બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / વિશ્વ / US Secretary of State Anthony Blinken says US will help, NATO countries can send fighter jets to Ukraine

BIG NEWS / મહાયુદ્ધ હવે વિશ્વયુદ્ધ બનશે..! 'નાટો દેશો યુક્રેનમાં ફાઈટર પ્લેન મોકલી શકે છે', US વિદેશમંત્રીના નિવેદનથી હચમચી ઉઠી દુનિયા

Vishnu

Last Updated: 12:16 AM, 7 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખાનગી ચેનલને ઈન્ટરવ્યુમાં USના વિદેશમંત્રી એન્ટની બ્લિંકને કહ્યું- અમેરિકા મદદ કરશે, નાટો દેશો યુક્રેનમાં ફાઈટર પ્લેન મોકલી શકે છે

  • મહાયુદ્ધ હવે વિશ્વયુદ્ધ બને તેવા એંધાણ
  • USના વિદેશમંત્રી એન્ટની બ્લિંકને આપ્યું મોટું નિવેદન
  • 'નાટો દેશો યુક્રેનમાં ફાઈટર પ્લેન મોકલી શકે છે'

અમેરિકાની ખાનગી ચેનલ ફેશ ધ નેશનમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન USના વિદેશમંત્રી એન્ટની બ્લિંકન કહે છે કે નાટો દેશો પાસે યુક્રેનમાં ફાઇટર જેટ મોકલવા માટે "લીલી લાઈટ" છે. નાટો દેશો યુક્રેનમાં ફાઈટર પ્લેન મોકલી શકે છે. અમેરિકા મદદ માટે તૈયાર છે.

વધુમાં USના વિદેશમંત્રી એન્ટની બ્લિંકને શું કહ્યું?
અમેરિકા પાસે યુક્રેનમાં યુદ્ધ ગુનાઓના 'ખૂબ જ વિશ્વસનીય' અહેવાલો છે, રશિયન તેલની આયાત પર પ્રતિબંધ મૂકવાની શક્યતા: બ્લિંકેને કહ્યું કે યુક્રેનમાં અમે કેટલાક ઘાતક હથિયારોના ઉપયોગ અંગે ખૂબ જ વિશ્વસનીય અહેવાલો જોયા છે. રશિયન તેલની આયાત પર પ્રતિબંધો લાદવાની સંભાવના પર, બ્લિંકને કહ્યું, "મેં આ વિષય પર ગઈકાલે રાષ્ટ્રપતિ અને કેબિનેટના અન્ય સભ્યો સાથે વાત કરી હતી." અમે આ મુદ્દે અમારા યુરોપિયન ભાગીદારો અને સહયોગીઓ સાથે વાત કરી રહ્યા છીએ. અમે એ પણ સુનિશ્ચિત કરી રહ્યા છીએ કે પ્રતિબંધોને કારણે વિશ્વના બજારોમાં તેલના પુરવઠાને અસર ન થાય. જો કે, બ્લિંકનના નિવેદનથી રશિયન તેલ અને ગેસની આયાત પર પ્રતિબંધોની આશંકા વધુ ઊભી થઈ ગઈ છે.

 

જો યુક્રેન નહીં બચે તો આખુંય યુરોપ નહીં બચે : ઝેલેંસ્કી
ઝેલેંસ્કીએ કહ્યું કે, "નાટોએ ઇરાદાપૂર્વક યુક્રેનની એરસ્પેસ બંધ નથી કરી." તેઓએ જણાવ્યું કે, "જો યુક્રેન નહીં બચે તો આખુંય યુરોપ નહીં બચે." જો યુક્રેનનું પતન થશે તો આખુંય યુરોપ તૂટી જશે. તમને જણાવી દઇએ કે, ઝેલેંસ્કીનું નિવેદન પણ એવાં સમયે આવ્યું છે કે જ્યારે રશિયન દળોએ યુક્રેનની રાજધાની કીવ અને અન્ય કેટલાક શહેરોને ઘેરી લીધાં. એટલું જ નહીં હવે ઘણા શહેરો પર પણ તેનો કબજો થઈ ગયો છે.

નાટો યુક્રેનમાં 'નો ફ્લાય ઝોન' લાગુ નહીં કરે તેવુ આપ્યું હતું નિવેદન
અગાઉ, નાટોના સેક્રેટરી જનરલ જેન્સ સ્ટોલ્ટનબર્ગે કહ્યું હતું કે, લશ્કરી સંગઠન યુક્રેનમાં "ફ્લાઇટ પ્રતિબંધિત ઝોન અથવા નો-ફ્લાય ઝોન" લાગુ નહીં કરે. તેમણે કહ્યું હતું કે, આ પ્રકારનું પગલાંથી યુરોપના પરમાણુ શસ્ત્રોથી સજ્જ રશિયા સાથે વ્યાપક જંગ ભડકી જશે. બીજી તરફ સ્ટોલ્ટેનબર્ગે યુક્રેનની પીડાનો સ્વીકાર કરતા કહ્યું કે, રશિયન દળોએ યુક્રેનમાં હુમલાઓ વધુ તેજ કર્યા છે અને શહેરો તેમજ અન્ય સ્થળો પર ભારે બોમ્બમારો કરી રહ્યાં છે. જેના લીધે 10 લાખથી વધુ લોકોને દેશ છોડવાની ફરજ પડી છે.

રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ફ્રાન્સના રાષ્ટ્રપતિને ધુમાવ્યો ફોન
રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમ્યુનલ મૈંક્રોને ફોન કર્યો હતો. લગભગ દોઢ કલાક ચાલેલી ટેલિફોનિક ચર્ચામાં પુતિને મૈંક્રોને સ્પસ્ટ કહ્યું કે યુક્રેનના પરમાણુ પ્લાન્ટ પર હુમલો કરવાનો રશિયાનો કોઈ ઈરાદો નથી. તેમણે કહ્યું કે જો કીવ લડાઈ બંધ કરે તો અમે ઓપરેશન અટકાવવા તૈયાર છીએ. રશિયાના વિદેશ મંત્રાલયે ટ્વિટ કરીને જણાવ્યું કે ટેલિફોનિક ચર્ચામાં પુતિને યુક્રેનમાં રશિયાના ઓપરેશનનો મુખ્ય હેતુને મૈંક્રોને જણાવ્યો હતો. પુતિને કહ્યું હતું કે જો કીવ લડાઈ બંધ કરે અને મોસ્કોની માગ સ્વીકારે તો રશિયા તત્કાળ ઓપરેશન બંધ કરી દેશે. 

અમે વર્તમાનની લડાઈ લડી રહ્યા છીએ- ઝેલેન્સ્કી
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ યુદ્ધ વિશે કહ્યું છે કે અમે અમારા વર્તમાનની લડાઈ લડી રહ્યા છીએ. આપણે જીવન અને ગુલામીની લડાઈ લડી રહ્યા છીએ. આપણી સરહદ ક્યાં હશે, આ તેની લડાઈ છે. રશિયાએ યુક્રેનના વિનિસ્તા શહેર પર એક નહીં પરંતુ 8-8 મિસાઈલથી હુમલો કરીને તેને તબાહ કરી નાખ્યું હતું. મિસાઈલ હુમલામાં ઝેલેન્સકી એરપોર્ટ સંપૂર્ણ રીતે તબાહ થયું છે. રશિયાએ વિનિસ્તા શહેરમાં રશિયાએ મિસાઈલ કર્યો હતો જેમાં શહેરનું સિવિલિયન એરપોર્ટ સંપૂર્ણ રીતે તબાહ થઈ ગયું છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ