બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Us Voices Popular Fear Of Pak Militants Launching Terror Strikes In India Post Art 370

ચેતવણી / કાશ્મીર મુદ્દાને લઇને ભારત પર હુમલો કરી શકે છે પાકિસ્તાની આતંકવાદી: અમેરિકા

Published By: Juhi

Last Updated: 03:28 PM, 2 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાએ ભારતમાં આતંકી હુમલા અંગેની ચેતવણી આપતા કહ્યું કે, ભારત સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવ્યા અંગે ઘણા દેશોમાં ભય છે. અમેરિકાએ કહ્યુ કે, જો પાકિસ્તાન આ આતંકવાદી સમૂહને કાબૂમાં રાખે તો હુમલાને રોકી શકાય છે.

  • અમેરિકા રક્ષા વિભાગના એક અધિકારી અનુસાર, આતંકવાદી ભારત પર હુમલો કરી શકે છે
  • કલમ 370 હટાવ્યા પછી ભારતમાં આતંકવાદી હુમલાની આશંકા ઘણા દેશોને છે 

ભારત-પ્રશાંત સુરક્ષા મામલાના સહાયક રક્ષા મંત્રી રેડેલ શ્રાઈવરે કહ્યું કે,કાશ્મીર પર નિર્ણય પછી ઘણા દેશોને ડર છે કે આંતકવાદી સમૂહ સીમાપારથી હુમલાઓને અંજામ આપી શકે છે સાથે જ તેમણે કહ્યુ કે, ''મને નથી લાગતુ કે ચીન આ વાતનું સમર્થન કરશે અથવા આ પ્રકારના ઝઘડામાં વચ્ચે પડશે. ચીન પાકિસ્તાનને ફક્ત કૂટનીતિક અને રાજકીય સમર્થન આપશે.''

'ચીનની સાથે સ્થાઇ સંબંધ છચ્છે છે ભારત'

શ્રાઈવરના જણાવ્યા પ્રમાણે, લાંબા સમયથી ચીન અને પાકિસ્તાનના સારા સંબંધ છે. વિકાસ અંગે ચીન અને ભારત વચ્ચે પ્રતિસ્પર્ધા છે. હવે ભારત ચીન સાથે સ્થાઈ સંબંધ ઈચ્છે છે. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે અમેરિકાના પ્રવાસ અંગે શ્રાઈવરને કહ્યું કે, અમે(અમેરિકા) તેમને(ભારત) ચીન સાથે સંબંધો અંગે વાત કરી છે. જો કે બન્ને દેશો ઉભરતી શક્તિઓ છે. બન્ને દેશો વચ્ચે ઘણા મુદ્દાઓ છે. જ્યાં સુધી કાશ્મીરનો સવાલ છે, ચીન પાકિસ્તાનની જ તરફેણ કરશે.

'પાકિસ્તાનની યોજનાઓ ધ્વસ્ત થઇ જશે'

ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે મંગળવારે અમેરિકન થિંક ટેન્ક સેન્ટર ફોર સ્ટ્રેટજિક એન્ડ ઈન્ટરનેશનલ સ્ટડીઝ સાથેની વાતચીતમાં કહ્યું કે, ''અમારી સરકાર જમ્મુ-કાશ્મીરમાં વિકાસ અંગે પ્રતિબદ્ધ છે. જેનાથી પાકિસ્તાનને ખતરો અનુભવાઈ રહ્યો છે, કારણ કે આનાથી કાશ્મીરની 70 વર્ષથી ચાલતી યોજના પર પાણી ફેરવાયું છે. કાશ્મીરમાં સ્થિતી નિયંત્રણમાં છે. આ પ્રકારની પરિસ્થિતી પહેલા ભારતના પૂર્વોત્તર વિસ્તારમાં પણ હતી. તમે જોઈ શકો છો કે પૂર્વોત્તરમાં શાંત છે.''

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે ભારતના જમ્મૂ-કાશ્મીરને વિશેષ દરજ્જા આપતી બંધારણની કલમ 370 અને 35A ને 5 ઓગસ્ટના હટાવી દીધી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

USA world આતંકવાદ જમ્મૂ-કાશ્મીર પાકિસ્તાન ભારત Warning

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ