટેશન જેવી જગ્યાએ ચાર્જિંગ પોઈન્ટનો ઉપયોગ કરે છે. પણ આવા અજાણ્યા ચાર્જિંગ પોઈન્ટથી તમારા ફોનને ઇન્ફેક્શન લાગી શકે છે, માલવેર ઇન્સ્ટોલ કરવાથી લઈને તમારી પર્સનલ ઇન્ફોર્મેશન ચોરાઈ શકે છે. જેનાથી તમે જોખમમાં મુકાઈ શકો છો અને આર્થિક નુકશાન પણ થઇ શકે છે.
ADVERTISEMENT
આ સમસ્યાથી બચવા માટે તમે USB કોન્ડોમનો ઉપયોગ કરી શકો છો. આ એક કેબલ હોય છે જેનો ઉપયોગ માત્ર ચાર્જિંગ માટે જ થઈ શકે છે, ડેટા ટ્રાન્સફર માટે નહીં. આથી તેને પાવર-ઓન્લી કેબલ પણ કહેવાય છે. આને USB કોન્ડોમ પણ કહેવામાં આવે છે.
શું છે USB કોન્ડોમ ?
ADVERTISEMENT
જો તમે અજાણ્યા ચાર્જિંગ પોઈન્ટ કે ચાર્જરનો ઉપયોગ કરીને તમારા ફોનને ચાર્જ કરો છો તો તમારે USB કોન્ડોમનો પણ ઉપયોગ કરવો જોઈએ. આ એક પ્રકારનો ડોંગલ કે કેબલ હોય છે જે USB કનેક્શન પર ડેટા ટ્રાન્સફર થવા દેતું નથી. તેનો ઉપયોગ કરવાથી તમારા ફોનમાં કોઈપણ ડેટા ટ્રાન્સફર થતો નથી. વિદિત રહે કે, અમુક હેકર ગ્રુપ તમારા ફોનમાં માલવેર દાખલ કરવા માટે પબ્લીક ચાર્જિંગ પોઈન્ટનો ઉપયોગ કરે છે.

ADVERTISEMENT
આ સ્થિતિમાં, 'USB કોન્ડોમ' કે પાવર-ઓન્લી કેબલ, તમારા ફોનને સુરક્ષિત રાખવાનો સૌથી સરળ રસ્તો છે. તેને તમારા ફોન સાથે કનેક્ટ કરીને તમે કોઈપણ જોખમ વગર હોટલ, એરપોર્ટ કે બસ સ્ટેશનના ચાર્જિંગ પોઈન્ટનો ઉપયોગ કરી શકો છો.
ADVERTISEMENT
આ એક ડીવાઈસ છે જે માલવેરને તમારા ઉપકરણમાં પ્રવેશતા અટકાવી શકે છે. તેનો ઉપયોગ કરવાનો ફાયદો એ છે કે તમે કોઈપણ ચિંતા વગર તમારા ડીવાઈસને પબ્લિકલી ચાર્જિંગ પોઈન્ટ અને અજાણ્યા ચાર્જરથી ચાર્જ કરી શકો છો. તેનો ઉપયોગ તમારા ડીવાઈસ અને તમારી પ્રાઈવેસી સુરક્ષિત રાખે છે. જે સાયબર અટેક અને હેકિંગથી પણ બચાવે છે
ADVERTISEMENT
ADVERTISEMENT
માર્કેટમાં બે પ્રકારના USB કોન્ડોમ ઉપલબ્ધ છે. એક ડોંગલના રૂપમાં આવે છે, અને બીજો ચાર્જિંગ કેબલના રૂપમાં. બંને તમારા ફોન કે બીજી ડીવાઈસને ચાર્જ કરવા માટે બન્યો હોય છે. તેનાથી ડીવાઈસમાં કોઈપણ ડેટા ટ્રાન્સફર થતો નથી. જો તમે ડોંગલ તરીકે પાવર-ઓન્લી કેબલનો ઉપયોગ કરતા હોવ તો તમારે તેને તમારા ફોન કે ટેબ્લેટના ચાર્જિંગ કેબલ સાથે જોડવાની જરૂર પડશે. જો તમે કેબલ વર્ઝનનો ઉપયોગ કરી રહ્યા હોવ તો તમે તેનો ઉપયોગ તમારા ડિવાઇસના રેગ્યુલર ચાર્જિંગ કેબલની જેમ જ કરી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.